જ્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વાર્ષિક બજેટમાં સરકારની આગામી વર્ષ માટેની નાણાકીય નીતિઓ રજૂ કરે છે, ત્યારે તેઓ તેમની સાડીઓ બાબતે પણ હેડલાઇન્સમાં રહે છે. દર વખતે બજેટ દરમિયાન તેમણે પહેરેલી સાડી પાછળ એક કહાની હોય છે. નાણામંત્રીની સાડીઓ એ ભારતની વિવિધતાપૂર્ણ સંસ્કૃતિ અને વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. આ વર્ષે બજેટ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે ક્રીમ કલરની મધુબની પેઇન્ટિંગવાળી સાડી પહેરી છે, એમાં ગોલ્ડન વર્ક કરેલું છે. તેમણે આ સાડીને લાલ બ્લાઉઝ સાથે પહેરી છે. આ સાડી નાણામંત્રીને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા દુલારી દેવીએ ભેટમાં આપી હતી. તેમણે સીતારામણને બજેટના દિવસે આ સાડી પહેરવાની વિનંતી કરી હતી. નિર્મલા સીતારમણે નમ્રતાપૂર્વક દુલારી દેવીની આ વિનંતી સ્વીકારી, જે નાણામંત્રીનો હેન્ડલૂમ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. દુલારી દેવી મિથિલા આર્ટ્સ માટે જાણીતી છે. વર્ષ 2021માં તેમને કલામાં તેમના યોગદાન માટે તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં. બજેટ 2025 – આ વર્ષનો ખાસ લુક
આ વર્ષે નિર્મલા સીતારમણે એક સુંદર ક્રીમ રંગની સાડી પહેરી છે જેમાં પરંપરાગત ગોલ્ડ બોર્ડર છે. તેમણે આ સાડીને લાલ બ્લાઉઝ સાથે પહેરી છે. તેઓ આ લુકમાં ખૂબ જ ક્લાસિક અને ગ્રેસફુલ દેખાતા હતા. ખાસ વાત એ હતી કે આ સાડીની બોર્ડર પર બિહારની પરંપરાગત મધુબની આર્ટ સંબંધિત ડિઝાઇન હતી. મધુબની પેઇન્ટિંગ એ મિથિલા પ્રદેશની પરંપરાગત કલા છે, જેમાં ભૌમિતિક પેટર્ન, ફ્લોરલ ડિઝાઇન અને પૌરાણિક કથાઓની ઝલક જોવા મળે છે. નાણામંત્રીની આ પસંદગી ભારતીય સાંસ્કૃતિક વારસો અને હસ્તકલાને પ્રોત્સાહન આપવાનું ઉત્તમ ઉદાહરણ છે. હવે એક નજર કરીએ 2019થી અત્યાર સુધીના તેમના બજેટ ડે લુક્સ પર- 2024 (પૂર્ણ બજેટ)
નિર્મલા સીતારમણે 23 જુલાઈ 2024ના રોજ તેમનું 7મું બજેટ રજૂ કર્યું. તેમણે ઓફ-વ્હાઈટ મંગલગીરી સાડી પહેરી હતી, જેમાં કિરમજી અને ગોલ્ડન બોર્ડર હતી. આ આંધ્રપ્રદેશની એક પારંપરિક સાડી હતી અને ખાસ વાત એ હતી કે તેમણે બજેટમાં આંધ્રપ્રદેશ માટે વિશેષ આર્થિક સહાયની પણ જાહેરાત કરી હતી. 2024 (વચગાળાનું બજેટ) આ વર્ષે, જ્યારે તેમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું, ત્યારે તેમણે વાદળી રંગની ટસર સિલ્ક હેન્ડલૂમ સાડી પહેરી હતી. તે બંગાળના કાંથા સિલ્ક કાપડમાંથી બનેલી હતી, અને બ્લુ ઈકોનોમીને લગતી જાહેરાતો સાથે તેમનો આ લુક ઘણો લોકપ્રિય બન્યો હતો. 2023 વર્ષ, 2023માં, નાણામંત્રીએ ટેમ્પલ બોર્ડર સાથે લાલ ઇલ્કલ સિલ્કની સાડી પહેરી હતી. આ કર્ણાટકની પરંપરાગત સાડી હતી અને આ બજેટમાં કર્ણાટક માટે પણ કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. લાલ રંગ સંકલ્પ, શક્તિ અને સાહસનું પ્રતીક માનવામાં આવે છે. 2022
