back to top
Homeદુનિયાપનામા કેનાલ પાછી ખેંચી લેવાની US ધમકીની અસર:પનામાએ કહ્યું- ચીન સાથે BRI...

પનામા કેનાલ પાછી ખેંચી લેવાની US ધમકીની અસર:પનામાએ કહ્યું- ચીન સાથે BRI એગ્રીમેન્ટ રિન્યૂ નહીં કરીએ

પનામાના રાષ્ટ્રપતિ રાઉલ મુલિનોએ રવિવારે કહ્યું કે, પનામા ચીન સાથે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI) કરારનું નવીકરણ કરશે નહીં. પનામાએ 2017માં ચીન સાથે આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. હવે તે સમય પહેલા ખતમ થવાની શક્યતાઓ છે. મુલિનોએ અમેરિકા સાથે નવા રોકાણ પર કામ કરવાની ઈચ્છા દર્શાવી છે. તેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રોજેક્ટ પણ સામેલ છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો રવિવારે જ પનામાની મુલાકાતે પહોંચ્યા હતા. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકન રાજદ્વારી દ્વારા પનામાની આ પ્રથમ મુલાકાત છે. મીડિયા સાથે વાત કરતા મુલિનોએ રૂબિયોની મુલાકાતને સંબંધોમાં નવા દરવાજા ખોલવા સમાન ગણાવી હતી. જોકે, તેમણે પનામા કેનાલના સાર્વભૌમત્વ પર ચર્ચા ન કરવાના મુદ્દાને પણ પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે, તેમણે રૂબિયો સાથે કેનાલ પર ચીન સાથે સંબંધિત અમેરિકન ચિંતાઓ વિશે વાત કરી હતી. અમેરિકાએ જરૂરી પગલાં લેવાની ચેતવણી આપી
મુલિનોના નિવેદન બાદ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે બંને દેશો વચ્ચેની વાતચીતની વિગતો શેર કરી હતી. તેમાં ચીન મુદ્દે પનામાને રૂબિયોની ચેતવણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પનામા કેનાલ પર ચીનના નિયંત્રણનો અર્થ એ થશે કે અમેરિકા તેના અધિકારોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેશે. 1977માં USA પનામાને નિયંત્રણ આપવા માટે એક સંધિ પર હસ્તાક્ષર કર્યા. કરાર મુજબ, જો કોઈ વિદેશી શક્તિ દ્વારા નહેરનું સંચાલન અવરોધાય છે, તો યુએસ લશ્કરી દખલ કરી શકે છે. જો કે, મુલિનોએ રવિવારે નકારી કાઢ્યું હતું કે યુએસ કેનાલને ફરીથી કબજે કરવા માટે લશ્કરી કાર્યવાહી કરશે. ટ્રમ્પે પનામા કેનાલને પાછી ખેંચી લેવાની ધમકી આપી
ગયા મહિને, શપથ ગ્રહણ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પનામા કેનાલને ફરીથી અમેરિકન નિયંત્રણ હેઠળ લેવાની ધમકી આપી હતી. આ નહેર કેરેબિયન દેશ પનામાનો ભાગ છે. 1999 સુધી આ નહેર પર અમેરિકાનું નિયંત્રણ હતું. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે પનામા આ નહેરનો ઉપયોગ કરવા માટે અમેરિકા કરતા વધુ ફી વસૂલ કરી રહ્યું છે. આ સિવાય ચીન કેનાલ પર પ્રભાવ વધારી રહ્યું છે. રેલી પછી ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર AI જનરેટેડ ફોટો પણ પોસ્ટ કર્યો. આ ફોટોમાં પનામા કેનાલની વચ્ચે અમેરિકન ધ્વજ લગાવવામાં આવ્યો હતો. તસવીરના કેપ્શનમાં ટ્રમ્પે લખ્યું હતું કે, ‘વેલકમ ટુ ધ યુનાઈટેડ સ્ટેટ્સ કેનાલ’ લખ્યું હતું. તેનો અર્થ યુનાઇટેડ સ્ટેટ્સની નહેરમાં આપનું સ્વાગત છે. BRI દ્વારા 70 દેશોને જોડવાની યોજના
ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલ એટલે કે BRIને નવો સિલ્ક રૂટ પણ કહેવામાં આવે છે. આ ઘણા દેશોનો કનેક્ટિવિટી પ્રોજેક્ટ છે. BRI હેઠળ એશિયા, યુરોપ અને આફ્રિકાના 70 દેશોને રેલ, રોડ અને સમુદ્ર દ્વારા જોડવાની યોજના છે. ચીન હિંદ મહાસાગરમાં અથવા ભારતની નજીકના દેશોમાં બંદરો, નેવલ બેઝ અને ઓબ્ઝર્વેશન પોસ્ટ બનાવવા માગે છે. BRI દ્વારા ચીન ઘણા દેશોને મોટી લોન આપી રહ્યું છે. જો તે લોન ચૂકવવામાં અસમર્થ હોય, તો તે તેમના બંદરો કબજે કરે છે. કોઈપણ દેશ દ્વારા શરૂ કરવામાં આવેલો આ સૌથી મોટો પ્રોજેક્ટ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments