અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 33 ગુજરાતીઓ સહિત 104 ભારતીયોને ડિપોર્ટ કરાતા 5 તારીખે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા. જ્યાંથી 33 ગુજરાતીઓ આજે( 6 ફેબ્રુઆરી)એ વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ડિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં 28 લોકો ઉત્તર ગુજરાતના છે. જ્યારે 4 લોકો મધ્ય ગુજરાતના અને એક દક્ષિણ ગુજરાતનો છે. ત્યારે પોલીસ દ્વારા તેમના વાહનમાં જ આ લોકોને તેમના વતન લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર આવેલા 33 ગુજરાતીઓની અહીં પૂછપરછ કરવામાં આવી ન હતી. પરંતુ, તેઓના વતનમાં લઈ ગયા બાદ જે તે જિલ્લાની એલસીબી કચેરીઓ તેઓનું ઈન્ટ્રોગેશન કરાશે. વડોદરાની લુણા ગામની યુવતી તેના ઘરે પહોંચતા જ પરિવારજનો ભાવુક બન્યા હતા અને કહ્યું હતું કે, દીકરીને જોઈને ખુશ છીએ. અમેરિકાથી પરત ફરેલા ગુજરાતના લોકો