back to top
Homeસ્પોર્ટ્સઅભિષેકનું ફ્લાઈંગ કિસ સેલિબ્રેશન:સેમસને સિક્સર ફટકારીને શરૂઆત કરી, સૂર્યાએ પાછળની તરફ દોડીને...

અભિષેકનું ફ્લાઈંગ કિસ સેલિબ્રેશન:સેમસને સિક્સર ફટકારીને શરૂઆત કરી, સૂર્યાએ પાછળની તરફ દોડીને કેચ ઝડપ્યો; મેચની ટોચ મોમેન્ટ્સ

ભારતે પાંચમી T20માં ઈંગ્લેન્ડને 150 રનથી હરાવ્યું. મુંબઈમાં અભિષેક શર્માના 135 રનના દમ પર ભારતે 248 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં મોહમ્મદ શમીની 3 વિકેટ અને શિવમ દુબેની 2 વિકેટની મદદથી ઈંગ્લિશ ટીમ 10.3 ઓવરમાં 97 રનમાં સમેટાઈ ગઈ હતી. રવિવારે રસપ્રદ મોમેન્ટ્સ જોવા મળી હતી. સંજુ સેમસને સિક્સર ફટકારીને ઇનિંગનું ખાતું ખોલાવ્યું હતું. જ્યારે તે ઈજાગ્રસ્ત થયો ત્યારે તેની જગ્યાએ ધ્રુવ જુરેલે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી. અભિષેકે ફ્લાઈંગ કિસ સેલિબ્રેશન કર્યું હતું. સૂર્યકુમાર યાદવે પાછળ દોડીને કેચ ઝડપ્યો હતો. વાંચો મુંબઈ T20 ની ટોપ મોમેન્ટ્સ… 1. આમિર ખાન, ઋષિ સુનક અને પ્રિન્સ એડવર્ડ સ્ટેડિયમ પહોંચ્યા ટોસ પહેલા બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક, બોલિવૂડ સ્ટાર આમિર ખાન અને બ્રિટનના પ્રિન્સ એડવર્ડ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા હતા. કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે બ્રિટનના પ્રિન્સ એડવર્ડ સાથે મુલાકાત કરી હતી. પ્રિન્સ એડવર્ડ ડ્યુક ઓફ એડિનબર્ગનું બિરુદ મળેલું છે. બોલિવૂડ સ્ટાર આમિર ખાન પોતાના પુત્ર જુનૈદની નવી ફિલ્મ ‘લવયાપ્પા’ના પ્રમોશન માટે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો હતો. તેણે ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈના, પીયૂષ ચાવલા અને આકાશ ચોપરા સાથે પણ વાતચીત કરી હતી. પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે ઈંગ્લિશ કેપ્ટન જોસ બટલર અને સપોર્ટ સ્ટાફ સાથે વાત કરી હતી. 2. સંજુએ સિક્સર ફટકારીને પોતાની ઇનિંગનું ખાતું ખોલાવ્યું. છેલ્લી 4 મેચમાં શોટ બોલ પર આઉટ થઈ રહેલા સંજુ સેમસને ભારતીય ઇનિંગ્સની શરૂઆત સિક્સરથી કરી હતી. તેણે પ્રથમ ઓવર નાંખી રહેલા જોફ્રા આર્ચરના પહેલા બોલ પર ડીપ મિડવિકેટ પર સિક્સર ફટકારી હતી. આર્ચરે પ્રથમ બોલ શોર્ટ ઓફ લેન્થ ફેંક્યો હતો. 3. બોલ સેમસનની આંગળી પર વાગ્યો, જુરેલ કીપિંગ કરવા આવ્યો પ્રથમ ઓવરનો ત્રીજો બોલ સંજુ સેમસનની આંગળી પર વાગ્યો. અહીં જોફ્રાએ ઓફ સ્ટમ્પ પર શોર્ટ બોલ ફેંક્યો હતો. જ્યારે સંજુ ઘાયલ થયો ત્યારે ફિઝિયો મેદાનમાં આવ્યો. જો કે, સંજુ થોડા સમય બાદ સ્વસ્થ થઈ ગયો અને ફરી બેટિંગ શરૂ કરી. તેણે ઓવરના છેલ્લા બે બોલ પર એક સિક્સર અને એક ફોર પણ ફટકારી હતી. ઇંગ્લિશ ઇનિંગ્સમાં આંગળીમાં ઇજાના કારણે સંજુ વિકેટકીપિંગ માટે આવ્યો ન હતો. તેની જગ્યાએ ધ્રુવ જુરેલે વિકેટ કીપિંગ કરી હતી. 