ચિન્તેશ વ્યાસ, ચેતન પટેલ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવતા જ તેમને દેશમાં ગેરકાયદે ઘૂસેલા ભારત સહિત અન્ય દેશના નાગરિકોને ડિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે. જે અંતર્ગત અમેરિકન એરફોર્સનું વિમાન અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા 33 ગુજરાતીઓને લઈને પંજાબના અમૃતસર પહોંચી ગયું છે. તેમાંથી ગાંધીનગર જિલ્લાના 12 સહિત ઉત્તર ગુજરાતના 28, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ભરૂચ અને વિરમગામની એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે. તેમાં 8 સગીર છે. ડિપોર્ટ કરાયેલા ગુજરાતી યુવક-યુવતીઓના પરિવારજનો પણ ચિંતિત થઈ ઉઠ્યાં છે. અને પોતાના દીકરા-દીકરીઓ ઘરે પરત ફરે તેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ઘૂસણખોરી માટે મેક્સિકો બોર્ડર જોખમી બનતા કેનેડા બોર્ડર અને અમેરિકા નજીકના ટાપુઓનો ઉપયોગ કિસ્સો 01: મેક્સિકોથી બોર્ડર ક્રોસ કરી અમેરિકા પહોંચ્યા ત્યાં પકડાયા
આપ મારી અને મારા પરિવારની ઓળખ ગુપ્ત રાખવાનો વિશ્વાસ આપતા હોવ તો બધી વાત જણાવવા તૈયાર છું. લગભગ બે મહિના પહેલાં મારા કૌટુંબિક ભાઇ તેમના પરિવાર સાથે મહેસાણાથી અમેરિકા જવા નિકળ્યા હતા. એમની પાસે મેક્સીકોના વિઝા હતા. એટલે તેઓ સૌ પ્રથમ મેક્સિકો પહોંચ્યા હતા. . આ વ્યક્તિએ મેક્સીકો બોર્ડર કેવી રીતે કોર્સ કરવી અને અમેરિકા પહોંચવું તે વિશેની તમામ વાતો સમજાવી હતી. નક્કી કરેલા દિવસે તેઓ મેક્સીકો બોર્ડરથી અમેરિકા પહોંચ્યા હતા. ત્યાં પહોંચતા પકડાઇ ગયા કોર્ટમાં રજૂ કરાયા હતા. જો કે, કોર્ટે તેમને વતન પરત મોકલવાનો નિર્ણય લીધો હતો. કિસ્સો 02: 4 વર્ષની બાળકીને ઘરે મૂકી ગયેલું દંપતી મહિનામાં પરત
અમેરિકાથી પરત આવી રહેલાં પતિ-પત્નીના નજીકની એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, એક મહિના પહેલાં જ 4 વર્ષની બાળકીને ઘરે મુકી દંપતિ અમેરિકા જવા નિકળ્યા હતા. અમેરિકામાં પહોંચ્યા બાદ પરિવાર એજન્ટને સવા કરોડ ચૂકવવાના હતા. પરંતુ તેઓ બોર્ડર પર પકડાઇ ગયા હતા. તેમને ડિટેશન હોમમાં રખાયા હતા. ત્યાર બાદ ત્યાંની કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટમાં તેઓએ ભારતમાં સુરક્ષિત ન હોવાનું કારણ બતાવ્યું હતું. પરંતુ ત્યાંની સરકારનો વિશ્વાસ ન જીતી શકતાં કોર્ટે તેમને ભારત પરત મોકલવાનો આદેશ કર્યો હતો. કિસ્સો 03: બે બાળકો સાથે ગયેલ પરિવાર બે મહિનામાં ડિપોર્ટ
મહેસાણા જિલ્લાના એક ગામના પતિ-પત્ની બે બાળકો સાથે અમેરિકા જવા ઇચ્છતો હતો. એટલે તેઓ મેક્સીકો સુધી કાયદેસરના વિઝા સાથે પહોંચ્યા હતા. મેક્સીકો બોર્ડર ક્રોસ કરી ત્યારે અમેરિકન સુરક્ષાદળોએ તેમને પકડી પાડ્યા હતા. તેઓ બે મહિના સુધી સુરક્ષાદળોની કસ્ટડીમાં રહ્યા હતા. આ દરમિયાન તેમને સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટ સમક્ષ અન્ય ગુજરાતીઓની જેમ પરિવાર અમેરિકા આવવાનો હેતુ સ્પષ્ટ ન કરી શક્યો એટલે પરિવારને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. કિસ્સો 04: પત્ની અને સંતાનને ઘરે છોડી વિદેશ ફરવાનું કહીને ગયા
સિદ્ધપુરના ગણેશપુરા ગામે રહેતા રાજપુત સત્વંતસિંહ બે મહિના પૂર્વે પરિવારને અમેરિકા ફરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. કેવી રીતે જઈ રહ્યા છે કેમ જઈ રહ્યા છે કેટલા પૈસા થયા છે જે અંગે અમને કશું જ પણ જાણ કરી ન હતી. ત્યાં ગયા બાદ દોઢ મહિના સુધી તો તેમનો કોઈ ફોન જ આવ્યો ન હતો પરંતુ બાદમાં એમનો ફોન આવ્યો હતો કે હું પહોંચી ગયો છું. ત્યાં પણ ફરવાનું જ કહ્યું હતું અમને આ બાબતમાં બીજું કશું ખબર નથી. તેમની પત્ની અને એક સંતાન પણ છે જેઅો તેમની સાથે ગયા નથી માત્ર તેઓ ઘરેથી એકલા જ વિદેશમાં ફરવા જવાનું કહીને ગયા હતું.તેવુ તેમના ભાઈ જીત રાજપૂતે જણાવ્યું હતું. કિસ્સો 05: યુરોપ ટૂરમાં ગયેલી ડાભલાની યુવતી પાછી ફરી
વિજાપુરના ડાભલા ગામની 28 વર્ષિય નિકિતા પટેલ તેની બહેનપણીઓ સાથે યુરોપની ટૂર પર ગઇ હતી. તેના પિતા કનુભાઇ પટેલએ જણાવ્યું હતું કે, પરિવાર સાથે તેની છેલ્લી વાત 14-15 જાન્યુઆરીએ થઇ હતી. તે સમયે તે યુરોપમાં હતી. આજે ડિપોર્ટ થયાની યાદી જાહેર થતાં તેનું નામ આવતાં અમને શોક લાગ્યો છે. કિસ્સો 06: આણંદ જિલ્લાની યુવતી કેલિફોર્નિયામાંથી ઝડપાઇ
આણંદ નજીક એક ગામની યુવતી નજીકના સબંધીએ જણાવ્યું હતું કે યુવતીએ નર્સિંગનો કોર્સ કરીને નજીકના શહેરની એક ખાનગી હોસ્પિટલમાં 30 હજારની નોકરી કરતી હતી. પરંતુ આજથી દોઢ વર્ષ અગાઉ તેની માતાના સોના દાગીના સહિત બે જૂના વાડા સહિત મિલકત વેચીને કોઇ એજન્ટ થકી 52 લાખ ખર્ચી ને વાયા કેનેડા થઇને ચાર માસે અમેરિકા પહોંચી હતી. માંડ માંડ નોકરી મળી ત્યાં પકડાઇ જતાં 20 દિવસ જેલમાં વિતાવ્યા હતા આખરે હાલમાં અમેરિકાથી ડિપાર્ટ કરવામાં આવેલા 180 લોકોમાં સાથે ભારત પરત ફરી છે.પરંતુ તે હાલમાં કયાં છે.તે ખબર નથી. કિસ્સો 07: ખેતર વેચીને 50 લાખ આપજો પણ ફોન જ આવ્યો ન હતો
મણુંદ ગામમાં હાલમાં રહેતા કેતુલના પિતા બાબુભાઈએ જણાવ્યું હતું કે દીકરો છેલ્લા 25 વર્ષથી સુરતમાં રહી હીરા ઉદ્યોગમાં નોકરી કરતો હતો.હીરા ઉદ્યોગમાં મંદી આવતાં મકાન વેચી પરિવાર સાથે એજન્ટ મારફતે 6 મહિના પૂર્વે અમેરિકા ગયો હતો.જે વખતે મને અમેરિકા જઈ રહ્યો હોવાની જાણ કરી હતી. અમેરિકાથી કેટલાક ભારતીયો પરત આવી રહ્યા છે હોવાનું જાણી દીકરાની રાહ જોતા હતા. જતા પહેલાં તેને મને કહ્યું હતું કે અમેરિકા પહોંચ્યા બાદ હું તમને ફોન કરું તો ખેતર વેચી 50 લાખ રૂપિયા હું કહું આપજો પરંતુ અમેરિકા ગયા બાદ તેનો કોઈ ફોન આવ્યો ન હતો. કિસ્સો 08: મારો દીકરો હવે પરત આવે તો વાંધો નહીં ખેતી કરશે
ડિપોર્ટ કરાયેલા માણસાના બાપુપુરા ગામના જીજ્ઞેશ ચૌધરીના પિતા બળદેવભાઇએ કહ્યું હતું કે મારો દિકરો તો યુરોપના પ્રવાસે ગયો હતો અને કાયદેસરના વિઝા લઇને ગયો હતો. ત્યાંથી ક્યાં ગયો હતો તેની અમને ખબર નથી. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકોની યાદીમાં તેનું નામ જોયું ત્યારે મને ખબર પડી. તેને હવે ગુજરાત પાછો મોકલે છે તો સારૂ થયું, અહીં ખેતી અને પશુપાલન કરશે. ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતી
1- જયવિરસિંહ વિહોલ, ખનુસા, તાલુકો, વિજાપુર, મહેસાણા
2- હિરલબેન વિહોલ, વડસ્મા, મહેસાણા
3- રાજપુત સતવંતસિંહ વાલાજી, ગણેશપુરા, તા-સિદ્ધપુર, પાટણ
4- દરજી કેતુલકુમાર હસમુખભાઇ, મહેસાણા
5- પ્રજાપતિ પ્રક્ષા જગદીશભાઇ, ગાંધીનગર
6- ચૌધરી જિગ્નેશકુમાર બલદેવભાઇ, બાપુપુરા, ગાંધીનગર
7- ચૌધરી રૂચી ભરતભાઇ, ઇન્દરપુરા, ગાંધીનગર
8- પ્રજાપતિ પિન્ટુકુમાર અમૃતલાલ, થલતેજ, અમદાવાદ
9- પટેલ ખુશ્બુબેન જયંતીભાઇ, લુના, વડોદરા
10- પટેલ સ્મિત કિરિટકુમાર, માણસા, ગાંધીનગર
11- ગોસ્વામી શિવાની પ્રક્ષાગીરી, પેટલાદ, આણંદ
12- ગોહિલ જીવનજી કચરાજી, બોરૂ, ગાંધીનગર
13- પટેલ નિકિતાબેન કનુભાઇ, ચંદ્રનગર, ડાભલા, મહેસાણા
14- પટેલ એશા ધીરજકુમાર, અંકલેશ્વર,ભરૂચ
15- રામી જયેશભાઇ રમેશભાઇ, વિરમગામ
16- રામી બીનાબેન જયેશભાઇ, જુના ડીસા, બનાસકાંઠા
17- પટેલ એન્નીબેન કેતુલકુમાર, પાટણ
18- પટેલ મંત્રા કેતુલભાઇ, પાટણ
19- પટેલ કેતુલકુમાર બાબુલાલ, માનુદ,(પાટણ)
20- પટેલ કિરનબેન કેતુલકુમાર, વાલમ, મહેસાણા
21- પટેલ માયરા નીકેતકુમાર, કલોલ
22-પટેલ રિશિતાબેન નિકેતકુમાર, નારદીપુર(ગાંધીનગર
23- ગોહિલ કરનસિંહ નેતુજી, બોરૂ (થરાદ-વાવ)
24-ગોહિલ મિતલબેન કરનસિંહ, કલોલ(ગાંધીનગર)
25-ગોહિલ હેવનસિંહ કરનસિંહ, મહેસાણા
26- ગોસ્વામી, ધ્રુવગીરી હાર્દિકગિરિ, માણસા
27- ગોસ્વામી હેમલ હાર્દિકગિરિ, ગોઝારીયા (મહેસાણા)
28- ગોસ્વામી હાર્દિકગિરિ મુકેશગિરિ, ડાભલા (મહેસાણા
29- ગોસ્વામી હેમાનીબેન હાર્દિકગિરિ, માણસા (ગાંધીનગર)
30- ઝાલા એન્જલ જિગ્નેશકુમાર, માણસા (ગાંધીનગર)
31- ઝાલા અરૂણબેન જિગ્નેશકુમાર, મેરૂ, મહેસાણા
32- ઝાલા માહી જિગ્નેશકુમાર, માણસા (ગાંધીનગર)
33- ઝાલા જિગ્નેશકુમાર પરબતજી, જામલા, ગાંધીનગર