back to top
Homeમનોરંજનસિંગર ઉદિત નારાયણે ફિમેલ ફેનને કિસ કરી:લાઇવ શોમાં લિપ કિસ કરતો વીડિયો...

સિંગર ઉદિત નારાયણે ફિમેલ ફેનને કિસ કરી:લાઇવ શોમાં લિપ કિસ કરતો વીડિયો વાયરલ, સોશિયલ મીડિયા પર યૂઝર્સે કહ્યું- સત્યાનાશ વાળી દીધો

સિંગર ઉદિત નારાયણનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને યુઝર્સ ગુસ્સે થઈ રહ્યા છે. ગાયકે જે કર્યું છે તેનાથી ચાહકો પણ આશ્ચર્યચકિત છે. કેમ કે, વાત એવી છે કે, ઉદિત નારાયણે એક લાઇવ શો દરમિયાન એક મહિલા ચાહકના હોઠ પર ચુંબન કર્યું હતું. આ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ઉદિત નારાયણના આ શોના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જોકે, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આ વીડિયો સાચા છે કે નકલી. તેમજ એ વાતની પુષ્ટિ થઈ નથી કે વીડિયોમાં દેખાતો ઉદિત નારાયણ જ છે કે નહીં. પરંતુ વીડિયો જોયા પછી, યુઝર્સ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયો અનુસાર, ઉદિત નારાયણ ‘ટિપ ટિપ બરસા પાની’ ગીત ગાતા હતા ત્યારે તેમની ફિમેલ ચાહકોએ તેમને સ્ટેજ પાસે ઘેરી લીધા હતા. તેમાંની એક ફિમેલ ચાહકે ઉદિત નારાયણ સાથે સેલ્ફી લેવાનું શરૂ કર્યું અને તેમના ગાલ પર ચુંબન કરી લીધું. આ જોઈને ઉદિત નારાયણે તરત જ તેમની ચાહકને પકડીને તેના હોઠ પર કિસ કરી લીધી. વીડિયોમાં, સિંગર તેની મહિલા ચાહકોને ક્યારેક ગાલ પર તો ક્યારેક હોઠ પર ચુંબન કરતો જોવા મળ્યો હતો. આ પછી, જ્યારે બીજી મહિલા ચાહકે ઉદિત નારાયણને ચુંબન કરવાનો અને ગળે લગાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે સિંગરે તેના ગાલ પર ચુંબન કર્યું. આ પછી, જ્યારે બીજી ચાહક આવી, ત્યારે તેણે સેલ્ફી લેતી વખતે તેના હોઠને પણ ચુંબન કર્યું. યુઝર્સ ગુસ્સે થયા, ચાહકોએ કહ્યું – શું આ AI વીડિયો છે?
સિંગરની આ ચેષ્ટા યૂઝર્સને ગમી નથી અને તેઓ તેની ખૂબ ટીકા કરી રહ્યા છે. પરંતુ ચાહકો ગાયકના બચાવમાં આવ્યા છે. ચાહકો એમ પણ કહે છે કે આ વીડિયો AI દ્વારા જનરેટેડ હોઈ શકે છે. કોઈએ કહ્યું – તમે સત્યાનાશ વાળી દીધો, કોઈએ કહ્યું – થપ્પડ મારી દો.
એક યુઝરે લખ્યું, ‘તમે કુળ લજવ્યું.’ બીજા એક યુઝરે લખ્યું, ‘ઉદિત નારાયણ, બંધ કરો સાહેબ.’ બીજા યુઝરે ટિપ્પણી કરી: “કેવું બેહૂંદું લાગે છે.” આ ઉદિત નારાયણ શું કરી રહ્યો છે? એક યુઝરે લખ્યું, ‘ઉદિત નારાયણ આ કરી શકતા નથી.’ કદાચ તે AI હોય. બીજી એક કોમેન્ટમાં લખ્યું હતું, ‘કૃપા કરીને કહો કે આ AI છે.’ આ ખૂબ જ ડરામણું છે. બિલકુલ નફરતની હદની બહારનું કૃત્ય છે. સિંગર અનેક બહુમાનોથી સન્માનિત છે ઉલ્લેખનીય છે કે 69 વર્ષીય ગાયકે હિન્દી, તેલુગુ, કન્નડ, તમિલ, બંગાળી, સિંધી, ઓડિયા, ભોજપુરી, નેપાળી, મલયાલમ, આસામી, અને મૈથિલી સહિત ઘણી અન્ય ભાષાઓમાં ગીતો ગાયા છે. તેમણે ચાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જીત્યા છે. ભારત સરકારે તેમને 2009 માં પદ્મશ્રી અને 2016 માં પદ્મ ભૂષણથી નવાજ્યા હતા. 1980માં, તેમને ‘ઉન્નિસ-બીઝ’માં સુપ્રસિદ્ધ હિન્દી પ્લેબેક ગાયક મોહમ્મદ રફી સાથે ગાવાની તક મળી અને 1980૦ના દાયકામાં લોકપ્રિય સિંગર કિશોર કુમાર સાથે પણ કામ કર્યું. 1988માં આવેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’માં બોલિવૂડ સ્ટાર આમિર ખાન પર ફિલ્માવવામાં આવેલા ગીત “પાપા કહેતે હૈં” દ્વારા તેમણે પોતાની છાપ છોડી હતી. કોન્ટ્રોવર્સી પર ઉદિત નારાયણનો ખુલાસો ઉદિતે એક મીડિયા ઇન્ટરવ્યૂ આ વિવાદ પર ખુલાસો આપતા કહ્યું કે- ‘ચાહકો ખૂબ જ પાગલ છે. અમે એવા નથી, અમે સારા લોકો છીએ. ઘણા લોકો આ રીતે મારો પ્રચાર કરે છે અને તેના દ્વારા પ્રેમ દર્શાવે છે. હવે આવી બધી બાબતોનું મારે શું કરવું જોઈએ? ભીડમાં ઘણા લોકો હોય છે અને અમારા બોડીગાર્ડ્સ પણ ત્યાં છે. પરંતુ ચાહકોને લાગે છે કે તેમને મળવાની તક મળી રહી છે, તેથી તેઓ હાથ લંબાવે છે, હાથ મિલાવે છે, કેટલાક તો હાથ પર ચુંબન પણ કરે છે. આ બધું ગાંડપણ છે. તેના પર આટલું ધ્યાન ન આપવું જોઈએ. લોકો ઇચ્છે છે કે કોન્ટ્રોવર્સી થાય ઉદિતે આગળ કહ્યું, ‘મારા પરિવારની છબી એવી છે કે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે કોઈ વિવાદ થાય. કેમ કે, આદિત્ય શાંત રહે છે કોઈ વિવાદમાં પડતો નથી’ જ્યારે હું સ્ટેજ પર ગાઉં છું, ત્યારે ચાહકોને તે ગમે છે. મને લાગે છે કે તેમને પણ મારે ખુશ રાખવા જોઈએ. નહિંતર, અમે તો તે પ્રકારના લોકો નથી. અમારે તેમને પણ ખુશ કરવા પડશે.’ કિસ અંગે ઉદિતે આગળ કહ્યું, ‘હું બોલિવૂડમાં 46 વર્ષથી છું અને મારી છબી ક્યારેય ખરાબ રહી નથી. જ્યારે ચાહકો મારા પર પ્રેમ વરસાવે છે, ત્યારે પણ હું મારા હાથ જોડીને માથું નમાવીને વિચારું છું કે આ ક્ષણ પાછી આવશે કે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments