back to top
Homeગુજરાતટ્રેનના એન્જિન પર યુવક ચડી જતા દોડધામ:સુરત રેલવે સ્ટેશન પર 45 મિનિટ...

ટ્રેનના એન્જિન પર યુવક ચડી જતા દોડધામ:સુરત રેલવે સ્ટેશન પર 45 મિનિટ ડ્રામા સર્જાયો, RPFએ મહામહેનતે નીચે ઉતાર્યો; 7 ટ્રેનો મોડી પડી

સુરત રેલવે સ્ટેશન પર આજે એક યુવક ટ્રેન પર ચડી જતા ભારે હંગામો સર્જાયો હતો. યુવક ટ્રેન પર ચડીને બચાવવા જનારને ઈલેક્ટ્રીક વાયર પકડી લેવાનું કહેતો હતો અને પકડવાનો પ્રયાસ પણ કરતો હતો. યુવકને લોકો અને આરપીએફ દ્વારા 45 મિનિટની ભારે જહેમતે નીચે ઉતારવામાં આવ્યો હતો. યુવક માનસિક બીમાર હોવાનું પ્રાથમિક સામે આવ્યું છે. જ્યારે આ હંગામા ના પગલે સાત જેટલી ટ્રેન મોડી પડી હતી. ટ્રેનના એન્જિન પર ચડી જતા દોડધામ મચી
મળતી માહિતી પ્રમાણે, સુરત રેલ્વે સ્ટેશન પર આવેલા પ્લેટફોર્મ નંબર 4 પર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન આવીને ઊભી રહી હતી. દરમિયાન એક યુવક એન્જિનની ઉપર ચડી ગયો હતો. યુવક ટ્રેનના એન્જિન પર બેસીને હાથ જોડતો હતો અને ઇશારાઓ કરી રહ્યો હતો. લોકો તેને સમજાવીને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા જો કે તે ઉતરી રહ્યો ન હતો. આ અંગેની જાણ થતાં જ આરપીએફના જવાનો પણ દોડી આવ્યા હતા. શરૂઆતમાં સમજાવીને ઉતારવાનો પ્રયાસ કરતા તે નીચે ઉતરતો ન હતો. ઈલેકટ્રિક વીજ વાયરમાં પાવર સપ્લાય બંધ કરાયો
બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન સુરત રેલવે સ્ટેશન પહોંચી હતી. ત્યારે 9.18 કલાકે આ યુવક ટ્રેનના એન્જિન પર ચડી ગયો હતો. આ અંગેની જાણ થતા જ પહેલા 9.23 કલાકે ઈલેક્ટ્રીક સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી. આ સાથે જ આરપીએફ અને લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને યુવકને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ભારે જહમત બાદ આરપીએફ જવાન અને લોકો બંનેએ મળીને યુવકને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા.આરપીએફ જવાનો અને લોકો યુવક સુધી પહોંચતા જ યુવક ઇલેટ્રીક વાયર પકડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે વીજ સપ્લાય બંધ હોવાથી યુવકને કંઈ થયું ન હતું દરમિયાન 45 મિનિટને જઈ મત બાદ આરપીએફ અને લોકો દ્વારા યુવકને નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. યુવક માનસિક બીમાર હોવાનો પ્રાથમિક રીતે સામે આવ્યું છે. જોકે યુવકને આરપીએફ દ્વારા લઈ જવામાં આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હંગામાના કારણે 7 ટ્રનો મોડી પડી
યુવક ટ્રેન પર ચડી જવાના કારણે ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી હતી. 45 મિનિટ સુધી ચાલેલા આ ડ્રામા ના કારણે સાત જેટલી ટ્રેનો મોડી પડી હતી. આ ટ્રેનોને 45 મિનિટ સુધી રાહ જોવી પડી હતી. જયપુર સુપરફાસ્ટ, મેમુ, ડબલ ટેકર, તેજસ એક્સપ્રેસ, હમસફર એક્સપ્રેસ, સયાજી નગરી, ડિલક્ષ એક્સપ્રેસ ટ્રેન 45 મિનિટ સુધી મોડી પડી હતી. જેના કારણે મુસાફરોને પણ હલાકીનો સામનો કરવો પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પ્લેટફોર્મ ઉપર ઉભી રહેલી ટ્રેનના એન્જિન ઉપર ચડી જવાને લઈને આરપીએફની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. રેલવે પોલીસની એકચૂક ના કારણે હજારો મુસાફરોને પણ અલાકીનો સામનો કરવો પડ્યો હતો. આરપીએફ જવાનો હોવા છતાં પણ આ યુવક ટ્રેન સુધી કઈ રીતે પહોંચ્યો એ એક તપાસનો વિષય છે. આ મામલે રેલવે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments