back to top
Homeગુજરાતસફળ સારવાર:બાયડમાં અધૂરા સમયે જન્મેલા બાળકને કૃત્રિમ શ્વાસોશ્વાસ, બે મહિનાની જહેમત બાદ...

સફળ સારવાર:બાયડમાં અધૂરા સમયે જન્મેલા બાળકને કૃત્રિમ શ્વાસોશ્વાસ, બે મહિનાની જહેમત બાદ બચાવ્યું

બાયડમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અધૂરો માસ તથા ખૂબ જ ઓછું વજન ધરાવતા બાળકને તબીબની બે મહિનાની મહેનતથી હેમખેમ બચાવી લેવામાં આવ્યું હતું. નિરામયા હોસ્પિટલના ડોક્ટર ધ્રુવભાઈ ચૌધરી એ જણાવ્યું કે હોસ્પિટલમાં ખૂબ જ વિચારમાં મૂકી દેવો બનાવ બન્યો છે. મૂળ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ગોગજીપુરા ગામની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તેને બાયડ ખાતે આવેલ હોસ્પિટલ હોસ્પિટલ નિરામયા લાવવામાંઆવી હતી. મહિલાની કન્ડિશન ક્રિટિકલ દેખાઈ આવી હતી. સાડા સાત મહિના ની અધુરા માસની ડીલીવરીમાં માત્ર 700 ગ્રામ વજન ધરાવતી બાળકી નો જન્મ થયો હતો જીવન મરણ વચ્ચે યુદ્ધ રમતી આ બાળકીને હોસ્પિટલનો સ્ટાફ તથા ડોક્ટરે બચાવવનું નક્કી કરતા સતત બે મહિના સુધી આ બાળકીને ડોક્ટર દ્વારા કુત્રિમ શ્વાસોશ્વાસ. આપી પ્રયાસ હાથ ધર્યા હતા જેમાં તબીબોની મહેનત રંગ લાવી હતી અને બાળકીને બચાવી લેવામાં આવી હતી બાળકીને રજા આપતી વેળાએ સમગ્ર હોસ્પિટલમાં લાગણી સભર દ્રશ્યો ઊભા થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments