જૂનાગઢના સાસણ ગીરથી સાવજો વર્ષોથી બહાર નીકળી ગયા છે. બરડા, વેળાવદર અને કોડીનાર એમ 3 તરફ પોતાનું સામ્રાજ્ય ફેલાવવા માટે ત્રિકોણીય કોરિડોર બનાવ્યો છે. પોતાનો વિસ્તાર જાતે જ વધારીને અત્યારે વનરાજો રાજ્યના 30,000 ચોરસ કિલોમીટરમાં ફેલાઈ ગયા છે. જેના પગલે પ્રવાસન ઉદ્યોગના વિકાસની સંભાવના પણ બળવત્તર બની છે. પોરબંદર અને જામનગરની વચ્ચે આવેલા બરડા ડુંગરથી લઈને બોટાદ સુધી બૃહદ ગીર બની શકે તેવી સંભાવના વનતંત્ર દ્વારા ચકાસાઈ રહી છે. બૃહદ ગીરનો વ્યાપ વધવાની સાથે હોટલો સહિત પ્રવાસન ઉદ્યોગનો પણ વિકાસ થશે અને ગ્રામીણ વિસ્તારોમાં ખેતરમાં દીવાલો બનાવવી, કુવા રક્ષિત કરવા સહિતની વન વિભાગની સ્કીમો પણ લાગુ પડશે.બૃહદ ગીરની ભૂગોળ મૂળ ગીર કરતા ઘણી ખરી અલગ પડે છે. કારણ કે, અહીંનો એક મોટો પ્રદેશ ડોલોમાઈટ અને બેસાલ્ટ પ્રકારના પથ્થરો સાથે ચૂનાના પથ્થરોનું મિશ્રણ ધરાવે છે. જોકે, એનાથી સિંહોને ખાસ ફરક પડ્યો નથી. સાસણ છોડીને વર્ષોથી બહાર નીકળી ગયેલા સિંહોના વિવિધ ગ્રુપોએ અન્ય પ્રદેશોમાં વસવાટ શરૂ કરી જ દીધો છે તો કેટલીક જગ્યાએ વન વિભાગે પણ વસાવ્યા છે. જેના માટે રહેઠાણ, પાણી અને ખોરાક સહિતની વ્યવસ્થા તો થઈ રહી છે, સાથોસાથ જમીન સંપાદન અને સંરક્ષણના માપદંડોનું મૂલ્યાંકન પણ જરૂરી બન્યું છે. આમ, પ્રદેશના બંધનો તોડીને સિંહોએ પોતાની અનુકૂળ જગ્યાએ રહેઠાણ બનાવી નાખ્યા છે ત્યારે હવે બૃહદ ગીરના વિસ્તૃતિકરણની સત્તાવાર ઘોષણા જ બાકી રહી છે.નિવૃત્ત સીસીએફ ડી. ટી. વસાવડાએ ભાસ્કરને જણાવ્યું હતું કે, ‘આજથી પાંચ સાત વર્ષ પહેલા બોટાદમાં સિંહનું કોઈ જ મેનેજમેન્ટ નહોતું પણ હવે આખું ડિવિઝન ઉભું થઈ ગયું છે અને એ ડિવિઝન સિવાય પણ સિંહો જ્યાં હોય ત્યાં તેને લગતી જંગલ ખાતાની સ્કીમો લાગુ પડે છે.’અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના 13 તાલુકાઓમાં સિંહોના પરિભ્રમણ અને સંભવિત કોરિડોર અંગે વિસ્તૃત અભ્યાસ થયો છે. જેમાં ખાંભા, જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા, લીલીયા, ગારીયાધાર, મહુવા, તળાજા, પાલીતાણા, સિહોર, ઘોઘા, ભાવનગર અને વલભીપુરનો સમાવેશ થાય છે. કચ્છના યુવકે કરેલા સંશોધનમાં પણ વન્ય પ્રાણીઓના કોરીડોરની હકીકતને પૃષ્ટિ મળી (નકશાનો ફોટો)કચ્છના યુવક અભિનવ મહેતાએ ‘વન્ય પ્રાણીઓના કોરીડોરની ભૂ-ભૌગોલિક રહેઠાણની યથાર્થતા’ પર કરેલા સંશોધનમાં પણ આ ત્રિકોણીય કોરીડોરને પૃષ્ટિ મળી છે. તેણે જણાવ્યું છે કે, ખંભાતનો અખાત અને અરબી સમુદ્રના પૂર્વીય વિસ્તારનો દક્ષિણી ભાગ, જેમાં શેત્રુંજી અને કાળુભાર નદીના વિસ્તારનો પણ સમાવેશ થઈ જાય છે તેમાં કામનાથ, કાળુભાર અને શેત્રુંજી એ ત્રણ માનવસર્જિત જંગલો આવેલા છે. અમરેલી અને ભાવનગરના તાલુકાઓના ચોક્કસ પ્રદેશોની આબોહવા, ભૂમિ અને વન્યજીવન સિંહોના અસ્તિત્વ સાથે કેટલું સુસંગત છે તેના વિશે વિસ્તૃત અને ઊંડાણપૂર્વક છણાવટ કરવામાં આવી છે. બૃહદ ગીર આવી રીતે આગળ વધ્યું અને સરકાર આ રીતે વિકાસ કરતી ગઈ બૃહદ ગીરના વિકાસ સાથે આ ફાયદા થશે ગીરના સિંહો 22,000 ચોરસ કિલોમીટરમાં વિહરતા હતા, હવે 36 ટકા વિસ્તાર વધ્યો : CCF
સિંહોનો વિસ્તાર 36 ટકા વધી ગયો છે. સિંહોનું સત્તાવાર જંગલ તો 1500 ચોરસ કિમી કરતાં પણ ઓછું છે. વનરાજોએ પોતાનો વિસ્તાર પોતાની મેળે જ વધારી લીધો છે. – આરાધના સાહૂ, સીસીએફ, જૂનાગઢ