back to top
Homeમનોરંજનઉદિત નારાયણનો વધુ એક કિસિંગ વીડિયો વાઇરલ:પરફોર્મન્સ દરમિયાન ઘૂંટણિયે બેસી ફિમેલ ફેનને...

ઉદિત નારાયણનો વધુ એક કિસિંગ વીડિયો વાઇરલ:પરફોર્મન્સ દરમિયાન ઘૂંટણિયે બેસી ફિમેલ ફેનને કિસ કરી; ચાહકોએ સિંગરને ‘સિરીયલ કિસર’ કહ્યો

હમણાં થોડા દિવસ પહેલાં જ મહિલા ચાહકના હોઠ પર ચુંબન કરવા બદલ વિવાદમાં આવેલા ઉદિત નારાયણનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, ઉદિત એક મહિલા ચાહકને કિસ કરી રહ્યો છે જે સ્ટેજ પર સેલ્ફી લેવા માટે આવી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ, ગાયકની ફરી એકવાર ભારે ટીકા થઈ રહી છે. જે નવો વીડિયો સામે આવ્યો છે તે પણ એક સ્ટેજ પર્ફોર્મન્સ દરમિયાન રેકોર્ડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં, કેટલીક ફિમેલ ફેન્સ સ્ટેજ પાસે ઉદિત નારાયણ સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરતી જોઈ શકાય છે. આ દરમિયાન, ઉદિત સ્ટેજ પર ઘૂંટણિયે બેસે છે, ત્યારબાદ ફેન્સ પણ તેનો હાથ પકડવાનો પ્રયાસ કરે છે. આ સમય દરમિયાન, સેલ્ફી લેતી એક ફિમેલ ફેન્સને ઉદિત નારાયણ કિસ કરી લે છે. આ વીડિયો વાયરલ થયા બાદ ચાહકો સિંગર ઉદિત નારાયણની આકરી ટીકા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે ઉદિત નારાયણે આ કરવા બદલ સમગ્ર સંગીત ઉદ્યોગની માફી માગવી જોઈએ. તે જ સમયે, કેટલાક લોકો તેને સિરીયલ કિસર કહી રહ્યા છે. થોડા સમય પહેલા કિંસિગ પર વિવાદ થયો હતો, પછી સિંગરે નિવેદન આપ્યું હતું થોડા દિવસો પહેલા, 31 જાન્યુઆરીના રોજ, ઉદિત નારાયણે એક કોન્સર્ટમાં પરફોર્મ કર્યું હતું. આ સમય દરમિયાન, તેમનો એક વીડિયો સામે આવ્યો જેમાં તે એક ફિમેલ ફેન્સના હોઠ પર ચુંબન કરતો જોવા મળ્યો. હતો ઉદિતે ​​​​​​ આ વીડિયો પર સ્પષ્ટતા પણ આપી હતી હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, ‘ચાહકો ખૂબ જ પાગલ છે. આપણે એવા નથી. આપણે સારા લોકો છીએ. આવી વાત વાયરલ કરીને શું કરવું? ભીડમાં ઘણા બધા લોકો હતા અને અમારી પાસે બોડીગાર્ડ્સ પણ હતા. પરંતુ ચાહકોને લાગે છે કે તેમને કોઈક રીતે અમને મળવાની તક મળવી જોઈએ. તો આવી સ્થિતિમાં, કેટલાક લોકો મિલાવવા માટે હાથ લંબાવે છે, તો કેટલાક લોકો હાથ પર ચુંબન કરે છે. આ બધું ગાંડપણ છે, તેના પર વધારે ધ્યાન ન આપવું જોઈએ.’ તેમણે આગળ કહ્યું, ‘જ્યારે હું સ્ટેજ પર ગાઉં છું, ત્યારે ત્યાં દીવાનગીનો માહોલ સર્જાય જાય છે.’ ચાહકો મને પ્રેમ કરે છે, મને પણ લાગે છે કે તેમને ખુશ રહેવા દો. હું 46 વર્ષથી આ ઉદ્યોગમાં છું. મારી છબી આવી રહી નથી. જ્યારે ચાહકો મારા પર પ્રેમ વરસાવે છે, ત્યારે હું મારા હાથ જોડી લઉં છું. હું સ્ટેજ પર નમન કરું છું અને વિચારું છું કે આ ક્ષણ ફરી પાછી આવશે કે નહીં.’ સિંગર અભિજીત ભટ્ટાચાર્ય ઉદિત નારાયણના બચાવમાં આવ્યા હતા સિંગર અભિજીત ભટ્ટાચાર્યએ કિસિંગ વિવાદ પર ઉદિત નારાયણનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે આવી ઘટનાઓ સિંગર સાથે બને છે. ઉદિત નારાયણ એક સુપરસ્ટાર સિંગર છે. છોકરીઓ તેમની પાછળ પડી હતી. ન્યૂઝ 18 સાથેની મુલાકાતમાં અભિજીતે કહ્યું, ‘આવા બનાવો હંમેશા અમારા સિંગર્સ સાથે બનતા રહે છે. જો અમારી યોગ્ય સુરક્ષા ન હોય અથવા બાઉન્સરોથી ઘેરાયેલા ન હોઈએ, તો લોકો અમારાં કપડાં પણ ફાડી નાખે છે. મારી સાથે પણ આ પહેલા આવું બન્યું છે.’ ‘હું એક વાર દક્ષિણ આફ્રિકામાં એક કોન્સર્ટ કરી રહ્યો હતો. ૩-૪ છોકરીઓએ મને એટલી ખતરનાક રીતે કિસ કરી કે હું ફરીથી સ્ટેજ પર જઈ શક્યો નહીં. આ બધું લતાજીની સામે થયું. મારા ગાલ પર લિપસ્ટિકના નિશાન હતા.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments