રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે ભાષણ આપતી વખતે રોષે ભરાયા હતા. તેમણે પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખરને કહ્યું કે ચૂપ બેસ, તારો બાપ પણ મારો મિત્ર હતો. તું શું વાત કરે છે. વિવાદ વધતો જોઈને અધ્યક્ષ જગદીપ ધનખડે બંનેને શાંત રહેવા કહ્યું. અને કહ્યું- ચંદ્રશેખર દેશના દિગ્ગજ નેતાઓમાંના એક છે. તો તમારું નિવેદન પાછું લો. ખરેખરમાં, ૩ ફેબ્રુઆરીના રોજ બજેટ સત્રના ત્રીજા દિવસે ચર્ચા દરમિયાન ખડગે અમેરિકન ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડા પર બોલી રહ્યા હતા, આ દરમિયાન નીરજ શેખરે તેને અટકાવ્યા હતા. આ સાંભળીને ખડગે ગુસ્સે થઈ ગયા. ખડગેએ કહ્યું, હું પણ તારા બાપનો મિત્ર હતો. ચૂપ, ચૂપ, ચૂપ બેસ… નીરજ શેખર પૂર્વ પીએમ ચંદ્રશેખરના પુત્ર છે. તેઓ 2019 ભાજપમાં જોડાયા અને રાજ્યસભાના સાંસદ બન્યા. આ પહેલા તેઓ સપામાં હતા અને રાજ્યસભા અને લોકસભાના સાંસદ હતા. વીડિયોમાં ખડગે શું કહી રહ્યા છે… હું તારા બાપનો પણ મિત્ર હતો. તુ શું વાત કરે છે? તને તેડીને ફરતો હતો. ચૂપ, ચૂપ, ચૂપ બેસ… જ્યારે ચેરમેને તેમને અટકાવ્યા, ત્યારે તેમણે કહ્યું- અમારી બંનેની સાથે ધરપકડ કરવામાં આવી હતી ધનખરની દરમિયાનગિરી પછી, ખડગેએ કહ્યું કે બંનેની એકસાથે ધરપકડ કરવામાં આવી હતી. એટલા માટે તેમણે કહ્યું હતું કે તેમના પિતા ખડગેના સાથી છે. પછી ધનખડે તેમને કહ્યું- “તમે કહી રહ્યા છો ‘તારો બાપ’. તમે એક માનનીય સભ્યને કહી રહ્યા છો ‘તારો બાપ’ , આપણે ચંદ્રશેખર પ્રત્યે આદર રાખવો જોઈએ. કૃપા કરીને તમારું નિવેદન પાછું લો.” ખડગેએ જેમને ઠપકો આપ્યો હતો તે નીરજ શેખર કોણ છે? સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ નીરજ શેખર 2019માં ભાજપમાં જોડાયા હતા. તેમના પિતા ચંદ્રશેખરને દેશના ઇતિહાસમાં મહાન સમાજવાદી નેતાઓમાંના એક માનવામાં આવે છે અને તેમણે ઓક્ટોબર 1990 થી જૂન 1991 સુધી છ મહિના માટે વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. ખડગેએ કહ્યું- મેં ક્યારેય કોઈનું અપમાન કર્યું નથી ખડગેએ અધ્યક્ષને અટકાવતા કહ્યું- કોઈનું અપમાન કરવાની મારી આદત નથી. આ પછી તેમણે ભાજપ પર પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ મનમોહન સિંહનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું- “કોઈએ કહ્યું કે તેઓ સ્નાન કરતી વખતે રેઈનકોટ પહેરે છે, કોઈએ કહ્યું કે તેઓ વાત કરતા નથી, કોઈએ કહ્યું કે તે સરકાર ચલાવી શકતા નથી. તેમણે આવી અપમાનજનક વાતો કહી, પરંતુ તેમણે તેને સહન કરી અને દેશના હિતમાં ચૂપ રહ્યા. તેમને મૌની બાબા કહેવામાં આવતા હતા. લોકોનું અપમાન કરવાની તેમની આદત છે, અમે જ અપમાન સહન કરીએ છીએ.” રાજ્યસભામાં શક્તિસિંહે અમરેલીમાં પાટીદારની દીકરી પર થયેલા અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે અમરેલીમાં પાટીદાર દીકરી પર થયેલા અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. શક્તિસિંહે કહ્યુ કે અભિભાષણમાં મહિલા સમ્માનની વાત કરવામાં આવી હતી. ગુજરાતમાં ભાજપના બે મોટા નેતાઓની લડાઈમાં પાટીદારની દીકરીને માર મારવામાં આવ્યો અને તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. તેમણે ગુજરાત ભાજપના નેતા સામે નિશાન સાધતા કહ્યું હતું કે અમરેલીમાં એક પાટીદાર દીકરી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. તેમણે મહિલાઓ પર થતા અત્યાચાર મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ગુજરાત ભાજપ નેતા દિલીપ સંઘાણીએ પોતાના પત્રમાં જણાવ્યું હતું કે, તેઓ પોતે નાર્કો ટેસ્ટ માટે તૈયાર છે અને સાથે જ ફરિયાદી તેમજ અન્ય 4 આરોપીઓના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ, જેથી સત્ય બહાર આવી શકે. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતા લેટરકાંડમાં પાયલ ગોટી નામની યુવતીનું પોલીસે સરાજાહેર સરઘસ કાઢ્યું હતું. તેના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. કુંભમાં થયેલી ભાગદોડ પર પણ તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ખડગેએ મહાકુંભમાં ભાગદોડથી થયેલા મૃત્યુ અંગે પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ખડગેએ કહ્યું હતું- 29 જાન્યુઆરીએ મહાકુંભમાં થયેલી ભાગદોડમાં મૃત્યુ પામેલા હજારો લોકોને મારી શ્રદ્ધાંજલિ. ધનખડે તેમને નિવેદન પાછું ખેંચવા કહ્યું હતું. જવાબમાં ખડગેએ કહ્યું, ‘આ મારું અનુમાન છે.’ જો આંકડા સાચા નથી તો સરકારે જણાવવું જોઈએ કે કેટલા લોકો માર્યા ગયા. જો હું ખોટો હોઉં તો હું માફી માંગીશ.