આજે 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ છે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનાં પ્રોફેસર ડૉ.આશિષ પટેલ , IIT ગાંધીનગર અને એચ આર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુંટિકલ એજ્યુકેશન અને રિસર્ચ શિરપુર મહારાષ્ટ્ર, ના સંશોધકોની ટીમ દ્વારા ઍક વર્ષની મહેનતે જંગલી વાલોળ (કઠોળ)નાં પ્રોટીન અને હળદરના તત્વોમાંથી ફેફસાના કેન્સરના ઈલાજ માટે નેનો મેડિસિનની નવી શોધ કરવામાં આવી છે. જે ભવિષ્યમાં ફેફસાના કેન્સરમાં સારવારમાં ઉપયોગી બનશે. ટીમ દ્વારા કોનકાનાવાલીન-એ (CON -A) નામના પ્લાન્ટ લેક્ટીન જેને જંગલી વાલોળ માંથી કાઢીને સોલીડ લેપીડ નેનો પાર્ટીકલ્સ (SLNs) માં કર્કયુમીન (CU) સાથે ભરવામાં આવ્યું હતું. જે ફેફસાના કેન્સર સેલ્સ લાઇન (A549)ને ટાર્ગેટ કરીને આપવામાં આવ્યું હતું. સંશોધકો દ્વારા ફોરિયર ટ્રાન્સફોર્મ ઇન્ફ્રારેડ સ્પેકટ્રોસ્કોપી, એક્સ રે ડિફેક્શન, ડીફરિન્શ્યલ સ્કેનિંગ કેલેરીમેટ્રિ, થર્મોગેવીમેટ્રિક તેનાલીસીસ અને સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપી જેવી અદ્યતન તકનીકોનો ઉપયોગ કરીને વાલોળનાં પ્રોટીન (CON-A) – હળદરના તત્વો (CU-SLIs) ની સફળ બોંડિંગ કરીને તેમની સપાટીની રચના, પાર્ટિકલ સાઈઝ અને તેનું સ્થિરતાનું વિશ્લેષણ કરી અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેનાથી તૈયાર થયેલ નેનો મેડિસિન (દવા) થી ફેફસાના કેન્સરના કોષની વૃદ્ધિને અસરકારક રીતે રોકે છે. આ સંશોધનની આ લાભ થશે દેશમાં વર્ષે 14 લાખ, રાજ્યમાં 70000ને કેન્સર થઈ રહ્યું છે
નેશનલ કેન્સર રજીસ્ટ્રી પ્રોગ્રામના રિપોર્ટના અંદાજ મુજબ ભારતમાં 2021થી 2023 સુધી સરેરાશ 14 લાખ કેન્સરના કેસ હતા. ગુજરાતમાં અંદાજે વર્ષ 2023માં 75,290 કેન્સરના કેસ નોંધાયા હતા, સૌથી વધુ કેસ ઉત્તર પ્રદેશમાં 21 લાખ નોંધાયા હતા. બીજા ક્રમે પશ્ચિમ બંગાળમાં 1.16 લાખ હતાં.વર્ષ 2024 નો રિપોર્ટ જાહેર થયો નથી.