back to top
Homeમનોરંજનનસીરુદ્દીન શાહ પુરુષ વર્ચસ્વ ધરાવતી ફિલ્મોની વિરુદ્ધ:કહ્યું- આ બધી 'બીમાર' ફિલ્મો છે,...

નસીરુદ્દીન શાહ પુરુષ વર્ચસ્વ ધરાવતી ફિલ્મોની વિરુદ્ધ:કહ્યું- આ બધી ‘બીમાર’ ફિલ્મો છે, સ્ત્રીઓને તુચ્છ દર્શાવવી એ સમાજ માટે ખતરો

પોતાની એક્ટિંગ ઉપરાંત પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહ ખૂલીને વાત કરવા માટે જાણીતા છે. રાજકારણ હોય, ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોય કે કોઈ પણ સામાજિક મુદ્દો હોય, દરેક વખતે અભિનેતા કોઈપણ ખચકાટ વિના પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. ઘણી વખત તેમના નિવેદનોથી હોબાળો મચી જાય છે. આ વખતે તેણે મુખ્ય પ્રવાહની ફિલ્મોમાં દેખાડવામાં આવતી મૈસ્ક્યુલિનિટી(પુરુષોનું વર્ચસ્વ)ની ટીકા કરી છે. એક્ટરે તે બોલિવૂડ ફિલ્મો પર નિશાન સાધ્યું છે જેમાં અતિશય પુરુષ વર્ચસ્વ અને મહિલાઓનું અપમાન દર્શાવવામાં આવ્યું છે. આત્યંતિક પુરુષત્વ સાથેની ફિલ્મોને ‘બીમાર’ કહી
વાસ્તવમાં, કેરળ લિટરેચર ફેસ્ટિવલમાં વાતચીત દરમિયાન, મલયાલમ અભિનેત્રી પાર્વતી થિરુવોતુએ તેમને મુખ્ય પ્રવાહની ફિલ્મોમાં બતાવવામાં આવતા પુરુષત્વ પર પ્રશ્ન કર્યો હતો. આ પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહ્યું કે આવી ‘બીમાર’ ફિલ્મોની સફળતા ખરેખર આપણે જે સમાજમાં રહીએ છીએ તેની સ્થિતિ દર્શાવે છે. પોતાની વાતને આગળ વધારતા શાહે કહ્યું, ‘મને ખબર નથી કે આ આપણા સમાજનો ચહેરો છે કે આપણા સમાજની કલ્પનાનું પ્રતિબિંબ છે.’ પુરુષ વર્ચસ્વ ધરાવતી ફિલ્મોનું હિટ થવું ડરામણું છે.
અભિનેતાએ ફિલ્મ ફેસ્ટિવલમાં કહ્યું કે મને લાગે છે કે આવી ફિલ્મો પુરુષોની ગુપ્ત કાલ્પનિકતાને પ્રોત્સાહન આપે છે, જેઓ તેમના હૃદયમાં મહિલાઓને ધિક્કારે છે. અને આવી ફિલ્મોને સામાન્ય દર્શકો તરફથી સ્વીકૃતિ મળતી જોવી ખરેખર ખૂબ જ ડરામણી છે. નસીરુદ્દીન શાહે કહ્યું, ‘તે ખૂબ જ ડરામણી છે અને તે આપણા દેશમાં ઘણી જગ્યાએ મહિલાઓ સાથે જે ભયંકર ઘટનાઓ બને છે તે દર્શાવે છે.’ નોંધનીય છે કે, વર્ષ 2023માં રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ રીલિઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર ઘણી સફળ રહી હતી. પરંતુ આ ફિલ્મમાં દેખાડવામાં આવેલા પુરુષ આધિપત્યની ઘણી ટીકા થઈ હતી. આ ફિલ્મનું નિર્માણ સંદીપ વાંગ રેડ્ડીએ કર્યું હતું. ફિલ્મ ‘કબીર સિંહ’ પણ સંદીપની જ ફિલ્મ હતી, જેને પુરુષ વર્ચસ્વ માટે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. કારકિર્દીમાં કેટલીક ફિલમો પૈસા માટે કરી
આ કાર્યક્રમમાં નસીરુદ્દીન શાહે એ પણ કબૂલ્યું હતું કે, તેણે પોતાની કારકિર્દીમાં કેટલીક ફિલ્મો માત્ર પૈસા માટે કરી છે. તેમણે કહ્યું કે ‘એ વાત સાચી છે કે મેં મારા કરિયરમાં કેટલીક ફિલ્મો કરી છે જે માત્ર પૈસા માટે હતી. મને નથી લાગતું કે પૈસા માટે કામ કરવામાં કોઈને શરમ આવવી જોઈએ, કારણ કે આપણે બધા તે કરીએ છીએ. પરંતુ આ તે બાબતો છે જેનો મને અફસોસ છે. સદભાગ્યે, લોકો તમારા ખરાબ કાર્યોને યાદ રાખતા નથી. એક અભિનેતા તરીકે, તેઓ ફક્ત તમે કરેલા સારા કામને યાદ કરે છે.’ ‘ગદર-2’, ‘ધ કેરળ સ્ટોરી’ને પણ હાનિકારક ગણાવી
વર્ષ 2023માં ફ્રી પ્રેસ જર્નલને આપેલા ઈન્ટરવ્યૂમાં અભિનેતાએ ‘ગદર-2’, ‘ધ કેરળ સ્ટોરી’, ‘કાશ્મીર ફાઇલ્સ’ને હાનિકારક અને અંધરાષ્ટ્રવાદી ગણાવી હતી. તે આ ફિલ્મોની સફળતાને ખતરનાક વલણ તરીકે જુએ છે. તેમનું માનવું હતું કે દિગ્દર્શકો અને નિર્માતાઓ આવી ફિલ્મો બનાવીને પોતાનો ફાયદો જુએ છે. આ તેમને લોકપ્રિયતા આપે છે. તેઓ કોઈપણ કારણ વગર અન્ય સમુદાયોને અપમાનિત કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments