રસાડામાં ઉપલબ્ધ મસાલાઓનો યોગ્ય ઉપયોગ કેન્સરથી બચાવી શકે છે. અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશન અને ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરે હાલમાં જ એક રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો છે. તે મુજબ આપણા ઘરોમાં ઉપયોગમાં લેવાતા મસાલાઓમાં કેન્સરથી લડવાના ગુણ જોવા મળ્યા છે. જાણીએ કયા મસાલા કેટલી માત્રામાં રોજ ઉપયોગ કરીએ અને તેમાં રહેલા કયા તત્વો કેન્સરથી લડવામાં મદદ કરે છે. લસણ- ડીએનએ ક્ષતિને રોકીને કેન્સરથી બચાવે છે
તેમાં સલ્ફરના કમ્પાઉન્ડ્સ મળી આવે છે. તે કોલોરેક્ટલ કેન્સરના જોખમને ઓછું કરે છે. એલિસિન યૌગિક પણ તેમાં હોય છે, જે ડીએનએ ક્ષતિ રોકવા અને કેન્સર સેલ્સનો ગ્રોથ ઓછો કરવામાં સહાયક છે. પેટ, કોલન અને ફેફસાંના કેન્સરથી બચાવમાં ફાયદારૂપ છે. માત્રા- રોજ 1-2 કાચી કળીઓ હળદર- તેમાં કરક્યૂમિન, જે કેન્સર રોકે છે
હળદરમાં જોવા મળતા કરક્યૂમિનમાં કેન્સર પ્રતિરોધક ગુણોની પુષ્ટિ થઈ છે. હળદર પ્રોસ્ટેટ, પાચન તંત્ર, માથા અને ગરદનના કેન્સરથી બચાવમાં સહાયક થઈ શકે છે. તે બ્રેઈન, બ્રેસ્ટ અને કોલન કેન્સરની વિરુદ્ધ પણ પ્રભાવી હોઈ શકે છે. હળદરમાં એન્ટીઓક્સીડેંટ હોય છે.
માત્રા- રોજ 1/2થી 1 ચમચીની માત્રામાં હળદર ઉપયોગી હોય છે. આદુ- કેન્સર સેલ્સને વધવાથી રોકે છે
આદુમાં મળતા જિંજરોલ કેમિકલ એન્ટીઓક્સીડેંટ અને સોજા પ્રતિરોધક ગુણો માટે જાણીતું છે. તે ફ્રી રેડિકલ્સને નષ્ટ કરી કેન્સર સેલ્સને વધતા રોકે છે. કોલન, પેંક્રિયાજ અને ઓવેરિયન કેન્સર રોકવામાં સહાયક છે.
માત્રા- દિવસમાં 1-2 ગ્રામ આદુનો પાવડર કે 1-2 ઈંચ તાજું આદુ. મરી- તેમાં કેન્સરને રોકવાના ગુણ
તેમાં ફ્લેવોનોયડ્સ અને ફેનોલિક એસિડ મળી આવે છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે આ બંને શરીરીમાં કેન્સરના વિકાસને રોકી શકે છે. તેમાં પાઈપરિન પણ હોય છે જે કરક્યૂમિનના અવશોષણને 2000% સુધી વધારી દે છે. કેન્સર-પ્રતિરોધક પ્રભાવ વધારે છે.
માત્રા- રોજ 1/4થી 1/2 ચમચી મરી, ખાસ તો હળદરની સાથે. તજ- એન્ટીઓક્સિડેંટ ગુણ કેન્સર રોકી શકે છે
તેમાં સિનામાલ્ડિહાઈડ અને એન્ટીઓક્સીડેંટ ગુણ હોય છે, જે કેન્સર સેલ્સનો વિકાસ રોકી શકે છે. બ્લડ શુગરને નિયંત્રિત રાખીને કેન્સરના રિસ્કને ઓછું કરવામાં મદદ કરે છે. પ્રોસ્ટેટ કેન્સરને રોકવામાં ઉપયોગી હોવાનું સામે આવ્યું છે. માત્રા- રોજ 1/2થી 1 ચમચી પાવડર લેવો જોઈએ.