UCC લાગુ કરનાર બીજુ રાજ્ય બનશે ગુજરાત ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાશે. SCના નિવૃત ન્યાયાધીશની અધ્યક્ષતામાં 5 સભ્યોની ટીમ બનાવાઈ છે.. જે 45 દિવસમાં સરકારને રિપોર્ટ સોંપશે. અમદાવાદ બાદ અન્ય ત્રણ શહેરોમાંથી બસ રવાના અમદાવાદ બાજે આજે રાજકોટ, વડોદરા, સુરતથી પણ પ્રયાગરાજ માટે પહેલી બસ ઉપડી. શ્રીફળ વધેરી, પૂજા અર્ચના કરી બસને રવાના કરાઈ.. 7 વર્ષના બાળકથી લઈ 72 વર્ષના વૃદ્ધા મહાકુંભ માટે ઉત્સાહિત જોવા મળ્યા. IPS અભય ચુડાસમાએ આપ્યું રાજીનામુ આઈપીએસ અભય ચુડાસમાએ રાજીનામું આપ્યું. અભય ચુડાસમા ઓક્ટોબરમાં નિવૃત્ત થવાના હતા, પણ તે પહેલા જ રાજીનામુ આપતા અનેક સવાલો ઉભા થયા છે. જો કે હજુ તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન કડીના ધારાસભ્ય કરશન સોલંકીએ આજે અમદાવાદ સિવિલમાં અંતિમ શ્વાસ લીધા.. કરશન સોલંકી લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા.તેમના વતન નગરાસણ ગામે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. નગરપાલિકામાં ફોર્મ ચકાસણી વખતે વિવાદ સર્જાયો કોડિનાર નગરપાલિકામાં ફોર્મ ચકાસણી વખતે વિવાદ સર્જાયો.. ભાજપ કોંગ્રેસના આગેવાનો વચ્ચે બોલાચાલી થતા ફોર્મ ચકાસણી મોકૂફ રાખવામાં આવી..તો કોંગ્રેસના 7 અને આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારે પોતાના ફોર્મ પરત ખેંચી લીધા.. ભાજપ કંસની વંશજ છે – ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના 8 ઉમેદવારોના ફોર્મ રદ થતા ભાજપ પર લોકતંત્રની હત્યાનો આક્ષેપ કરી પ્રહાર કર્યા.. નીતિન પટેલને આપવો પડ્યો ખુલાસો કડીમાં કાર્યક્રમ દરમિયાન રાજકારણમાં દલાલો વધી ગયા છે તેવું નિવેદન આપ્યા બાદ નીતિન પટેલે ખુલાસો આપ્યો.. એક્સ પર પોસ્ટ કરી કહ્યું આ વાત બધાજ જમીન દલાલોને લાગુ પડતી નથી. પરંતુ પક્ષના હોદ્દાનું નામ વટાવી પોતાના કામો કરાવતા લોકો માટે કહ્યું હતું. . મહિલા પર કરાયેલા અત્યાચાર પર HCની સુઓમોટો દાહોદના સંજેલી ગામમાં મહિલાને બાઈક પાછળ બાંધી અર્ધનગ્ન કરી દોડાવવાના મામલે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો લીધી.. હાઈકોર્ટે સરકારને એક્શન ટેકન રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. કેન્ટીનના સંચાલક સામે કાર્યવાહી કરવાની માગ ગુજરાત યુનિ.ની કેન્ટીનમાં મળતા સોસ અને મસ્કાબન ખાવા લાયક ન હોવાનો એનએસયુઆઈએ આક્ષેપ કર્યો.. લેબમાં કરાવેલા ટેસ્ટમાં સોસ અને મસ્કાબનમાં સિન્થેટિક કલર મળી આવ્યો.. સ્કોર્પિયોએ ગોથા ખાતા બે વિદ્યાર્થીઓના મોત હિંમતનગર -વિજાપુર હાઈવે પર ઓવરસ્પીડમાં જઈ રહેલી સ્કોર્પિયો ગાડી 4-5 ગોથા ખાઈ ગઈ,જેમાં કારમાં સવાર 2 વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા જ્યારે બે લોકો ઘાયલ થયા છે..