back to top
Homeમનોરંજનસોનુ નિગમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યો:એક દિવસ પહેલા કોન્સર્ટમાં તબિયત બગડી હતી,...

સોનુ નિગમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યો:એક દિવસ પહેલા કોન્સર્ટમાં તબિયત બગડી હતી, સ્વસ્થ થતાં જ રાષ્ટ્રપતિ ભવન દિવસ પર પરફોર્મ કર્યું

સિંગર સોનુ નિગમે સોમવાર, 3 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યો. આ દરમિયાન, તેણે રાષ્ટ્રપતિ ભવનના ઓપન થિયેટરના ઉદ્ઘાટન પ્રસંગે પર્ફોમન્સ કર્યું. આના એક દિવસ પહેલાં જ પુણેમાં એક કોન્સર્ટ દરમિયાન સોનુ નિગમની તબિયત બગડી ગઈ હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ કાર્યાલયે કાર્યક્રમના ફોટા શેર કર્યા
રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા ટ્વિટર પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેમાં લખ્યું છે કે, ‘ફેમસ સિંગર અને મ્યુઝિક ડિરેક્ટર સોનુ નિગમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. રાષ્ટ્રપતિ ભવન દિવસ નિમિત્તે તેણે રાષ્ટ્રપતિ ભવનમાં નવા બનેલા ઓપન એર થિયેટરમાં પણ પરફોર્મ કર્યું હતું. ‘કોન્સર્ટ દરમિયાન મને પીઠનો દુખાવો થયો હતો’
સોનુ નિગમે સોમવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે બેડ પર સૂતો જોવા મળ્યો હતો. તેણે કહ્યું, ‘આ મારા જીવનનો સૌથી મુશ્કેલ દિવસ હતો, પણ તે સંતોષથી ભરેલો હતો. હું ગાતો હતો અને ઊછળકૂદ કરતો હતો, જેના કારણે મારી કમર જકડાઈ ગઈ, પણ મેં કોઈક રીતે તેને કાબૂમાં રાખી. હું ક્યારેય લોકોની અપેક્ષા કરતાં ઓછું આપવા માગતો નથી. માટે મેં મારું બેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો. સિંગિગ માટે ઘણા પુરસ્કારો જીત્યા છે
સ્ટેજ સિંગર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર સોનુ નિગમે ‘મોર્ડન રફી’નું બિરુદ મેળવ્યું છે. તેમની કારકિર્દીમાં, તેમણે 32થી વધુ ભાષાઓમાં આશરે 6 હજાર ગીતો ગાયા છે. શાનદાર સિંગિગ માટે, તેને રાષ્ટ્રીય પુરસ્કાર, ફિલ્મફેર પુરસ્કાર સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યો છે. સોનુ નિગમને વર્ષ 2022 માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments