પાલિકાની ગુનાહિત બેદરકારીને કારણે આ બાળક મોતના મુખમાં ધકેલાયું છે. વરસાદી લાઈનની ગટરનું ઠાકણું જ ન હતું, ઉપરાંત લાઇનમાં આસપાસના તબેલા અને રહેઠાણોનાં ગેરકાયદે ગટર જોડાણો આપી દેવાયાં હતાં, જેના કારણે ગટરની અંદર છ ફૂટ સુધી પાણી વહેતું હતું. મેનહોલ ખોલ્યા ત્યારે પણ પાણીનો પ્રવાહ તો ચાલુ જ હતો સાથે ઝેરી ગેસથી ગુગળામણ પણ થતી હતી, જેથી ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને ચેમ્બરમાં ઉતરવું પડ્યું હતું. સાંજે 5.30 વાગ્યાના અરસામાં બાળક ગટરમાં પડ્યો તે ચેમ્બરથી 800 મીટરની લાઈનમાં ખાડી સુધી ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે બાળકની શોધખોળ કરી હતી, જે મોડી રાત્રે 2 કલાકે પણ ચાલુ હતી. આ પટ્ટામાં 10 જેટલી ચેમ્બરો ખોલીને શોધખોળ કરવામાં આવી હતી. જો કે, તેમ છતાં બાળકનો પત્તો લાગ્યો ન હતો. ગટરનાં ઢાકણો પર રસ્તો ચણી દીધો હતો, 30 મીટરે 3 મેનહોલ પરનો રોડ તોડ્યો ત્યારે ચેમ્બરો મળી આવી
સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે, આ વિસ્તારમાં ગટરની ચેમ્બરો પર રોડ ચણી દેવાયો હતો, જેથી મેનહોલ શોધવા માટે જેસીબીની મદદથી રસ્તો ખોદવો પડ્યો હતો, જેમાં દર 30 મીટરે આવી 3 ચેમ્બરો નીકળી હતી. આ ગટરમાં બંને સાઇડે પાણી વહે છે, એક આઉટલેટ ખાડી કિનારે પહોંચે છે જ્યારે બીજો છેડો પમ્પિંગ સ્ટેશન તરફ જાય છે. બાળકને કોઈપણ સંજોગે શોધી કાઢવા માટે ફાયર વિભાગે કમર કસી હતી. ગટરનાં ઢાકણો પર રસ્તો ચણી દીધો હતો, 30 મીટરે 3 મેનહોલ પરનો રોડ તોડ્યો ત્યારે ચેમ્બરો મળી આવી
સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે, આ વિસ્તારમાં ગટરની ચેમ્બરો પર રોડ ચણી દેવાયો હતો, જેથી મેનહોલ શોધવા માટે જેસીબીની મદદથી રસ્તો ખોદવો પડ્યો હતો, જેમાં દર 30 મીટરે આવી 3 ચેમ્બરો નીકળી હતી. આ ગટરમાં બંને સાઇડે પાણી વહે છે, એક આઉટલેટ ખાડી કિનારે પહોંચે છે જ્યારે બીજો છેડો પમ્પિંગ સ્ટેશન તરફ જાય છે. બાળકને કોઈપણ સંજોગે શોધી કાઢવા માટે ફાયર વિભાગે કમર કસી હતી.