back to top
Homeભારતમહારાષ્ટ્રમાં સરકારી ઓફિસમાં મરાઠી ભાષા ફરજિયાત:નોટિસ અને નિર્દેશ પણ મરાઠીમાં હશે; ઉલ્લંઘન...

મહારાષ્ટ્રમાં સરકારી ઓફિસમાં મરાઠી ભાષા ફરજિયાત:નોટિસ અને નિર્દેશ પણ મરાઠીમાં હશે; ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી

મહારાષ્ટ્ર સરકારે ગવર્નમેન્ટ અને સેમી ગવર્નમેન્ટ ઓફિસોમાં તમામ પ્રકારના સંવાદ માટે મરાઠી ભાષા ફરજિયાત કરી છે. આદેશ મુજબ, તમામ શહેરી સંસ્થાઓ, સરકારી નિગમો અને સહાયિત સંસ્થાઓમાં મરાઠી ભાષાનો ઉપયોગ ફરજિયાત રહેશે. આ નિયમ રાજ્યભરમાં સૂચના બોર્ડ અને દસ્તાવેજો પર પણ લાગુ કરવામાં આવ્યો છે. રાજ્ય આયોજન વિભાગે સોમવારે આ સૂચના જાહેર કરી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ અધિકારી આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. સરકારની મરાઠી ભાષા નીતિ ગયા વર્ષે મંજૂર કરવામાં આવી હતી. આ નીતિનો ઉદ્દેશ્ય ભાષાનું જતન, પ્રોત્સાહન અને વિકાસ કરવાનો છે, જેથી સરકારી કામકાજમાં મરાઠીનો ઉપયોગ વધારી શકાય. આદેશમાં સમાવિષ્ટ નિયમો 2024માં મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળશે મહારાષ્ટ્ર રાજભાષા અધિનિયમ ૧૯૬૪ મુજબ, રાજ્યના તમામ સત્તાવાર દસ્તાવેજો, જેમાં ઠરાવો, પત્રો અને પરિપત્રો શામેલ છે, મરાઠીમાં હોવા જોઈએ. ૨૦૨૪માં મંજૂર થયેલી મરાઠી ભાષા નીતિમાં ભાષાના સંરક્ષણ, સંવર્ધન, પ્રચાર અને વિકાસ માટે તમામ જાહેર બાબતોમાં મરાઠીનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં, કેન્દ્ર સરકારે લાંબા સમયથી ચાલી આવતી માંગણીને પૂર્ણ કરીને મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો. કેન્દ્રએ કહ્યું હતું કે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળવાથી ખાસ કરીને શિક્ષણ અને રિસર્ચ ક્ષેત્રે રોજગારની તકો વધશે. આદેશમાં જણાવાયું છે કે ભાષા નિયમોનું પાલન ન કરનારા સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ઓફિસના સીનિયર અધિકારીઓ અથવા વિભાગના વડાઓને ફરિયાદ કરી શકાય છે. તેઓ તપાસ કરશે અને જરૂર પડ્યે પગલાં લેશે.​​​​​​ મરાઠી ભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે નવા બિઝનેસને મરાઠીમાં નામ રજીસ્ટર કરાવવું પડશે. આ નીતિનો ઉદ્દેશ રાજ્ય વહીવટ અને જાહેર જીવનમાં મરાઠી ભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments