back to top
Homeગુજરાતમુંબઇ પોલીસ દ્વારા IPS અધિકારીના પતિ સામે બીજી FIR:સુરતના વેપારી સાથે 7.42...

મુંબઇ પોલીસ દ્વારા IPS અધિકારીના પતિ સામે બીજી FIR:સુરતના વેપારી સાથે 7.42 કરોડની છેતરપિંડી, એકેડેમી માટે ખાખી ટી-શર્ટ અને હૂડીઝ સપ્લાયનો નકલી કોન્ટ્રાક્ટ આપ્યો હતો

મુંબઈ પોલીસની આર્થિક ગુનાખાતા (EOW) દ્વારા શુક્રવારે સુરતના એક વેપારી સાથે 7.42 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં IPS અધિકારીના પતિ પુરૂષોત્તમ ચવ્હાણ સામે બીજી FIR નોંધાઈ છે. આ કેસમાં ચવ્હાણે સુરતના વેપારી રાવસાહેબ દેસાઈ સહિત અન્ય લોકો સાથે ઠગાઈ કરી હોવાનું આરોપ છે. ટી-શર્ટ સપ્લાયના કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી હતી
EOW અધિકારીઓ મુજબ, ચવ્હાણે સુરતના વેપારી રાવસાહેબ દેસાઈ પાસેથી મોટી રકમ લૂંટી, જેમાં પુણે અને ઠાણે મહાનગરપાલિકાની ડેવલપમેન્ટ રાઈટ્સ (TDR)ના સસ્તા પ્લોટ અને નાશિક પોલીસ અકાદમીમાં ટી-શર્ટ સપ્લાયનો કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી હતી. કાગળપત્રોનો દસ્તાવેજી હેરાફેરી કરીને છેતરપિંડી કરી
તેમણે પોતાનું સરકારી સંબંધો અને પોલીસ વિભાગમાં પ્રભાવ હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તેમણે કોઇપણ વાયદા કર્યા નહીં અને વેપારી પાસે લીધેલા પૈસાનો કોઈ ચોક્કસ હિસાબ આપ્યો નહીં. ફરિયાદી દેસાઈના જણાવ્યા અનુસાર, ચવ્હાણે તેમના ખાતામાં ડિપોઝિટ કરાયેલા નાણાં અને કાગળપત્રોનો દસ્તાવેજી હેરાફેરી કરીને છેતરપિંડી કરી. પહેલી FIR બાદ બીજી FIR નોંધાઈ
EOW દ્વારા ગુરુવારે પહેલેથી જ ચવ્હાણ અને 11 અન્ય લોકો સામે એક FIR દાખલ કરવામાં આવી હતી, જેમાં 20 લોકો પાસેથી 24.78 કરોડ રૂપિયા છેતરપિંડી કરીને લઈ લેવાયા હતા. ચવ્હાણ અને તેના સાગરીતો નકલી દસ્તાવેજો બનાવી, સરકારી ક્વોટા હેઠળ સસ્તા દરે ફ્લેટ વેચવાનો દાવો કરી રહ્યા હતા. હવે બીજા કેસમાં, ચવ્હાણ અને તેના સાગરીતો નારાયણ સાવંત અને યશવંત પવાર સામે FIR નોંધાઈ છે. આ કેસમાં ચવ્હાણ અને તેના સાગરીતોએ સુરતના વેપારી પાસે જમીન અને ટી-શર્ટ સપ્લાય કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને મોટી રકમ પડાવી હતી. ચવ્હાણની ધરપકડ અને તપાસની કામગીરી
પુરૂષોત્તમ ચવ્હાણ હાલમાં 263 કરોડના આવકવેરા રિફંડ છેતરપિંડી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) દ્વારા પહેલેથી જ ધરપકડમાં છે. શુક્રવારે EOW દ્વારા ચવ્હાણના મુંબઈના કોલાબા સ્થિત નિવાસસ્થાને દરોડો પાડવામાં આવ્યો અને કેટલાક મહત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા. EOW હવે ચવ્હાણની પત્ની (IPS અધિકારી) ની પણ પૂછપરછ કરશે, જેથી આ છેતરપિંડીમાં તેમનો કોઈ સામેલ હતા કે નહીં તે તપાસી શકાય. આ ઉપરાંત, અહેવાલો અનુસાર IPS અધિકારી ચવ્હાણ વિરુદ્ધ માનસિક અને આર્થિક શોષણ, બાઈપોલર ડિસઓર્ડર અને નાણાકીય ગેરરીતિઓના આરોપ સાથે તલાક માટે અરજી કરી છે. નકલી ટેન્ડર ફાળવવા માટે મોટી રકમ લીધી
સુરતના વેપારી રાવસાહેબ દેસાઈ તરફથી જણાવવામાં આવ્યું છે કે, ચવ્હાણે નકલી ટેન્ડર ફાળવવા માટે મોટી રકમ લીધી. 2015માં થયેલી ઓળખ અને 2018માં શરૂ થયેલી છેતરપિંડી વેપારી રાવસાહેબ દેસાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 2015માં એક સાથી દ્વારા તેમની ઓળખ પુરુષોત્તમ ચવ્હાણ સાથે થઈ હતી. તે સમયે ચવાણે ટેક્સટાઇલ વિભાગ અને નેશનલ ટેક્સટાઇલ કોર્પોરેશન (NTC)માં પોતાની ઓળખાણ અને નેટવર્કનો દાવો કર્યો હતો. 2018માં, ચવ્હાણે દેસાઈને નાશિક પોલીસ એકેડેમી માટે ખાખી ટી-શર્ટ અને ઓલિવ કલરના હૂડીઝ સપ્લાય કરવાનું નકલી કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments