નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે 8મી વખત દેશનું બજેટ રજૂ કર્યું. તેમણે ગોલ્ડન બોર્ડરવાળી ક્રીમ રંગની મધુબની પેઇન્ટિંગ સાડી પહેરી હતી. આ પહેલાં તેઓ રાષ્ટ્રપતિ ભવન ગયાં હતાં. અહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને દહીં ખવડાવીને તેમને શુભકામના પાઠવી હતી. આ પછી તેઓ ટેબ્લેટ લઈને સંસદ ભવન પહોંચ્યાં હતાં. બજેટ ભાષણ શરૂ થતાંની સાથે જ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કુંભમાં થયેલી ગેરરીતિઓને લઈને હોબાળો મચાવ્યો હતો. જ્યારે સ્પીકર ઓમ બિરલાએ તેમને રોક્યા તો સપાના સાંસદો સહિત વિપક્ષના ઘણા સભ્યો વોકઆઉટ કરી ગયા. સીતારમણે 11.01 મિનિટે બજેટ ભાષણની શરૂઆત કરી હતી. 1 કલાક 17 મિનિટના બજેટ ભાષણ દરમિયાન તેમણે સવારે 11.24 વાગે, 11.27 વાગે , 11.44 વાગે, 11.56 વાગે અને 12.16 વાગે 5 વખત પાણી પીધું હતું. બજેટની ટોપ મોમેન્ટ્સ… બિહારની મધુબની પેઇન્ટિંગવાળી સાડી દહીં- સાકર ખવડાવવાની પરંપરાનું પાલન કર્યું ટેબ્લેટમાંથી રજૂઆત જ્યારે અખિલેશે હોબાળો મચાવ્યો ત્યારે ઓમ બિરલાએ તેમને ઠપકો આપ્યો હતો બજેટમાંથી વિપક્ષનું વોકઆઉટ PM દરેક મોટી જાહેરાતો પર ટેબલ થપથપાવે છે ગિરિરાજ સિંહે વિપક્ષને ટેબલ ટેપ થપથપાવા ઈશારો કર્યો હતો. Topics: