સફર મેં ભીડ તો હોગી જો ચલ શકો તો ચલો, સભી હે ભીડ મેં તુમ ભી નિકલ શકો તો નિકલ શકો તો ચલો આ લાઈન નોરા ફતેહીના જીવન પર સંપૂર્ણ રીતે બંધબેસે છે. એક સમય હતો જ્યારે નોરા કેનેડાથી માત્ર 5,000 રૂપિયા લઈને મુંબઈ આવી હતી અને હવે તે એક ઇવેન્ટ માટે 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આજે નોરા તેનો 33મો જન્મદિવસ છે. તેના જન્મદિવસ અવસરે, આપણે તેના જીવન સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો જાણીશું- બાળપણમાં બાળકો ડાન્સની મજાક ઉડાવતા હતા
નોરાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે તે 11 વર્ષની હતી, ત્યારે તેને સ્કૂલમાં એમ કહીને ચીડવવામાં આવતી હતી કે તે ખૂબ જ પાતળી છે અને તેને ડાન્સ પણ આવડતો નથી. તેણે ત્યારે જ નક્કી કરી લીધું હતું કે એક દિવસ તે બધાને ખોટા સાબિત કરશે. એક્ટ્રેસે જણાવ્યું કે તેના સ્કૂલના દિવસોમાં, તે એવી છોકરીઓના જૂથમાં રહેવાનો પ્રયાસ કરતી હતી જે વધુ સારી રીતે ડાન્સ કરતી હોય. નોરાએ કહ્યું- હું હંમેશા તેની કોપી કરતી, તેના ડાન્સ સ્ટેપ્સ કરવાનો પ્રયાસ કરતી જેથી તે મને તેના ગ્રુપમાં સામેલ કરે, પરંતુ તેણે ક્યારેય મને સ્વીકારી નહીં. મને લાગતું હતું કે હું તેના લેવલનો ડાન્સ કરી શકતી નથી. ડાન્સ કરવા બદલ માતાએ મને માર માર્યો હતો
નોરા માટે આ સફર સરળ નહોતી. તેણે પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. તેનો જન્મ એક રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેના માતા-પિતાએ તેના ડાન્સ સામે વાંધો ઉઠાવ્યો, પરંતુ નોરા ડાન્સર બનવા માટે મક્કમ હતી. નોરાને બાળપણથી જ ડાન્સનો શોખ હતો. નોરા તેના માતા-પિતાથી છુપાઈને ઘરમાં બંધ રૂમમાં ડાન્સ કરતી હતી. એક દિવસ નોરાની માતાએ તેને ડાન્સ કરતા જોઈ ગઈ. નોરાનો ડાન્સ જોઈ તેની માતા તેને ખૂબ માર માર્યો. માતા-પિતાના વિરોધ છતાં, નોરાએ ડાન્સ ન છોડ્યો. તેમણે અભ્યાસ પૂર્ણ કર્યા પછી ભારત આવવાનું નક્કી કર્યું. એક સમય હતો જ્યારે થેરેપીની જરૂર હતી
ઇન્ટરવ્યૂ દરમિયાન, નોરાને પૂછવામાં આવ્યું કે તે મુંબઈમાં ઘરનું ભાડું કેવી રીતે ચૂકવતી હતી. તેણીએ કહ્યું, તે સમયે હું જે એજન્સીમાં કામ કરતી હતી તે અમારા એપાર્ટમેન્ટનું ભાડું ચૂકવતી હતી અને તેનું કમિશન કાપી લેતી હતી. આ પછી મારી પાસે બહુ ઓછા પૈસા બચતા. મેં ઘણા દિવસો ઈંડા, બ્રેડ અને દૂધ પર ગુજાર્યા છે. તે મારા માટે ખૂબ જ ખરાબ સમય હતો અને જો હું ગંભીરતાથી કહું તો, તે સમયે મને થેરેપીની જરૂર હતી 2019માં એક ઇન્ટરવ્યૂમાં તેના સંઘર્ષના તબક્કા વિશે વાત કરતા, નોરાએ કહ્યું કે તે દિવસોમાં તે જે એજન્સીમાં કામ કરતી હતી તે તેને દર અઠવાડિયે ફક્ત 3,000 રૂપિયા ચૂકવતી હતી. આટલા ઓછા પૈસામાં રોજિંદા ખર્ચનું સંચાલન કરવું તેના માટે ખૂબ જ મુશ્કેલ બની ગયું. એજન્સીએ મારી સાથે 20 લાખ રૂપિયાની છેતરપિંડી કરી
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં નામ બનાવતા પહેલા નોરા સાથે છેતરપિંડી થઈ હતી. નોરાએ પિંકવિલા સાથેની વાતચીતમાં કહ્યું, ભારતમાં વિદેશીઓ માટે જીવન ખૂબ જ મુશ્કેલ છે. આપણે ઘણી બધી વસ્તુઓ કરીએ છીએ અને લોકોને તેના વિશે યોગ્ય રીતે ખબર પણ નથી હોતી. તેઓ અમારા પૈસા લઈ લે છે. મારી સાથે પણ આવું બન્યું છે. તેણે મને કામ આપવાનું વચન આપીને લાલચ આપી. આ લોભને કારણે મેં તેને 20 લાખ રૂપિયા આપ્યા. તેનું વર્તન બરાબર નહોતું. તેથી હું તેમની એજન્સી છોડવા માગતી હતી પણ તેમણે મને કહ્યું કે અમે તમારા પૈસા પાછા નહીં આપીએ અને તે સમયે મેં 20 લાખ રૂપિયા ગુમાવ્યા. મેં આ પૈસા એક જાહેરાતમાં કામ કરીને કમાયા હતા. ઘણા કલાકારો સાથે અફેરની અફવાઓ છે
નોરા ફતેહીએ એક વખત પોતાના સંબંધો વિશે વાત કરી હતી. નોરાએ અંગદ બેદીનું નામ લીધા વિના, “ઇન્વાઇટ ઓન્લી” નામના ટોક શોમાં કહ્યું હતું કે તેની સાથે બ્રેકઅપ થયા પછી તે ખૂબ જ દુઃખી હતી. નોરાએ કહ્યું- બ્રેકઅપ પછી હું બે મહિના સુધી ડિપ્રેશનમાં રહી, ત્યારબાદ મેં મારી જાતને કામમાં વ્યસ્ત રાખી. 2015 માં બિગ બોસ-9 માં આવ્યા પછી, નોરા ફતેહીનું નામ ટીવી એક્ટર પ્રિન્સ નરુલા સાથે પણ જોડાયું હતું. બંને બિગ બોસમાં સાથે જોવા મળ્યા હતા. પ્રિન્સે સત્તાવાર રીતે આ સંબંધ સ્વીકાર્યો, પરંતુ નોરાએ ના પાડી. નોરા ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર શોનો ભાગ હતી. ત્યારથી નોરાનું નામ કોરિયોગ્રાફર ટેરેન્સ લુઇસ સાથે જોડાઈ રહ્યું હતું. જોકે, ટેરેન્સે પાછળથી કહ્યું કે અમે ફક્ત સારા મિત્રો છીએ. આજે નોરા બોલિવૂડની ડાન્સિંગ ક્વીન છે
નોરા ફતેહીએ 2014 માં ફિલ્મ રોર: ટાઇગર્સ ઓફ ધ સુંદરબન્સથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ પછી નોરાને સાઉથ ઇન્ડસ્ટ્રી તરફથી ઘણી ફિલ્મોની ઓફર પણ મળી. નોરા 2015 માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ બાહુબલીના ગીત મનોહરીમાં જોવા મળી હતી. ફિલ્મ ‘ભુજ’માં પરિણીતીનું સ્થાન લીધું
નોરાએ ઝેક નાઈટ સાથે “ડર્ટી લિટલ સિક્રેટ” ગીતથી ગ્લોબલ લેવલે પણ એન્ટ્રી કરી. નોરાએ 22મા IIFA એવોર્ડ્સમાં પણ આ ગીત પર પરફોર્મ કર્યું હતું. વર્ષ 2021માં, નોરાએ પરિણીતી ચોપરાનું સ્થાન લીધું અને ફિલ્મ ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં જાસૂસ હિનાની ભૂમિકા ભજવી. એક સમયે તે 5 હજાર રૂપિયા લઈને આવતી હતી, હવે તે 2 કરોડની માલિક
નોરા ફતેહીની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો, એક રિપોર્ટ અનુસાર, તેમની કુલ સંપત્તિ 52 કરોડ રૂપિયા છે. નોરા એક વર્ષમાં લગભગ 2 કરોડ રૂપિયા કમાય છે. અહેવાલો અનુસાર, નોરા એક મ્યુઝિક વીડિયો માટે 40 લાખ રૂપિયા અને સોશિયલ મીડિયા બ્રાન્ડ પ્રમોશન માટે 5 લાખ રૂપિયા ચાર્જ કરે છે. નોરાએ આટલા ઓછા સમયમાં બોલિવૂડના ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું છે. 24 કલાકમાં બીજું સૌથી વધુ જોવાયેલ ગીત
તાજેતરમાં નોરાનું નવું ગીત ‘સ્નેક’ રિલીઝ થયું છે. આ ગીતમાં નોરા સાથે અમેરિકાના ફેમસ સિંગર જેસન ડેરુલો પણ છે. આ ગીત માત્ર 24 કલાકમાં બીજું સૌથી વધુ જોવાયેલ ગીત બની ગયું છે. આ ગીત ગાયક રોઝ અને બ્રુનો માર્સના ફેમસ ગીત APT પછી બીજા સ્થાને છે.