back to top
Homeગુજરાતભાસ્કર એનાલિસિસ:કડક નિયમો-જંત્રી, શહેરમાં નવી ઉંચી ઇમારતોનો મૃત્યુઘંટ વાગશે

ભાસ્કર એનાલિસિસ:કડક નિયમો-જંત્રી, શહેરમાં નવી ઉંચી ઇમારતોનો મૃત્યુઘંટ વાગશે

જામનગરમાં કોમન જીડીસીઆરના ચોરતફર માર્જીન મૂકવાના તથા નવી જંત્રીમાં ઉંચા દર અને ફાયર સેફટીના બે સીડી, ત્રણ લીફટના નિયમને કારણે 5000 ફુટના નાના પ્લોટમાં બાંધકામ મહદઅંશે અશકય બન્યું છે. આ કારણોસર નવી ઉંચી ઇમારતોનું પ્રમાણ શહેરમાં ઘટ્યું છે. આથી ઉંચી ઇમારતો બનાવતા શહેરના 20 ટકા બિલ્ડરોએ અન્ય શહેરોમાં પ્રોજેકટ ડાયવર્ટ કરતા શહેરનો વિકાસ રૂંધાઇ રહ્યો છે. શહેરમાં કોમન જીડીસીઆર પહેલા એટલે કે વર્ષ-2017 પહેલા મનપામાં દર મહિને 20 થી 25 એપાર્ટમેન્ટ(15 મીટરથી નીચે અને 15 મીટરથી ઉપર) ની મંજૂરી અપાતી હતી. પરંતુ કોમન જીડીસીઆરના અમલીકરણ બાદ પ્લોટની બધી બાજુ 10-10 ફુટનું માર્જીન મૂકવાના નિયમના કારણે તથા સુરત, રાજકોટના બનાવ બાદ ફાયરના બે સીડી અને ત્રણ લીફટના નિયમના કારણે 5000 ફુટના પ્લોટમાં બાંધકામ મહદઅંશે અશક્ય બન્યું છે. કારણ કે, કારપેટ એરિયા પછીનો પ્લોટ વેંચાણ માટે ખૂબજ નાનો થાય છે. આટલું જ નહીં બાંધકામની કિંમત ખૂબજ ઉંચી થઇ છે. આથી શહેરમાં 5000 થી વધુ ફુટનો ફલેટના ભાવ આસમાને પહોંચ્યા છે. જે નાના શહેરમાં શહેરીજનોને પરવડે તેમ નથી. બીજી બાજુ હાલમાં જે ભાવમાં એપાર્ટમેન્ટની પડતર થાય છે તે ભાવમાં શહેરમાં બંગલો અને ટેનામેન્ટ મળતુ હોય તેની ખરીદીનું પ્રમાણ વધ્યું છે. આથી શહેરમાં ઉંચી ઇમારત બનાવતા 20 ટકા બિલ્ડરોએ પોતાના પ્રોજેકટ અન્ય શહેરોમાં ડાયવર્ટ કર્યા છે. કારણ કે, અહીં બહુમાળી ઇમારત બનાવવામાં કડક નિયમો અને જંત્રીના ભાવ વધારો અવરોધરૂપ બની રહ્યો છે. જામનગરમાં મોંઘા બાંધકામ લોકોને પરવડે નહીં
હાલમાં બાંધકાના પ્લાન પહેલા ફાયરના પ્લાનની મંજૂરી લેવી પડે છે. ત્યારબાદ બાંધકાનો પ્લાન મંજૂર થાય છે. બાંધકામના કડક નિયમો અને નવી જંત્રીના ઉંચા દરથી શહેરમાં 9000થી 10000 ફુટના પ્લોટમાં આ પ્રકારનું બાંધકામ શક્ય છે. જામનગર શહેર નાનુ હોય આ પ્રકારના મોંધા બાંધકામ સામાન્ય લોકોને પરવડે નહીં. શહેરમાં એપાર્ટમેન્ટ ઓછા , ટેનામેન્ટ વધુ બની રહ્યા છે
બાંધકામના કડક નિયમો બાદ ફાયર સેફટીની આકારી જોગવાઇથી શહેરનો વર્ટીકલ એટલે કે હાઇરાઇઝ બિલ્ડીંગ ઓછા બની રહ્યા છે. જયારે હોરીઝેન્ટલ વિકાસ વધ્યો છે. કારણ કે, જે ભાવમાં એપાર્ટમેન્ટની પડતર થાય છે તે ભાવમાં બંગલો અને ટેનામેન્ટ આસાનીથી મળી રહ્યા છે. ટેનામેન્ટની માંગ વધુ, વર્ષે 2500-3000 બને છે
જામનગરમાં વર્ટીકલ ડેવલોપમેન્ટ એટલે કે હાઇરાઇઝ, લોરાઇઝ એપાર્ટમેન્ટના ભાવમાં જમીન મળતી હોવાથી અને શહેરમાં હોરીઝેન્ટલ ડેવલોપમેન્ટ વધુ છે. આથી લોકોમાં ટેનામેન્ટ અને બંગલોની માંગ વધારે છે. આથી દર વર્ષે 2500થી 3000 ટેનામેન્ટની મંજૂરી સામે 40 થી 45 હાઇરાઇઝ ઇમારતોની મંજૂરી મળે છે. – હાર્દિક દવે, સીવીલ એન્જીનીયર બહુમાળી ઇમારતોના બાંધકામમાં અવરોધરૂપ પરિબળો‎

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments