એક્ટ્રેસ, પ્રોડ્યૂસર, ડિરેક્ટર અને રાજકારણી બન્યા બાદ કંગના રનૌત હવે એક નવી શરૂઆત કરી રહી છે. એક્ટ્રેસ નવા કાફેનું 14 ફેબ્રુઆરીએ ઓપનિંગ કરી રહી છે. કંગનાનું નવું કાફે હિમાલયની ટેકરીઓમાં આવેલું હોવાથી તેનું નામ ‘માઉન્ટેન સ્ટોરી’ રાખવામાં આવ્યું છે. કંગનાના બાળપણનું સ્વપ્ન હતું
કંગનાએ એક ઈમોશનલ પોસ્ટ સાથે પોતાનો ઉત્સાહ શેર કર્યો અને લખ્યું- બાળપણનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે, હિમાલયના ખોળામાં મારું નાનું કાફે. ‘ધ માઉન્ટેન સ્ટોરી’, તે એક પ્રેમકથા છે. 14 ફેબ્રુઆરી, વેલેન્ટાઇન ડેના રોજ ઓપન થશે, ‘ધ માઉન્ટેન સ્ટોરી’ ફક્ત રેસ્ટોરાં નથી – તે વારસો અને દિલનો ઉત્સવ છે. હિમાલયી વાસ્તુકલા, આરામદાયક ઈન્ટિરિયર અને પહાડી સ્વાદનું સંપૂર્ણ મિશ્રણ છે. કંગનાએ ઘણી તસવીરો શેર કરી છે અને એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં કંગના તેના કેફેમાં પ્રવેશે છે ત્યારે રિસેપ્શન સ્ટાફનું તેનું સ્વાગત કરે છે. તેના કાફેનો સ્ટાફ હિમાચલી પોશાકમાં જોવા મળે છે. વીડિયોમાં કંગનાનો એક વોઇસ ઓવર છે. કંગના રનૌતનું કાફે કેવું દેખાય છે?
એક્ટ્રેસ તેના કાફેની એક ઝલક ચાહકો સાથે શેર કરી છે. આ કોઈ ફેન્સી જગ્યા નથી, પરંતુ તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે લોકોને નેચર સાથે ખાસ અનુભવ કરાવે છે. તેણે કાફે લાકડાની થીમ પર ડિઝાઈન કરાવ્યું છે. લાકડાની થીમ સાથે હિમાચલી કલાકૃતિઓ, સુંદર પર્વતીય દૃશ્યો અને આ કાફેમાં ઇન્ડોર અને આઉટડોર બેઠક વ્યવસ્થા પણ છે. કંગનાએ વીડિયોમાં અહીંના મેનુની પણ માહિતી આપી છે. આ કાફેમાં, તમને ફક્ત પહાડી ભોજન જ નહીં પરંતુ વિશ્વભરના શ્રેષ્ઠ ભોજનનો પણ આનંદ માણવાની તક મળશે. કંગનાના કાફેની પહેલી ક્લાયન્ટ બનશે દીપિકા!
આ કાફે વેલેન્ટાઈન ડે એટલે કે 14 ફેબ્રુઆરીએ ખુલશે. કંગનાએ એક જૂનો વીડિયો શેર કર્યો છે જેમાં તે બોલિવૂડ એક્ટ્રેસ વચ્ચે બેઠી છે અને એક ઇન્ટરવ્યૂમાં કહી રહી છે કે તે એક કાફે ખોલવા માગે છે. આ દરમિયાન, દીપિકા પાદુકોણ તેને કહે છે કે હું તમારી પહેલી ક્લાયન્ટ બનીશ. હવે કંગનાએ આ શેર કર્યું અને લખ્યું, દીપિકા, તેં પ્રોમિસ આપ્યું હતું કે તું મારી પહેલી ક્લાયન્ટ બનીશ.