back to top
HomeગુજરાતPQRST-ACCEPT ટેકનિકથી દૂર કરાશે બોર્ડની પરીક્ષાનો ડર:રાજકોટમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે કાઉન્સેલિંગ સેન્ટર શરૂ,...

PQRST-ACCEPT ટેકનિકથી દૂર કરાશે બોર્ડની પરીક્ષાનો ડર:રાજકોટમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે કાઉન્સેલિંગ સેન્ટર શરૂ, વાલીએ કહ્યું- બાળકને જે વિષયમાં રસ હોય તેમાં આગળ વધવા દો

27 ફેબ્રુઆરીથી ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓને થતો એકઝામ ફોબિયા, નબળા પેપર જતા નાપાસ થવાના ડરે આપઘાતનો વિચાર તેમજ ડિપ્રેશન અને મનોભાર સહિતની સમસ્યાઓ દૂર કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં PQRST અને ACCEPT પદ્ધતિનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ અને વાલીઓની સમસ્યા જાણી તેને દૂર કરી માનસિક સ્વસ્થતા પ્રદાન કરવામાં આવશે. જેના ભાગરૂપે આ ભવનના વિદ્યાર્થીઓ દ્વારા આજથી અલગ અલગ શાળાઓએ પહોંચી પોસ્ટર પ્રેઝન્ટેશન સાથે બોર્ડના વિદ્યાર્થી અને તેમના વાલીઓને માર્ગદર્શિત કરવાનું શરૂ કરાયું છે. વિદ્યાર્થીઓ ઉપર પરીક્ષાનો ડર વધી રહ્યો છે
રાજકોટની ધોળકિયા સ્કૂલમાં ધો. 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી કર્મદીપસિંહના પિતા જયપાસલિંહ રાણાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર દૂર કરવા માટે જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે આવકાર્ય છે. કારણ કે હાલ વિદ્યાર્થીઓ ઉપર પરીક્ષાનો ડર વધી રહ્યો છે. જે ડર છેલ્લે વાલીઓ ઉપર આવે છે. વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ પરીક્ષા આપતા હોય તે પ્રકારનો ગંભીર માહોલ થઈ જાય છે. જેથી વિદ્યાર્થીઓને ઘણી વખત એવું થાય છે કે, હું નાપાસ જ થઈશ. હું કંઈ કરી નહીં શકું અને માનસિક ટોર્ચર થઈ જાય છે. ખરેખર એવું ન થવું જોઇએ. વિદ્યાર્થીઓને જે વિષયમાં રસ હોય તેમાં આગળ વધારવા જોઇએ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વાલીએ પણ વિદ્યાર્થીને સમજાવવાની જરૂર છે કે, તું નાપાસ થઈ તો જીવનમાં કંઈ જ નહીં કરી શકે તેવું નથી. વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે ઘણા બધા સ્કોપ છે. વિદ્યાર્થીઓને જે વિષયમાં રસ હોય તે વિષયમાં જ આગળ વધારવા જોઇએ. તેમણે જણાવ્યું કે, મારો પુત્ર ધો.8માં અભ્યાસ કરે છે. તેને આગળ જે રીતે જે વિષયમાં રસ હશે તે રીતે આગળ વધશે. મારી મોટી પુત્રી સાયન્સમાં A ગ્રુપમાં છે તો મેં તેને નથી કહ્યું કે B ગ્રુપમાં રહે. વાલી કહે તે ક્ષેત્રમાં જ આગળ વધે તેવું નથી હોતું. કોઇપણ સફળ વ્યક્તિને પૂછશો તો તેઓ એવું કહે છે કે મને જે ક્ષેત્રમાં રસ હતો તે જ ક્ષેત્રમાં હું મારી ઇચ્છાથી આગળ વધ્યો. વિદ્યાર્થીઓને દબાણ નહીં પ્રોત્સાહિત કરવા વાલીઓને અપીલ
સૌ. યુનિ.ના મનોવિજ્ઞાન ભવનમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઉન્નતિ દેસાઈએ જણાવ્યું હતું કે, થોડા દિવસોમાં ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે અમારા મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન દ્વારા વિદ્યાર્થીઓની સાથે વાલીઓને જાગૃત કરવા માટનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. બોર્ડના વિદ્યાર્થીઓને તેના પરિણામ માટે દબાણ નહીં પરંતુ પ્રોત્સાહિત કરે તેવી વાલીઓને અપીલ છે. આજે અમે જી.કે ધોળકિયા સ્કૂલમાં આવ્યા છીએ અને અહીં આવેલા વિદ્યાર્થીઓને વાલીઓને અમે માર્ગદર્શિત કર્યા હતા. વિદ્યાર્થીઓ પાસેથી વાલીઓએ આશાઓ રાખવી જોઇએ, પરંતુ વધુ પતડી અપેક્ષાઓ ન રાખવી જોઇએ. કારણ કે, જો તેવું થશે તો વિદ્યાર્થીઓ હતાશ થઈ જશે અને સારી રીતે બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં. 27 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે 26 ફેબ્રુઆરી સુધી અમે વિદ્યાર્થીઓ અલગ અલગ શાળાઓમાં જઈશું અને માર્ગદર્શન આપીશું. PQRST-ACCEPT ટેકનિકથી પરીક્ષાનો ડર દૂર કરાશે
મનોવિજ્ઞાન ભવનની અન્ય વિદ્યાર્થિની મયુરી બાંભણિયાએ જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષાનો ડર વિદ્યાર્થીઓને હોય છે. આ ઉપરાંત પરીક્ષા સમયે અમુક સવાલો ન આવડતા કે પેપર નબળું જતા તે આપઘાત કરી લે છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ અટકે તે માટે અમારું મનોવિજ્ઞાન ભવન વિદ્યાર્થીઓ અને વાલીઓને વિનામૂલ્યે માર્ગદર્શન આપી રહ્યું છે કે, તમે તમારા ડરમાંથી કઈ રીતે બહાર નીકળી શકો છો. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ યોગેશ જોગસણ અને અધ્યાપક ધારા દોશી વિદ્યાર્થીઓને વાલીઓનું કાઉન્સેલિંગ કરી પરીક્ષા ફોબિયા દૂર કરી આપશે. જેમાં PQRST અને ACCEPT પદ્ધતિનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ અને વાલીઓની સમસ્યા જાણી તેને દૂર કરી માનસિક સ્વસ્થતા પ્રદાન કરવામાં આવશે. વાલીઓને સવારે 10થી 12 અને સાંજે 4થી 6 માર્ગદર્શન આપશે
થોડા સમયમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. આ પરીક્ષા વખતે વિદ્યાર્થીઓ ચિંતા, ભય અને સ્ટ્રેસ અનુભવતા હોય છે, ત્યારે વાલીઓ તેમનું કઈ રીતે ધ્યાન રાખે તે અંગે મનોવિજ્ઞાન ભવન માર્ગદર્શન આપશે તેમજ તેઓના વર્તનમાં ફરફાર થાય તો ભવનનો સંપર્ક વાલીઓ તત્કાળ કરે જેથી તેઓની સમસ્યાઓનું સમાધાન કરી શકાય. મનોવિજ્ઞાન ભવનમાં વાલીઓને સવારે 10થી 12 અને સાંજે 4થી 6 માર્ગદર્શન આપવામાં આવશે. આ બે ટેકનિકથી વિદ્યાર્થીઓનો માનસિક ડર દૂર કરાશે
PQRST- Preview, Question, Read, Self Recitation, Test
Accept- Activities, Contribution, Comparison, Emotions, Pushing away, Thoughts, Sensations

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments