ફેશનની દુનિયામાં તમે ઘણી વિચિત્ર ઘટનાઓ જોઈ હશે. 2025ના ગ્રેમી એવોર્ડ્સમાં રેડ કાર્પેટ પર પણ આવી જ એક વિચિત્ર ઘટના બની. 67મા ગ્રેમી એવોર્ડ્સમાં હોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સે તેમના બેસ્ટ કોસ્ચ્યુમ સાથે રેડ કાર્પેટ પર પોઝ આપ્યો. પરંતુ અચાનક જ્યારે કાન્યે વેસ્ટ તેની પત્ની બિઆન્કા સેન્સરી સાથે રેડ કાર્પેટ પર પહોંચ્યા ત્યારે સનસનાટી મચી ગઈ. બિઆન્કાના ‘ટ્રાન્સપરન્ટ ડ્રેસ’ જોઈને લોકો દંગ રહી ગયા. બિઆન્કાના ફોટો-વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. બિઆન્કાનો ટ્રાન્સપરન્ટ ડ્રેસ જોઈ લોકો થયા શર્મસાર
ગ્રેમી એવોર્ડ્સના રેડ કાર્પેટ પર સેલિબ્રિટીઓએ અદ્ભુત ફેશન સ્ટેટમેન્ટ આપ્યા અને પોતાના લુક્સથી બધાનું ધ્યાન ખેંચ્યું. આ દરમિયાન, કાન્યે વેસ્ટ તેની પત્ની બિઆન્કા સેન્સોરી સાથે રેડ કાર્પેટ પર જોવા મળ્યો હતો. રેડ કાર્પેટ પર બિઆન્કાએ એકદમ ટ્રાન્સપરન્ટ ડ્રેસ શીયર બોડીકોન ડ્રેસ પહેર્યો હતો. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ આ ન્યૂડ શીયર ડ્રેસને જોઈને ચોંકી ગયા હતા. બિઆન્કા પહેલા તેના પતિ સાથે બ્લેક ફર કોટમાં આવી હતી. પરંતુ જેવી તે રેડ કાર્પેટની વચ્ચે પહોંચી અને બધા મીડિયા કેમેરામાં પોઝ આપવાનું કહી રહ્યા હતા, ત્યારે અચાનક બિઆન્કાએ પોતાનું ગાઉન ઉતારી દીધું. પહેલી નજરે એવું લાગતું હતું કે બિઆન્કા એવોર્ડ શોમાં સંપૂર્ણપણે ન્યૂડ આવી હોય. પણ પછી ખબર પડી કે તેણે ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેર્યો હતો. ડ્રેસનું ફેબ્રિક તેના શરીર સાથે ચોંટી ગયું હતું અને તેનો બોડી શેપ સંપૂર્ણપણે દેખાય રહ્યો હતો. બોલ્ડ લુકમાં આવેક એક્ટ્રેસ અને તેના પતિને તગેડી મૂકાયા
તેણે ટ્રાન્સપરન્ટ ડ્રેસને હીલ્સ સાથે જોડ્યા હતા. બીજી બાજુ, કાન્યે વેસ્ટે ક્લાસિક બ્લેક ટી-શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું. તેણે બ્લેક શૂઝ અને તેના સિગ્નેચર બ્લેક ચશ્મા સાથે લુક પૂર્ણ કર્યો. 10 વર્ષ પછી ગ્રેમી એવોર્ડ્સમાં કાન્યેની આ પહેલી એન્ટ્રી હતી. આ ઇવેન્ટમાંથી એવા પણ અહેવાલો છે કે કાન્યે વેસ્ટ અને બિઆન્કા આમંત્રણ વિના ઇવેન્ટમાં પહોંચ્યા છે. રેડ કાર્પેટ પર આવા બોલ્ડ લુકમાં પહોંચેલા બિઆન્કા અને તેના પતિને સુરક્ષા કર્મચારીઓએ ઝડપથી કાર્યક્રમમાંથી બહાર કાઢી મૂક્યા.