નાણામંત્રીએ 2022માં ઓડિશાની પરંપરાગત બોમકાઈ સાડી પહેરી હતી. આ કોફી અને બ્રાઉન રંગની સાડીને સ્થિરતા અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. આ સાડી ઓડિશાના ગંજમ જિલ્લાની હેન્ડલૂમ કળાનું અનોખું ઉદાહરણ હતું. 2021
આ વર્ષે તેણે લાલ બૉર્ડરવાળી ઑફ-વ્હાઇટ પોચમપલ્લી સાડી પહેરી હતી. આ સાડી હૈદરાબાદના પોચમપલ્લી ગામની હેન્ડલૂમ વર્કનો ભાગ હતી અને તેની અનોખી પેટર્ન માટે જાણીતી છે. 2020
નિર્મલા સીતારમણે બજેટ 2020 દરમિયાન પીળી સિલ્કની સાડી પહેરી હતી. પીળો રંગ આનંદ અને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે અને તે ભારતીય સમૃદ્ધિ અને સંસ્કૃતિને દર્શાવે છે. 2019 2019માં સીતારમણના પ્રથમ બજેટ ભાષણ દરમિયાન, તેમણે ગોલ્ડન બોર્ડર સાથે ગુલાબી મંગલગીરી સાડી પહેરી હતી. ગુલાબી રંગ સ્થિરતા અને ગંભીરતાનું પ્રતીક છે. આ બજેટમાં તેમણે દેશના હેન્ડલૂમ અને એમ્બ્રોઇડરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ઘણી જાહેરાતો કરી હતી. 2019માં બોર્ડર પર ગોલ્ડન વર્કવાળી ગુલાબી મંગલગીરી સિલ્ક સાડી પહેરી હતી નાણામંત્રી સીતારમણ પણ પાછલાં વર્ષોમાં બજેટના દિવસે હાથથી વણેલી સાડીઓ પહેરતાં હતાં. આ ભારતનાં નાણામંત્રીનો પરંપરાગત પહેરવેશ માટે પોતાનો પ્રેમ દર્શાવે છે. એવું કહીએ કે સીતારમણ ભારતના સમૃદ્ધ હેન્ડલૂમ અને કાપડના વારસાને રાષ્ટ્રીય મંચ પર લાવ્યાં છે. 2019માં પ્રથમ વખત બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે બજેટ બ્રીફકેસને પરંપરાગત ખાતાવહી સાથે બદલ્યું હતું. લાલરંગની ખાતાવહી સાથે ત્યારે તેમણે બોર્ડર પર ગોલ્ડન વર્કવાળી ગુલાબી મંગલગીરી સિલ્ક સાડી પહેરી હતી. બજેટ 2020 દરમિયાન પીળી સિલ્કની સાડી પહેરી હતી બજેટ 2020 દરમિયાન સીતારમણે લીલી બોર્ડરવાળી પીળી સિલ્કની સાડી પહેરી હતી. બજેટ 2021 રજૂ કરતી વખતે સીતારમણે પોચમપલ્લી સિલ્કની સાડી પહેરી હતી, જે લાલ અને સફેદ રંગની હતી. નાણામંત્રીએ 2022માં બોમકાઈ સાડી, મરૂન અને ગોલ્ડન બોર્ડરવાળી બ્રાઉન સાડી પહેરી હતી. આ દ્વારા તેમણે ઓડિશાના હેન્ડલૂમ હેરિટેજને પ્રોત્સાહન આપ્યું. બોમકાઈ સાડીઓ ઓડિશાના બોમકાઈ ગામમાં બને છે. 2023માં નિર્મલા સીતારમણે લાલ સિલ્કની સાડી પહેરી હતી 2023માં બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે લાલ સિલ્કની સાડી પહેરી હતી, જેમાં મંદિરની આકૃતિવાળી બોર્ડર હતી. આ સાડી કર્ણાટકના ધારવાડ પ્રદેશ સંબંધિત કસુતી ભરતકામની સુંદરતા દર્શાવી રહી હતી. 2024માં તેમણે પશ્ચિમ બંગાળમાં લોકપ્રિય હસ્તકલા, કાંથા ભરતકામ સાથે વાદળી ટસર સિલ્ક સાડી પહેરી હતી. જાણો કોણ છે દુલારી દેવી આ વખતે નાણામંત્રી સીતારમણે ક્રીમ રંગની મધુબની પેઇન્ટિંગવાળી સાડી પહેરી છે. એમાં ગોલ્ડન બોર્ડર છે. આ સાડી તેમને બિહારમાં રહેતી પદ્મશ્રી વિજેતા દુલારી દેવીએ ભેટમાં આપી હતી. દુલારી દેવી બિહારના મધુબની જિલ્લાના એક નાનકડા ગામ રાંટીમાં રહે છે. 57 વર્ષીય દુલારી દેવીને 2021માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. દુલારી દેવીને મધુબની પેઇન્ટિંગમાં તેમના યોગદાન માટે કેન્દ્ર સરકારે આ સન્માન આપ્યું હતું. 2021માં ભાસ્કર સાથે વાત કરતાં દુલારી દેવીએ કહ્યું હતું કે ‘પિતા માછીમારી કરતા હતા. નાની ઉંમરે અવસાન પામ્યા. માતાએ મજૂરીકામ કરીને અમારો ઉછેર શરૂ કર્યો. બાળપણથી જ હું, મારી ત્રણ બહેનો અને ભાઈ મારી માતા સાથે કામ કરવા જવા લાગ્યાં. તેથી જ મને ક્યારેય શાળાએ જવાનો મોકો મળ્યો નથી. દુલારી દેવીના લગ્ન માત્ર 12 વર્ષની ઉંમરે થયા હતા. જ્યારે એક પુત્રીનો જન્મ થયો, તે છ મહિના પછી મૃત્યુ પામી હતી. આ પછી સાસરિયાંવાળા અને દુલારીમાં મનમેળ નહોતો. બાદમાં દુલારી દેવી સાસરેથી નીકળીને પોતાના ઘરે આવી ગયાં. ત્યાર પછી તેમણે પાડોશમાં રહેતી મહાસુંદરી દેવીના ઘરે કામ કરવાનું શરૂ કર્યું. મહાસુંદરી દેવી મિથિલા પોન્ટિંગ કરતી હતી. સરકારે વર્ષ 2011માં તેમને પદ્મશ્રીથી પણ સન્માનિત કર્યા હતા. દુલારી દેવીને પેઇન્ટિંગમાં એક મહિનો લાગ્યો દુલારી દેવીએ ભાસ્કરને જણાવ્યું હતું કે ‘આ સાડી પર મધુબની પેઇન્ટિંગ કરવામાં એક મહિનો લાગ્યો હતો. મધુબની પેઇન્ટિંગ બેંગલુરુ સિલ્કમાં કરવામાં આવી છે. ઓફિસ સમય પછી સવારે અને સાંજે મેં તેના પર કામ કર્યું. સાડી પર માછલી, પાણી, કમળ, પાન અને મખાનાની તસવીર બનાવવામાં આવી છે. આ તમામ મધુબનીની ઓળખ છે. મેં તેને મિથિલા હાટ કાર્યક્રમમાં નાણામંત્રીને ભેટ આપી હતી. નાણામંત્રીએ સાડી પહેરવાથી દુલારી દેવી ખૂબ ખુશ છે. તેમણે કહ્યું કે આ મિથિલા અને બિહાર માટે ગર્વની વાત છે. નાણામંત્રીની સાડી ચર્ચામાં રહે છે નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાની સાડીઓને લઈને ચર્ચામાં રહે છે. ખાસ કરીને બજેટ રજૂ કરતી વખતે તેઓ જે સાડી પહેરે છે. બજેટ રજૂ કરતી વખતે તેઓ લાલ, વાદળી, પીળી, બ્રાઉન અને ઓફ-વ્હાઈટ સાડી પહેરી ચુક્યા છે. આ સાડીઓ ભારતીય સંસ્કૃતિ અને વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. મહાસુંદરી દેવી પાસેથી કળા શીખી દુલારી દેવીએ કહ્યું હતું કે, ‘મહાસુંદરી દેવીના ઘરનું તમામ કામ હું કરતી હતી. જેમ કે ઝાડુ મારવા, વાસણો ધોવા, કપડા ધોવા. બહારથી કાંઈક લાવવું હોય કે સફાઈ કરવાની હોય. ગમે તેવો ઓર્ડર મળે તે કામ કરતી. ‘મને જ્યારે પણ તક મળતી ત્યારે હું લાકડાના બ્રશથી જમીન પર પોઈન્ટિંગ કરવા લાગતી હતી. રેખાઓ દોરવાનો ખૂબ શોખ હતો. ક્યારેક હું રસોડામાં કામ કરતી અને ત્યાં પણ પાણીની લાઈન બનાવવાનું શરૂ કર્યું. મહાસુંદરી દેવીએ મને આમ કરતા જોઈ હતી. તે સમજી ગયો કે મને પેઇન્ટિંગમાં રસ છે. તેમના ઘરે રહીને હું કર્પુરી દેવીના સંપર્કમાં આવી, જે મિથિલાના પ્રખ્યાત ચિત્રકાર રહી ચૂક્યા છે. મારી રુચિ જોઈને તેણે મને માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું. પાછળથી તેઓ મારી માતા સમાન બની ગયા. Topics: