અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વૉર હાલ પૂરતો સ્થગિત કરતાં સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં આકર્ષક તેજી જોવા મળી હતી અને બીએસઈ સેન્સેક્સ અંદાજીત 1397 પોઈન્ટ તેમજ નિફ્ટી ફ્યુચર 340 પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યા હતા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાનો નિર્ણય સ્થગિત કર્યો હોવાની સાથે વધુમાં ચીન સાથે પણ વેપાર મુદ્દે વાતચીત કરવાનો નિર્ણય જાહેર કરતાં અને કેનેડા અને મેક્સિકો સાથે પણ ટેરિફના બદલે વાતચીતના માધ્યમથી ઉકેલ લાવવાની સંભાવના વ્યક્ત કરતાં વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો. આરબીઆઈની આ સપ્તાહે યોજનારી મોનેટરી પોલિસીમાં વ્યાજના દર 25 બેઝિસ પોઈન્ટ સુધી ઘટાડે તેવી અપેક્ષાઓના પગલે બેન્કિંગ શેરોમાં તેજીમાં આવ્યા હતાં સાથે સાથે સ્થાનિક સ્તરે બજેટમાં સકારાત્મક સુધારાઓ અને જીડીપી ગ્રોથમાં મુખ્ય ભૂમિકા ભજવતાં એમએસએમઈ-કૃષિ ક્ષેત્રલક્ષી જાહેરાતોની અસર જોવા મળી હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ મુદ્દે જાહેરાતના પગલે ડોલર ઈન્ડેક્સ નબળો પડતાં રૂપિયામાં તેજી આવી હતી. રૂપિયો ઓલટાઈમ લો 87.18ના તળિયે પહોંચ્યા બાદ આજે 87ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.35% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.20% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4073 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1410 અને વધનારની સંખ્યા 2509 રહી હતી, 154 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 4 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 9 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં લાર્સેન લી. 4.76%, અદાણી પોર્ટ 3.83%, ઇન્ડસઇન્ડ બેન્ક 3.50%, ટાટા મોટર્સ 3.38%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 3.28%, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.78%, એશિયન પેઈન્ટ 2.69%, એકસિસ બેન્ક 2.62%, એનટીપીસી લી. 2.57%, એચડીએફસી બેન્ક 2.51%, એચસીએલ ટેકનોલોજી 2.46% અને કોટક બેન્ક 2.40% વધ્યા હતા, જયારે આઈટીસી હોટેલ્સ 4.16%, ઝોમેટો લિ. 1.57%, નેસ્લે ઇન્ડિયા 0.81%, મારુતિ સુઝુકી 0.23%, ટેક મહિન્દ્ર 0.11% અને હિન્દુસ્તાન યૂનિલિવર 0.06% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23785 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23676 પોઈન્ટના પ્રથમ અને 23606 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23838 પોઈન્ટ થી 23909 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23606 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 50315 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 49909 પોઈન્ટ પ્રથમ અને 49676 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 50404 પોઈન્ટ થી 50570 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 50606 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
કોટક મહિન્દ્ર બેન્ક ( 1938 ) :- કોટક મહિન્દ્ર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1909 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1890 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1953 થી રૂ.1960 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1977 ઉપર તેજી તરફી ધ્યાન. બજાજ ફિનસર્વ ( 1813 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1787 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1770 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1834 થી રૂ.1840 ભાવ નોંધાવે તેવી સંભાવના છે. એચડીએફસી બેન્ક ( 1722 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.1747 આસપાસ વેચવાલી થકી રૂ.1703 થી રૂ.1690 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1760 નો સ્ટોપલોસ ધ્યાને લેવો. સિપ્લા લિ. ( 1455 ) :- રૂ.1477 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1484 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1437 થી રૂ.1424 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1490 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, બજેટમાં રાજકોષીય શિસ્ત જાળવીને વપરાશ વધારવાના પગલાંની જાહેરાત કર્યા બાદ હવે અર્થતંત્રને વેગ આપવા માટે પગલાં લેવાનો કેન્દ્રીય બેંકનો વારો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની 6 સભ્યોની મોનેટરી પોલિસી કમિટી લગભગ 5 વર્ષમાં પ્રથમ વખત રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. આગામી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થઈ શકે છે. આરબીઆઈ 7 ફેબ્રુઆરીએ નાણાકીય સમીક્ષા અંગેના નિર્ણયની જાહેરાત કરશે. મોનેટરી પોલિસી કમિટીએ મે 2022 અને ફેબ્રુઆરી 2023 વચ્ચે રેપો રેટમાં 250 બેસિસ પોઈન્ટનો વધારો કર્યા પછી, સતત 11 મીટિંગમાં તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન મે 2020માં રેપો રેટમાં છેલ્લે ઘટાડો કરવામાં આવ્યો હતો. બજેટમાં વિકાસ દરમાં નરમાઈ, ફુગાવામાં ઘટાડાની અપેક્ષા અને રાજકોષીય કાર્યક્ષમતાને કારણે દરમાં ઘટાડો થવાની શક્યતા છે. ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ – સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો વૃદ્ધિ દર ઘટીને 5.4% થયો હતો, જે સાત ક્વાર્ટરમાં સૌથી નીચો છે. ડિસેમ્બરમાં, આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ અગાઉના 7.2% થી ઘટાડીને 6.6% કર્યો હતો, જ્યારે ફુગાવાનો અંદાજ 4.5%થી વધારીને 4.8% કર્યો હતો.