અમદાવાદમાં પોલીસ પર પથ્થર ફેંકવાની ઘટના સામે આવી છે. શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. આ દરમિયાન કેટલાક અજાણ્યા શખસો દ્વારા પોલીસ પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. જેને લઇને આસપાસના પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવ્યો હતો. હાલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.