ઇબ્રાહિમ અલી ખાનનું નામ બી-ટાઉનના સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાં સામેલ છે. ઇબ્રાહિમ ટૂંક સમયમાં ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. તાજેતરમાં જ, તેની આગામી ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી અને હવે ઇબ્રાહિમ એક વીડિયોને કારણે ચર્ચામાં આવ્યો છે. ઇબ્રાહિમ કોના પર ગુસ્સે થયા?
ઇબ્રાહિમ અલી ખાનની તુલના તેના પિતા સૈફ સાથે કરવામાં આવે છે. તેનો લુક અને પર્સનાલિટી એકદમ સૈફ જેવા જ છે. જ્યારે પણ ફેન્સ તેને મળવા આવે છે ત્યારે તે નિખાલસતાથી મળે છે. તે ક્યારેય કોઈ વિવાદમાં ફસાયો નથી પરંતુ તાજેતરના એક વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે. ઈબ્રાહિમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક્ટર એક મિસ્ટ્રી ગર્લ પર ગુસ્સે થતો જોવા મળે છે. મેક્સ ઓફ ઈન્ડિયા નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર ઈબ્રાહિમનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. ક્લિપમાં, તે એક મહિલા સાથે ખૂબ જ ગુસ્સામાં વાત કરતો જોઈ શકાય છે. મિસ્ટ્રી ગર્લ તેને ચૂપ રહેવાનો ઈશારો કરે છે. પછી તે લિફ્ટ તરફ ચાલતી પકડે છે, પછી ઇબ્રાહિમ પણ તેની ગુસ્સો કરતાં કરતાં જાય છે. વાઈરલ વીડિયોની હજુ કોઈ પૃષ્ટિ થઈ નથી
આ વીડિયોમાં ઇબ્રાહિમ અલી ખાન ગુસ્સામાં હતો પણ પાછળ ખુશી કપૂર હસી રહી છે. પોસ્ટ સાથે એક્ટર ગુસ્સે કેમ થયો તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. શું કોઈ ઝઘડો થયો હતો કે બીજું કંઈક? આ પ્રકારના સવાલો ફેન્સના મનમાં ચાલી રહ્યા છે. જોકે, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે આ વીડિયો અંગે કોઈ પણ પ્રકારની પૃષ્ટિ હજુ કરવામાં આવી નથી.