back to top
Homeગુજરાતધરપકડ:સચિનમાં ઉદ્યોગપતિ પાસેથી રૂ. 45 લાખની ખંડણી લેનાર ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પુત્ર,...

ધરપકડ:સચિનમાં ઉદ્યોગપતિ પાસેથી રૂ. 45 લાખની ખંડણી લેનાર ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પુત્ર, 4 દિવસના પોલીસ રિમાન્ડ

સચીન ઇન્ડસ્ટ્રીયલના ડિરેરકટર મહેન્દ્ર રામોલિયા પાસે રૂપિયા પાંચ કરોડની ખંડણી માગનારા બંને આરોપીઓ્ને ચાર દિવસના રિમાન્ડ પર મોકલતો હુકમ કોર્ટે કર્યો હતો. બંને આરોપી આરટીઆઇ એક્ટિવિસ્ટોની બ્લેકમેઇલિંગનો ભોગ કેટલાં લોકો બન્યા છે એ દિશામા પોલીસે તપાસ આદરી છે અને રિમાન્ડના મુદ્દામાં પણ એનો ઉલ્લેખ કરાયો છે કે આરોપીએ કોની પાસે ખંડણી માગી છે તેની તપાસ કરવાની બાકી છે. આરોપીઓએ ઉઘરાણી માટે માણસો પણ રાખ્યા હોવાની માહિતી મળતાં પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. સચીન ઉપરાંત અન્ય ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવા અનેક આરટીઆઇ એક્ટિવિસ્ટો જંગી તોડપાણી કરતા હોવાની ચર્ચા પણ છેડાઈ ગઈ છે. સચીન ઇન્ડસ્ટ્રીયલના ડિરેક્ટરને કેમિકલનું પાણી ટ્રીટમેન્ટ વગર જ છોડવામાં આવતુ હોવાની વાત કરી આરોપી અજય રમેશ ત્રિવેદી અને તેજસ ભરત પાટીલે રૂપિયા પાંચ કરોડની ખંડણી માગી હતી અને બાદમાં 45 લાખની માગણી કરી હતા. રૂપિયા લઇને આરોપીઓ જેવા બહાર આવ્યા ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડક કરી લીધી હતી. નોંધનીય છે કે, સચિન જીઆઇડીસી વિસ્તારમાં ઘણા એકમોને પ્રદૂષણના નામે ગભરાવાય છે. જીપીસીબીમાં ફરિયાદ કર્યા બાદ પછી ઉદ્યોગપતિઓને ગભરાવતા હતા
આરોપીઓએ ઉદ્યોગપતિઓને બ્લેકમેઇલ કરવા માટે જીપીસીબીમાં પણ અનેક અરજીઓ કરી છે. ચર્ચા મુજબ જીપીસીબીના કેટલોક સ્ટાફ પણ આરોપીઓ સાથે હોવાની પણ શંકા છે. આરોપીઓએ કોની-કોની સામે અરજીઓ કરી છે અને આ અરજીઓ બાદ શું થયુ એની તપાસ પણ થઈ શકે છે. આરોપીના પિતા ભાજપના પૂર્વ કોર્પોરેટર
ધરપકડ કરાયેલા આરોપી તેજસ પાટીલના પિતા ભરત પાટીલ અગાઉ (2005 થી 2010) ભાજપના ઉધના વિસ્તારથી કોર્પોરેટર રહી ચૂકયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments