નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રિય બજેટ 2025ની જાહેર કરવામાં આવ્યુ હતું, જેમાં લેબગ્રોન ઈન્ડસ્ટ્રી માટે મોટી જાહેરાત કરી છે. લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં કિ-રોમટીરીયલ્સ તરીકે ચિપ્સનો ઉપયોગ થાય છે. આ ચિપ્સ મોટા ભાગે ઈમ્પોર્ટ થાય છે. આ ચિપ્સ પર અત્યાર સુધી 5 ટકા બેઝિક કસ્ટમ ડ્યૂટી હતી, જે 31 માર્ચ 2026 સુધી નાબૂદ કરવામાં આવી છે. લેબગ્રોન ડાયમંડની લોકલ સહિત આંતરાષ્ટ્રીય માર્કેટમાં માંગ વધી રહી છે ત્યારે હવે લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં વધારો થશે. બીજી તરફ છેલ્લાં 2 વર્ષથી સપડાયેલી નેચરલ ડાયમંડ ઈન્ડસ્ટ્રી માટે કોઈ જાહેરાત કરવામાં ન આવતા ઉદ્યોગકારોમાં રોષ જોવા મળ્યો હતો. ડાયમંડ : લેબગ્રોનમાં રાહત, નેચરલને કોઈ લાભ નહીં
શું હતું? લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન કરવા માટે કિ-રો મટિરિયલ્સ ચિપ્સ છે. ચિપ્સ વિદેશમાંથી આયાત કરવી પડતી હતી. જેના પર 5 ટકા બેઝિક કસ્ટમ ડ્યૂટી હતી.
નવી જોગવાઈ : લેબગ્રોન ડાયમંડની ચિપ્સ પર કસ્ટમ ડ્યૂટીમાંથી મુક્તી આપવામાં આવી છે. 31 માર્ચ 2026 સુધી લેબગ્રોન ડાયમંડની ચિપ્સ પર કસ્ટમ ડ્યૂટીમાંથી રાહત આપવામાં આવી છે.
અસર : હાલ લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડમાં વધારો થયો છે, પરંતુ તૈયાર હીરાના ભાવ તળિયે છે. તૈયાર લેબગ્રોન હીરાના ભાવમાં ઘટાડો કરીને વેચી શકાશે. કાપડ નિટિંગ અને વુવનના વેપારીઓને લાભ
શું હતું ? અત્યાર સુધી વુવન ફેબ્રિક્સ પર 20 ટકા બેઝિક કસ્ટમ ડ્યૂટી હતી, પરંતુ વુવન ફેબ્રિક્સના નામે નિટિંગ ફેબ્રિક્સ ઈમ્પોર્ટ થતું હતું, જેના નુકસાન થતું હતું.
નવી જોગવાઈ : હવે નિટિંગ ફેબ્રિક્સ અને વુવન ફેબ્રિક્સ પર 20 ટકા કસ્ટમ ડ્યૂટી અથવા 115 રૂપિયા પર કિલો પર કસ્ટમ ડ્યૂટી નાંખવામાં આવી છે. આ બંનેમાંથી જે વધારે હશે તે લેવામાં આવશે.
અસર : સુરત અને ભારતમાં વિવિધ જગ્યાઓ પર નિટિંગ અને વુવન કાપડનું ઉત્પાદન કરતાં વેપારીઓને લાભ થશે, ઈમ્પોર્ટમાં ઘટાડો થશે. ટેક્સટાઈલ મશીનરી : મશીનરીમાં કરોડો બચશે
શું હતું? શટલલેસ લૂમ્સમાં આગામી 1લી એપ્રિલ 2025થી બેઝિક કસ્ટમ ડ્યૂટીનો અમલ થવાનો હતો. મશીન આયાત કરનારાઓના વધુ રૂપિયા ખર્ચ થતા હતા.
નવી જોગવાઈ : શટલલેસ લૂમ્સ મશીનોના આયાત પર બેઝિક કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવી છે. અંદાજીત 8થી 9 ટકા જેટલી આ કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો થશે. કારખાનેદારોને લાભ થશે.
અસર : સુરતમાં 1.25 લાખ મશીનો છે, હાલ જે હાઈસ્પિડ મશીનો ઈમ્પોર્ટ થાય છે તેમાંથી 50 ટકાથી વધારે મશીનો સુરતમાં આવે છે, રૂપિયા બચશે. MSME : હવે 10 કરોડની લોનમાં ગેરન્ટીની જરૂર નહીં શું હતું? એકમોમાં 1 કરોડનું રોકાણ હોય તો માઈક્રો એન્ટરપ્રાઈઝ, 10 કરોડ હોય તો સ્મોલ અને 50 કરોડ હોય તો મિડિયમ એન્ટરપ્રાઈઝની વ્યાખ્યામાં આવતા હતા.
નવી જોગવાઈ : એમએસએમઈની વ્યાખ્યા બદલવામાં આવી છે. હવે 2.5 કરોડના રોકાણમાં માઈક્રો, 25 કરોડના રોકાણમાં સ્મોલ અને 125 કરોડના રોકાણમાં મિડિયમ એન્ટરપ્રાઈઝ ગણાશે.
અસર : રોકાણ કરનાર ઉદ્યોગકારો હવે કેન્દ્ર સરકારની પીએલઆઈ સ્કિમનો લાભ લઈ શકશે. હવે 10 કરોડની લોન સુધી ગેરેન્ટી નહીં આવી પડે. જ્વેલરી : લોકોને સસ્તી પ્લેટિનમ જ્વેલરી મળશે
શું હતું? સોના અને ચાંદીના દાગીનાની જેમ પ્લેટિનમ જ્વેલરીની પણ માંગ વધી રહી છે, પ્લેટિનમના આયાત પર 25 ટકા બેઝિક કસ્ટમ ડ્યૂટી હતી.
નવી જોગવાઈ : પ્લેટિનમ પર બેઝિક કસ્ટમ ડ્યૂટી 25 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે.
અસર : સુરતમાં 450થી વધારે જ્વેલરી મેન્યુફેક્ચરર્સ છે, જ્યારે 2 હજારથી વધારે રિટેઈલ જ્વેલર્સ છે. પ્લેટિમ જ્વેલરીની માંગ વધી રહી છે જેના કારણે હવે ગ્રાહકોને પ્લેટિમ જ્વેલરી સસ્તી મળી શકશે અને જ્વેલર્સોનો ધંધો વધશે. બજેટ પર ઉદ્યોગ જગતની પ્રતિક્રિયા