ડિરેક્ટર રાકેશ રોશને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન ‘ધ રોશન્સ’ ડોક્યુમેન્ટરી વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે સલમાન ખાન તેમાં કેમ ન હતો. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે સલમાન સાથે કોઈ ઝઘડો નથી પરંતુ સમયના અભાવે તે આ પ્રોજેક્ટનો ભાગ બની શક્યો નથી. ન્યૂઝ 18 શોશા સાથેની વાતચીત દરમિયાન, રાકેશ રોશનને પૂછવામાં આવ્યું કે, સલમાન ખાન ડોક્યુમેન્ટરીમાં કેમ નથી?. આનો જવાબ આપતાં તેમણે કહ્યું, ‘મેં સલમાનને ફોન કર્યો હતો, પણ તે પોતાની સમસ્યાઓમાં ફસાયેલો હતો, તેથી તે આવી શક્યો નહીં.’ જો રાકેશ રોશનની વાત માનીએ તો, સલમાન ખરેખર ‘ધ રોશન્સ’ની ડોક્યુમેન્ટરીનો ભાગ બનવા માગતો હતો. તેણે અમને તેની તારીખો આપી હતી, પણ છેલ્લી ઘડીએ તેણે તે રદ કરવી પડી. આપણે બધા સમજીએ છીએ કે તે હાલમાં કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. અમને લાગ્યું કે તે નહી જ આવી શકે. જો તે આવી શક્યો હોત, તો તેણે ‘કરણ અર્જુન’ દરમિયાનના પોતાના અનુભવો ચોક્કસપણે અમારી સાથે શેર કર્યા હોત.’ સલમાન અને શાહરુખને ફરીથી સાથે લાવવા વિશે વાત કરતા રાકેશ રોશને કહ્યું, ‘જો મારી પાસે સારી વાર્તા હશે જેમાં તેમની ભૂમિકાઓ ‘કરણ અર્જુન’ જેવી સમાંતર હોય, તો હું ચોક્કસપણે તેમને પાછા લાવી શકું છું.’ રોશન પરિવાર પર બનેલી ડોક્યુમેન્ટરી સિરીઝ રોશન પરિવારની ડોક્યુમેન્ટરી સિરીઝ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ગઈ છે. આના દ્વારા લોકોને રોશન પરિવાર વિશે જાણવાની તક મળશે. આ સિરીઝ પરિવારના સંઘર્ષો અને સિદ્ધિઓ વિશે જણાવે છે. ‘રોશન્સ ‘ સિરીઝનું દિગ્દર્શન શશિ રંજન દ્વારા કરવામાં આવ્યું છે. રાકેશ રોશને આ સિરીઝનું સહ-નિર્માણ કર્યું છે.