વિદેશમાં રહેતા ભારત યોને આધાર કાર્ડ કઢાવવો હોય તો બારડો લીમાં 25 થી 30 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડી રહ્યો છે. બારડો લીમાં NRIઓનું આગમન થયું હોય આધાર કાર્ડના નામે ચાલતી હાટડ ઓમાં આ ગોરખ ધંધો હાલ ફુલ્યો ફાલ્યો છે. NRIઓને આધાર કાર્ડ કાઢી આપવા મામલે ચાલી રહેલી હાટડ ઓમાં જઈને ભાસ્કર દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. NRIના આધાર કાર્ડ માટે કોઈ ખર્ચ ન હોવા છતાં આવી હાટડ ઓમાં 25 થી 30 હજાર રૂપિયા વસુલાય રહ્યા છે. દોડધામ ન કરવી પડે એટલા માટે NRIઓ આ રકમ આપી પણ દેતાં હોવાનું જાણવા મળ્યું છે. આ રકમ ઉપર સુધી પહોંચતી હોય આવી આધાર કાર્ડની હાટડીના સંચા કોને ઉની આંચ પણ આવતી નથી. ભાસ્કર દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરે નમાં ચોંકા વનારી હકીકતો સામે આવી હતી. બારડ લીના તલાવડી મેદાનની સામે આવી બે સેન્ટરોમાં આ બાબતે પૃચ્છા કરવા જતાં એક સેન્ટરમાં બેઠેલા શખ્સને NRI ના આધાર કાર્ડ માટેની પ્રક્રિયા અંગે પૂછતાં તેમણે અંદાજીત 30 હજારનો ખર્ચો થશે અને આ માટે NRIનો પાસપોર્ટ, પાન કાર્ડ અને ઓસ આઈ જેવા ડોક્યુક મેન્ટની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. તેમજ એક મહિનામાં કરી આપવાની ગેરેન્ટી પણ આપી હતી. આ જ સેન્ટરની નજીકમાં જ ક્રિકેટ ગ્રાઉંડની સામે આવેલ અન્ય એક સેન્ટરમાં જતા ત્યાં ઉપસ્થિત મહિલા કર્મચા રીએ દીવાલ પર ચોંટાડેલ મોબાઇલ નંબર બતાવ્યો હતો. જો કે, એ નંબર પર સાદો કોલ લાગતો ન હોય વોટ્સએપ પર કોલ કરવા જણાવ્યું હતું. કર્મચા રીએ તેના ફોન પરથી જ વોટ્સએપ પર ફોન લગાવી આપ્યો હતો અને ભાસ્કરના રિપોર્ટરે તેની સાથે વાત કરી હતી. જેમાં તેણે NRIનો આધાર કાર્ડ બનાવી આપવાની ખાતરી આપી હતી. પરંતુ આ બધું ઉપરથી થતું હોય 25 થી 30 હજારનો ખર્ચ થશે એમ જણાવ્યું હતું. મહિનામાં આધારકાર્ડ આપી દેવાનો દાવો ડૉક્યુમેન્ટ અને વ્યક્તિની હાજરી જરૂરી છે. પરંતુ NRI વ્યક્તિએ 180 દિવસ ભારતમાં રોકાયો ન હોય તો પણ તેઓ આધારકાર્ડ કાઢી આપવાનો દાવો કરે છે. એક મહિનામાં જ આધાર કાર્ડ ઇશ્યૂ કરી આપે છે. આ આધાર કાર્ડ માટે તેમના સેન્ટર પર ડૉક્યુમેન્ટ જમા કરાવવાનું હોય છે અને ત્યારબાદ તેઓ જે જગ્યાએ બોલાવે ત્યાં જ જઈને પોતાના ફિંગરપ્રિન્ટ આપવાના હોય છે. ત્યારબાદ પ્રોસેસ કરવામાં આવે છે. કેસ – 1
ભાસ્કર : મારા કઝિન ડ્યુઅલ સીટીઝનશીપ ધરાવે છે તેનું આધાર કાર્ડ કઢાવવાનું છે
દલાલ : કયું ગામ
ભાસ્કર : કુંભારિયા
ભાસ્કર : શું ડૉક્યુમેન્ટ જોઈએ:
દલાલ : વોટિંગ કાર્ડ, પાન કાર્ડ
ભાસ્કર : વોટિંગ કાર્ડ નથી પણ પાન કાર્ડ છે
ભાસ્કર : કેટલો ખર્ચો થાય?
દલાલ : 25000 જેટલો થાય
ભાસ્કર : એક જણનો કે બંનેનું થઈ જાય?
દલાલ : ના, એક નો ખર્ચો 25000
ભાસ્કર : એમણે ફિઝિકલી આવવું પડશે ?
દલાલ: હા,
ભાસ્કર : કઈ જગ્યાએ?
દલાલ: કેમ્પ લાગે ત્યારે અમે જણાવીશું, અત્યારે જણાવી શકીએ નહીં કેસ- 2
ભાસ્કર : એનઆરઆઇનો આધાર કાર્ડ કાઢવો છે
દલાલ : કેટલી ઉંમર છે કાકા ની?
ભાસ્કર : 40 વર્ષ, એક ભાઈ અને એક બહેનનું કામ છે.
દલાલ : ખર્ચો થશે વધારે.
ભાસ્કર : કેટલો થશે ?
દલાલ : 30000 જેટલો
ભાસ્કર : શું શું ડૉક્યુમેન્ટ જોઈએ?
દલાલ : પાસપોર્ટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ઓસીઆઇ હોય તો તે જોઈએ.
દલાલ : મહિનામાં થઈ જાય તેની ગેરેન્ટી
ભાસ્કર : જાતે હાજર જોઈએ?
દલાલ : હા, જોઈએ, એક વાર ફિંગર પ્રિન્ટ માટે બોલાવે. NRIના આધાર કાર્ડ માટે વધુ ફી લેવાની હોતી નથી
બારડોલી એસડીએમ જીજ્ઞા પરમાર સાથે આ અંગે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, NRIના આધાર કાર્ડ માટે નિર્ધારિત ફીથી વધુ ફી લેવાની હોતી નથી. નિયમ પ્રમાણે NRIએ 180 દિવસ ભારતમાં રોકાવું પડે છે અને તમામ ડૉક્યુમેન્ટ યોગ્ય હશે તો તેમનો આધાર કાર્ડ ઇશ્યૂ કરી દેવામાં આવશે. નોંધ: અહીં દલાલ રૂબરૂ મળવાનું ટાળે છે અને મોબાઇલના સાદા કોલની જગ્યાએ વોટ્સએપથી વાત કરે છે જેથી વાતચીત રેકોર્ડિંગ કરી શકાય નથી.