4. અભિષેકની ફ્લાઈંગ કિસ સેલિબ્રેશન અભિષેક શર્માએ 17 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. તેની ફિફ્ટી ફટકાર્યા બાદ તેણે સ્ટેન્ડ તરફ ફ્લાઈંગ કિસ આપીને સેલિબ્રેશન કર્યુ હતું. અભિષેક ભારત માટે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર બીજો બેટ્સમેન છે. તેણે 37 બોલમાં સદી પણ ફટકારી હતી. તે ભારત માટે બીજી સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન છે. 5. અક્ષર રન આઉટ થયો ઓલરાઉન્ડર અક્ષર પટેલ 20મી ઓવરના છેલ્લા બોલ પર રનઆઉટ થયો હતો. જેમી ઓવર્ટને અક્ષરને લો ફુલ ટોસ બોલ ફેંક્યો, તે ડીપ મિડવિકેટ તરફ શોટ રમતા તરત જ 2 રન લેવા દોડ્યો. અક્ષર બીજા રન માટે દોડ્યો, પરંતુ લિયમ લિવિંગસ્ટને તેને સ્ટમ્પ તરફ થ્રો કરી દીધો. વિકેટકીપર ફિલ સોલ્ટે બોલ કલેક્ટ કર્યો અને અક્ષર રન આઉટ થયો. 6. ચક્રવર્તીએ ડાઇવિંગ કેચ ઝડપ્યો ઇંગ્લિશ ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં વરુણ ચક્રવર્તીએ આઉટફિલ્ડમાં હેરી બ્રુકનો ડાઇવિંગ કેચ ઝડપ્યો હતો. રવિ બિશ્નોઈની ઓવરના બીજા બોલ પર બ્રુકે સ્વીપ શોટ રમ્યો હતો. ડીપ ફાઈન લેગ પર ઊભેલા વરુણ ચક્રવર્તીએ તેની જમણી તરફ લગભગ 10 મીટર દોડીને ડાઈવ લગાવી અને શાનદાર કેચ કરી લીધો. બ્રુક 2 રન બનાવીને આઉટ થયો હતો. 7. સૂર્યાએ પાછળની તરફ દોડીને કેચ ઝડપ્યો અભિષેક શર્મા માટે રવિવારનો દિવસ શાનદાર રહ્યો. તેણે પોતાની પ્રથમ ઓવરના પહેલા અને પાંચમા બોલ પર વિકેટ લીધી હતી. અભિષેકના પાંચમા બોલ પર કેપ્ટન સૂર્યકુમાર યાદવે શાનદાર કેચ કર્યો હતો. અહીં અભિષેકે જેમી ઓવરટનને ફુલ લેન્થ બોલ ફેંક્યો હતો. તેણે મોટો શોટ રમ્યો પરંતુ બોલ બેટની બહારની ધારને અડીને શોર્ટ કવર પર ઉભેલા સૂર્યકુમાર યાદવ પાસે ગયો. પાછળની તરફ દોડતી વખતે તેણે શાનદાર કેચ ઝડપ્યો હતો. 8. ભારતને છેલ્લી વિકેટ રિવ્યુના કારણે મળી
મોહમ્મદ શમીએ 11મી ઓવરના 2 બોલમાં 2 વિકેટ ઝડપી હતી. તેણે આદિલ રશિદ અને માર્ક વુડને વિકેટકીપર ધ્રુવ જુરેલની ઓવરમાં કેચ આઉટ કરાવ્યા. શમીએ શોર્ટ લેન્થની ઓવરનો ત્રીજો બોલ ફેંક્યો. અહીં બોલ માર્ક વુડના ગ્લોવ્સ ને વાગીને વિકેટકીપરના હાથમાં ગયો. ભારતીય ટીમે અપીલ કરી, પરંતુ અમ્પાયરે નોટ આઉટ આપ્યો. સૂર્યકુમાર યાદવે DRS લીધું, જેનાથી ખબર પડી કે માર્ક વુડ આઉટ હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments