આજે સંસદના બજેટ સત્રનો ચોથો દિવસ છે. લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન સપા સાંસદ અખિલેશ યાદવે સંબોધન કર્યુ હતું. અખિલેશે મહાકુંભની ઘટના પર 2 મિનિટનું મૌન પાળવાની માંગ કરી હતી. સ્પીકરે આનો ઇનકાર કર્યો હતો. જો શાસક પક્ષના મનમાં ગુનાની ભાવના જ નથી તો પછી આંકડાઓ કેમ છુપાવવામાં આવી રહ્યા છે.
ડિજિટલ કુંભનું આયોજન કરનારા લોકો મૃત્યુના આંકડા આપી શકતા નથી. સપા અધ્યક્ષે કહ્યું કે ત્યાં (મહાકુંભમાં) લોકોના ચંપલ અને કપડાં વેરવિખેર પડ્યા હતા. યુપીના સીએમએ દુખ વ્યક્ત કર્યુ નહીં, જ્યારે લોકોના મૃત્યુની વાત આવે છે, ત્યારે તેમણે 17 કલાક પછી દુખ વ્યક્ત કર્યુ. પહેલા અખાડાઓમાં સ્નાન રદ કરવામાં આવ્યું અને જ્યારે સમગ્ર દેશમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો, ત્યારે ફરીથી સ્નાન કરાવવામાં આવ્યું. અખિલેશ યાદવે પણ કહ્યું… ડબલ એન્જીન સરકાર મહાકુંભમાં ફેલ થઈ. તેથી તેની જવાબદારી સેનાને સોંપવી જોઈએ. આજે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રપતિના અભિભાષણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પોતાનું ભાષણ આપશે. સંસદનું બજેટ સત્ર શુક્રવાર (31 જાન્યુઆરી)થી શરૂ થયું. પહેલું સત્ર 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી અને બીજું સત્ર 10 માર્ચથી 14 એપ્રિલ સુધી ચાલશે. આ સત્રમાં 16 બિલ રજૂ થઈ શકે છે. જેમાંથી 12 બિલ 2024ના ચોમાસા અને શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવ્યા હતા.