અમરેલી જિલ્લામા લાઠી, ચલાલા, રાજુલા, જાફરાબાદ એમ 4 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામશે. આ ઉપરાંત સાવરકુંડલા, દામનગર, અમરેલી અને મીઠાપુર ડુંગરી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી પણ યોજાશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ અમરેલી જિલ્લામાં જામશે. સામાન્ય રાજુલા, જાફરાબાદ લાઠી ચલાલામાં નગરપાલિકા ચૂંટણી યોજાશે. જેમાં ભાજપ કોંગ્રેસની વચ્ચે સીધો જંગ થશે. જોકે કેટલાક વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ચૂંટણી જંગમાં ઝપલાવ્યું છે. બીજી તરફ દામનગર અમરેલી સાવરકુંડલા અને ધારી તાલુકા પંચાયતની મીઠાપુર ડુંગરી બેઠક સહીત પેટા ચૂંટણી યોજાશે. જુઓ ચારેય પાલિકાના ઉમેદવારોના નામ…