back to top
Homeબિઝનેસનાણા મંત્રાલયમાં ચેટજીપીટી અને ડીપસીકના ઉપયોગ પર પ્રતિબંધ:મંત્રાલયનો કર્મચારીઓને આદેશ, કહ્યું- આવા...

નાણા મંત્રાલયમાં ચેટજીપીટી અને ડીપસીકના ઉપયોગ પર પ્રતિબંધ:મંત્રાલયનો કર્મચારીઓને આદેશ, કહ્યું- આવા AI ટૂલ્સ સરકારી દસ્તાવેજો અને ડેટા માટે જોખમી છે

ભારતના નાણાં મંત્રાલયે તેના કર્મચારીઓને ઓફિસના કોઈપણ કામ માટે ChatGPT અને DeepSeek જેવા AI ટૂલ્સનો ઉપયોગ કરવાનું ટાળવા જણાવ્યું છે. સરકાર માને છે કે આવા AI ટૂલ્સ સરકારી દસ્તાવેજો અને ડેટાની ગોપનીયતા માટે જોખમી છે. આ માહિતી ઈન્ટરનલ ડિપાર્ટમેન્ટ એડવાઈઝરી તરફથી મળી છે. ઓસ્ટ્રેલિયા અને ઇટાલી જેવા દેશોએ પણ ડેટા સુરક્ષા જોખમોનો હવાલો આપીને ડીપસીકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. સોશિયલ મીડિયા પર એડવાઈઝરી રિપોર્ટ સામે આવ્યો આ એડવાઈઝરીનો અહેવાલ મંગળવારે સોશિયલ મીડિયા પર સામે આવયો છે. આ દરમિયાન, ઓપનએઆઈના વડા સેમ ઓલ્ટમેન ભારતની મુલાકાતે આવવાના છે, જ્યાં તેઓ આઈટી મંત્રીને પણ મળશે. 29 જાન્યુઆરીના રોજ જારી કરાયેલા મંત્રાલયની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ‘એવું નક્કી કરવામાં આવ્યું છે કે ઓફિસ કોમ્પ્યુટર અને ડિવાઈસીઝમાં AI ટૂલ્સ અને AI એપ્સ (જેમ કે ChatGPT, DeepSeek) સરકારી ડેટા અને દસ્તાવેજોની ગોપનીયતા માટે જોખમી છે.’ આ બાબતે મંત્રાલય તરફથી હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી જો કે, ભારતના નાણા મંત્રાલય, ચેટજીપીટી-પેરેન્ટ ઓપનએઆઈ અને ડીપસીકના પ્રતિનિધિઓ તરફથી હજુ સુધી આ બાબતે કોઈ જવાબ સામે આવ્યો નથી. નાણા મંત્રાલયના ત્રણ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ નોટ સાચી હતી અને આ અઠવાડિયે ઈન્ટરનલી જાહેર કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments