અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને ટેરિફ વોરની આક્રમક ચીમકી આપીને તાજેતરમાં કેનેડા અને મેક્સિકો પર 25% અને ચાઈના પર 10% એડીશનલ ટેરિફ લાદ્યા બાદ વાટાઘાટ થકી કેનેડા અને મેક્સિકો પર હાલ તુરત એક મહિના માટે ટેરિફ અમલને બ્રેક લગાવતાં અને બીજી તરફ ચાઈના પર 10% ટેરિફમાં કોઈ ફેરફાર નહીં કરતાં સામે ચાઈનાએ અમેરિકાની ચીજોની આયાત પર ટેરિફ લાદતા અને ગુગલ મામલે તપાસના આદેશ છોડતાં એડવાન્ટેજ ઈન્ડિયા બન્યું હોય એમ ગઈકાલે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો, જો કે આજે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, મેક્સિકો તથા કેનેડા સામે ટેરીફનો અમલ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા એક મહિનો પાછો ઠેલવાતા ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડના વિવિધ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક દ્વારા એપ્રિલ મહિનાથી ઉત્પાદન કાપમાં કપાત કરી ઉત્પાદન વધારવામાં અહેવાલે ક્રૂડતેલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.69% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.42% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, એફએમસીજી, કન્ઝ્યુમર ડયુરેબલ, કન્ઝ્યુમર ડિસ્ક્રીશનરી, ઓટો અને બેંકેકસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4106 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1417 અને વધનારની સંખ્યા 2548 રહી હતી, 141 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 6 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 11 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23772 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23606 પોઈન્ટના પ્રથમ અને 23474 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23808 પોઈન્ટ થી 23939 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23606 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 50531 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 50676 પોઈન્ટ પ્રથમ અને 50808 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 50373 પોઈન્ટ થી 50303 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 50808 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
હિન્દુસ્તાન યૂનિલિવર ( 2403 ) :- એફએમસીજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2360 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2334 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2434 થી રૂ.2440 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2438 ઉપર તેજી તરફી ધ્યાન.
નેસલે ઈન્ડિયા ( 2240 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.2208 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.2188 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.2257 થી રૂ.2273 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
ગોદરેજ પ્રોપર્ટીઝ ( 2300 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.2373 આસપાસ વેચવાલી થકી રૂ.2274 થી રૂ.2260 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2403 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
એસીસી લિ. ( 2054 ) :- રૂ.2077 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.2084 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.2027 થી રૂ.2014 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.2103 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, રિટેલ રોકાણકારોનું હોલ્ડિંગ વધી વિક્રમી સપાટીએ પહોંચ્યું છે. ભારતીય ઈક્વિટીસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી જ્યારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદીને પગલે બન્ને વચ્ચે દેશના ઈક્વિટી હોલ્ડિંગનો તફાવત સતત ઘટી રહ્યો છે અને ડીઆઈઆઈ પાસે ઈક્વિટીસનું હોલ્ડિંગ એફઆઈઆઈના હોલ્ડિંગને પાર કરી જવાની તૈયારીમાં છે. ડિસેમ્બર ત્રિમાસિકના અંતે એફઆઈઆઈ તથા ડીઆઈઆઈ વચ્ચે ઈક્વિટીસ હોલ્ડિંગનું અંતર અત્યારસુધીની નીચી સપાટીએ જોવા મળ્યું હતું. એનએસઈમાં લિસ્ટેડ શેરોમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ ડિસેમ્બર ત્રિમાસિકમાં ઘટી 17.23% સાથે 12 વર્ષની નીચી સપાટીએ રહ્યું હતું જ્યારે ડીઆઈઆઈ પાસે હોલ્ડિંગ વધી 16.90% પહોંચી ગયું હતું. આમ બન્નેના હોલ્ડિંગ વચ્ચે માત્ર 0.33% તફાવત રહ્યો હતો જે 2015ના માર્ચ ત્રિમાસિકમાં 10.30% જેટલુ ઊંચુ હતું. ડિસેમ્બર ત્રિમાસિકમાં એફઆઈઆઈએ ભારતની સેકન્ડરી બજારમાં રૂ.1.56 લાખ કરોડના શેર વેચ્યા હતા જ્યારે પ્રાઈમરી માર્કેટમાં રૂ.55580 કરોડની ઈક્વિટીસ ખરીદ કરી હતી. જ્યારે મ્યુચ્યુઅલ ફન્ડસ તથા અન્ય નાણાં સંસ્થાઓ સહિત ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોની રૂ.1.86 લાખ કરોડની લેવાલી રહી હતી. બીજી બાજુ પ્રમોટરોનું હોલ્ડિંગ ઘટી 41.08% રહ્યું હતું. ઊંચા મૂલ્યાંકને હિસ્સાના વેચાણને કારણે પ્રમોટરના હોલ્ડિંગમાં ઘટાડો થયો છે. રિટેલ રોકાણકારોનું હોલ્ડિંગ વધી 7.69% સાથે વિક્રમી સ્તરે નોંધવામાં આવ્યું છે. ત્યારે અગામી દિવસોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની યોજનારી મોનેટરી પોલિસી તેમજ ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.