સુરતની દક્ષિણ ગુજરાતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) હસ્તકની વન સેવા મહાવિદ્યાલય (BRS)માં સિનિયર ક્લાર્કની ભરતીમાં ગોટાળાના આરોપો સામે આવ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે કે આ ભરતીમાં ભ્રષ્ટાચાર થયો છે, જેમાં પૂર્વ કોર્પોરેટરના પુત્રને OMR આધારિત પરીક્ષામાં 100 ટકા (210/210) ગુણ આપવામાં આવ્યા હતા. આરોપ બાદ યુનિવર્સિટી તરફ થી કોલેજ પાસેથી લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે. તપાસ કમિટી બનાવામાં આવી છે. VNSGU વાઇસ ચાન્સલર દ્વારા તપાસ શરૂ
આરોપોને ધ્યાનમાં લઈને VNSGUના વાઇસ ચાન્સલર કિશોરસિંહ ચાવડાએ કોલેજ પાસેથી લેખિત નિવેદન માગ્યું છે અને આ સમગ્ર બાબતની તપાસ માટે કમિટી રચી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો ગોટાળો પુરવાર થશે, તો નિમણૂક રદ કરી શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. પરીક્ષાની કામગીરી પર શંકા, OMR અને CCTV તપાસની માંગ
યુવરાજસિંહ જાડેજાએ માંગ કરી છે કે OMR શીટને FSL તપાસ માટે મોકલવી જોઈએ, તેમજ પરીક્ષાના CCTV ફૂટેજ અને કોલ રેકોર્ડ્સ તપાસવા જોઈએ જેથી આ સમગ્ર ભરતી પ્રક્રિયાની પારદર્શકતા સામે આવી શકે.ગુજરાતમાં એક વધુ ભરતી કૌભાંડ નો દાવો કરાયો છે. ગ્રામસેવા સહા ઘરસપુર સંચાલિત બનેવાવ મહાવિદ્યાલય, બીલથડી ખાતે લેવામાં આવેલી OMR આધારિત સિનિયર ક્લાર્કની પરીક્ષામાં કેટલાક ઉમેદવારોને 100% ગુણ મળતા ગોટાળાનું પ્રસર્યું છે. વિદ્યાર્થી નેતા જાડેજા દ્વારા દાવો કરાયો હતો કે , એક ઉમેદવારે 210 માંથી 210 ગુણ મેળવી લીધા, જે સામાન્ય રીતે અશક્ય ગણાય. UPSC, GPSC જેવી ટફ પરીક્ષાઓમાં પણ 100% માર્ક્સ આવવા દુર્લભ હોય, ત્યારે આ પ્રકારનું પરિણામ શંકાને આમંત્રણ આપે છે. CPT પરીક્ષા રદ કરાવવાનો પ્રયાસ?
મૂળ નિયમ અનુસાર, OMR પરીક્ષા પાસ કરનાર ઉમેદવારને CPT (Computer Proficiency Test) આપવી આવશ્યક છે. પરંતુ, OMR પરીક્ષાનું પરિણામ જાહેર થયા પહેલા જ CPT પરીક્ષા રદ કરાવવા માટે પ્રયાસ થયો હતો, જે શંકાસ્પદ છે. OMRમાં ગેરરીતિ અને SIT તપાસની માંગ
આ કેસમાં OMR શીટનું FSL તપાસ માટે મોકલવા, CCTV ફૂટેજ ચકાસવા, અને કોલ રેકોર્ડ અને CDR (Call Detail Record) દ્વારા સંડોવાયેલા શખ્સોની તપાસ કરવાની માંગણી ઉઠી હતી. લેખિત ખુલાસો મંગાવવામાં આવ્યા છે
આ સમગ્ર મામલે વાઇસ ચાન્સલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આપણી યુનિવર્સિટી સલગ્ન બિલપુડી ખાતે આવેલી ગ્રામ અભ્યાસ શાખાની જે કોલેજ છે, તે કોલેજની અંદર રાજ્ય સરકાર દ્વારા બિન-શૈક્ષણિક કર્મચારીની ભરતીની પરવાનગી આપવામાં આવી હતી. જેના નિયમ મુજબ પ્રવેશ પરીક્ષા લેવાની હોય છે.મિડીયા દ્વારા આ મામલો ધ્યાનમાં આવતા, કોલેજ પાસેથી લેખિતમાં ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. સાથે જ તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે. તપાસના રિપોર્ટ આવ્યા પછી, રાજ્ય સરકાર જે પણ પગલાં લેશે, તેના આધારે આ ગ્રાન્ટેડ કોલેજમાં બિન-શૈક્ષણિક કર્મચારીની જે જગ્યા છે, તે શિક્ષાત્મક પગલાના ભાગરૂપે રદ થઈ શકે છે.