આદિવાસી બાળકોમાં ધોરણ 11-12માં સૌથી ખરાબ એનરોલમેન્ટ રેશિયો ધરાવતા પાંચ રાજ્યમાં ગુજરાત સામેલ છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલા જવાબ મુજબ, ગુજરાતમાં ધો.11-12માં આદિવાસી બાળકોમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (વસિતના પ્રમાણમાં સ્કૂલમાં એડમિશન) 41.3% છે, એટલે કે દર 100માંથી 41 આદિવાસી બાળકો જ સ્કૂલમાં જાય છે. યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એન્જ્યુકેશન 2023-24ના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં એક વર્ષમાં ઉચ્ચતર માધ્યમિકમાં આદિવાસી બાળકોના એડમિશન 9.3% ઘટ્યા છે. 2022-23માં એડમિશન 50.6% હતા. દેશમાં 16-17ના વયજૂથમાં આદિવાસી બાળકોમાં આ રેશિયો 48.7% છે. ગુજરાતમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછો એનરોલમેન્ટ રેશિયો છે. આદિવાસી બાળકોમાં સૌથી ઓછા એનરોલમેન્ટ રેશિયો મણિપુરમાં 31% અને મધ્ય પ્રદેશમાં 33% છે. રાજ્યમાં 6-17 વર્ષના 5 લાખ આદિવાસી બાળકો સ્કૂલે જતા નથી. 5 લાખ આદિવાસી બાળકો સ્કૂલે નથી જતા
રાજ્યમાં 6-17 વર્ષના 23.03 લાખ આદિવસી બાળકો છે. જેમાંથી 5.05 લાખ બાળકો સ્કૂલે જતાં નથી. આદિવાસી બાળકોમાં ધો.1થી 5માં એનરોલમેન્ટ રેશિયો 81% છે, એટલે કે 19% બાળકો(1.89 લાખ) સ્કૂલે જતા નથી. ધો.6-8માં રેશિયો 95% છે. આદિવાસી છોકરીઓમાં એડમિશન વધુ
ધો.11-12માં ગુજરાતમાં આદિવાસી છોકરાઓનો એનરોલમેન્ટ રેશિયો 36.2% છે. જ્યારે છોકરીઓનો એનરોલમેન્ટ રેશિયો 46.8% છે. જે છોકરાઓ કરતાં વધુ છે.