વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં છેલ્લાં 15 વર્ષથી વધુ સમયથી 100થી વધુ પ્રોફેસરની ભરતી ન થતાં આજે યુનિવર્સિટીની વિવિઘ ફેકલ્ટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી બની છે. એક તરફ અધ્યાપકોની કાયમી ભરતી કરવામાં આવતી નથી, તો બીજી તરફ આટલી મોટી જગ્યાઓ ખાલી હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. પ્રોફેસરે સાથે એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 600થી વધુ જગ્યાઓ હાલમાં ખાલી છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરી અનેક લોકો વૈજ્ઞાનિક બન્યાં
તાજેતરમાં જ યુનિવર્સિટીમાં 73મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ખાસ કરીને નોબેલ પુરસ્કાર વિજેતા અને જાણીતા વૈજ્ઞાનિક સી. વી. રામકૃષ્ણનના પુત્ર વેંકી રામકૃષ્ણનએ બાયોકેમિસ્ટ્રી વિભાગની મુલાકાત લીધી હતી. ત્યારે આવા વૈજ્ઞાનિકો તે સમયે આજ યુનિવર્સિટીમાંથી ઊભરી આવ્યાં છે. આજ યુનિવર્સિટીની તે સમયની સ્થિતિ અને હાલમાં પરિસ્થિતિ કઈક અલગ જ ઊભી થઈ છે. તે સમયે આજ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક, પ્રોફેસર તરીકે જાણીતાં બન્યા છે. જ્યારે આજના સમયમાં પરિસ્થિતિ ક્યાંક અલગ જ જોવા મળી રહી છે. હાલમાં સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે યુનિવર્સિટીમાં રિસર્ચનો રેસિયો ઘટ્યો છે. પ્રોફેસર ન હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર મુશ્કેલી
એમ. એસ. યુનિવર્સિટીમાં તાજેતરમાં જ એક ફેકલ્ટીના પ્રોફેસર સતીશ પાઠકે ગેરરીતિ અંગેની ગુજરાત હાઈકોર્ટમાં થયેલી પીઆઈએલની સુનાવણી દરમિયાન જ પુર્વ વાઈસ ચાન્સેલર વી. કે. શ્રીવાસ્તવે અચાનક રાજીનામું આપી દીધું હતું. આજે અહીંયાં ઈનચાર્જ વાઈસ ચાન્સેલર તરીકે પ્રો. ધનેશ પટેલ કામગીરી કરી રહ્યાં છે. પરંતું યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પર અભ્યાસને લઈ પ્રોફેસર ન હોવાથી ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. હાલમાં વિવિધ પ્રોફેસરની 600થી વધુ જગ્યાઓ ખાલી
કોલેજના ઉચ્ચ શિક્ષણમાં ખાસ કરીને પ્રોફેસરની પોસ્ટ સર્વોચ્ચ ગણાતી હોય છે. અહીંયાં રિસર્ચ, પીએચડી પરીક્ષાને લગતી તેમજ અન્ય મહત્વપૂર્ણ જવાબદારીઓ પ્રોફેસરના સીરે હોય છે. ત્યારે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે પ્રોફેસર જ ન હોય તો ગતિશીલ ગુજરાતની વાતો કરતી સરકાર પહેલાના સમય જેવા વૈજ્ઞાનિકો ક્યાંથી મેળવી શકશે? આજે વિવિઘ ફેકલ્ટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 600થી વધુ જગ્યાઓ હાલમાં ખાલી છે. સૌથી વધુ પ્રોફેસરોની અછત સાયન્સ અને ટેકનોલોજી ફેકલ્ટીમાં
વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સૌથી વધુ પ્રોફેસરોની જગ્યાઓ સાયન્સ અને ટેકનોલોજી ફેકલ્ટીમાં છે કે જ્યાંથી દેશના નહીં પરંતુ દુનિયાના ટોપ ટેન વૈજ્ઞાનિકોમાં વડોદરાની એમએસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું નામ આવે છે. આજે અહીં વિદ્યાર્થીઓને ભણાવવા માટે પૂરતો સ્ટાફ નથી. હાલમાં વિવિધ ફેકલ્ટીમાં પ્રોફેસરોની 100થી વધુ જગ્યાઓ, જ્યારે એસોસીએટ પ્રોફેસરની 150થી વધુ અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 400થી વધુ જગ્યાઓ ખાલી છે. જેના કારણે યુનિવર્સિટીના શિક્ષણ પર દિન-પ્રતિદિન વિપરીત અસર જોવા મળી રહી છે. સાયન્સ ફેકલ્ટીની હાલત સૌથી વધારે કફોડી
યુનિવર્સિટીની ટેકનોલોજી તેમાં સાયન્સ ફેકલ્ટીની હાલત તો સૌથી વધારે કફોડી બની છે. મહત્વની બાબત છે કે, આ બંને ફેકલ્ટી એવી છે કે જ્યાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ પીએચડી અને રિસર્ચ અહીંયાથી કરતા હોય છે. પરંતુ યુનિવર્સિટી સેનેટમાં રજૂ કરાયેલી માહિતી પ્રમાણે જોવામાં આવે તો ટેકનોલોજી ફેકલ્ટીમાં પ્રોફેસરોની 55, એસોસિએટ પ્રોફેસરની 72 અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 65 જગ્યાઓ ખાલી છે. જ્યારે સાયન્સ ફેકલ્ટીમાં પ્રોફેસરની 19, એસોસિએટ પ્રોફેસરની 33 અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 70થી વધુ જગ્યાઓ ખાલી છે. આવનાર વાઈસ ચાન્સેલરની કામગીરીને લઈ સવાલ
યુનિવર્સિટીમાં પ્રોફેસર સાથે મહત્વની ભૂમિકા ભજવતા કર્મચારીઓની પણ ખૂબ મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે. ત્યારે અહીંયા સરકાર કાયમી ભરતી કરે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી. તો બીજી તરફ અનેક કર્મચારીઓ રિટાયર્ડ થતા હોવાથી યુનિવર્સિટીમાં કર્મચારીઓની પણ અંદાજિત 2000થી વધુ જગ્યાઓ ખાલી છે. જેમાં સૌથી વધારે ટેકનોલોજી અને હેડ ઓફિસ ખાતે ખાલી છે. આ ખાલી જગ્યાઓ પર હંગામી કર્મચારીઓ કામ કરતા હોય છે. પણ હંગામી કર્મચારીઓની સંખ્યા પણ ઘણી જગ્યાએ પૂરતી ન હોવાથી વહીવટી કામગીરી પર ગંભીર અસર પડી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં ઇન્ચાર્જ વાઈસ ચાન્સેલર અને નવા આવનાર વાઈસ ચાન્સેલર કઈ રીતે કામગીરી કરે છે, તે સૌથી મોટો સવાલ છે. આ અંગે અમે એમ. એસ. યુનિવર્સિટીના ઈનચાર્જ વાઈસ ચાન્સેલર સાથે ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જૉ કે, તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો. આ અંગે યુનિવર્સિટીના પીઆરઓ સાથે પણ વાત કરી, પરંતુ આ અંગે પ્રતિક્રિયા આપવાની વાત નકારી હતી. રેન્કિંગ અને ગ્રેડ
નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2024માં એમ એસ યુનિવર્સિટીના રેન્કિંગની વાત કરવમાં આવે તો વર્ષ 2022-23માં 100-150થી 151-200ના રેન્ક બેન્ડ પર સરકી ગયું, જ્યારે વર્ષ 2016માં 76થી સતત ઘટાડો થયો. જ્યારે વર્ષ 2017થી 2020 સુધી, રેન્ક 151-200ના બેન્ડમાં સ્થાન રહ્યું હતું. વર્ષ 2022થી બે વર્ષ સુધી તે 101-150ના રેન્ક બેન્ડમાં રહ્યું હતું. નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) આકારણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને તે 90માં સ્થાન મેળવ્યું હતું. મહત્ત્વની બાબત છે કે, વર્ષ વર્ષ 2016માં યુનિવર્સિટીએ NAACમાં ગ્રેડ – A મેળવ્યો હતો, જે વર્ષ 2022માં યુનિવર્સિટીએ NAACમાંથી 3.43 CGPA સાથે ‘A+’ ગ્રેડ મેળવ્યો હતો. આ રેન્ક પાછળ હોવાનુ ઍક તારણ પણ સામે આવ્યું હતું કે, યુનિવર્સિટીના વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો ગુણોત્તર નબળો છે. આ સાથે NIRF રેન્કિંગમાં થયેલ ઘટાડાના કારણે યુનિવર્સિટીએ કેટલીક ગ્રાન્ટ ગુમાવવાનો વારો આવ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે ન માત્રા વિદ્યાર્થીઓ પરંતું પ્રોફેસર પણ આ રેન્કિંગના કારણે ટોપમાં ન હોવાથી પીએચડી માટે પરિક્ષકોની નિમણૂક કરી શકતી નથી. MSUના 2021-22ના છેલ્લા ઉપલબ્ધ વાર્ષિક અહેવાલ મુજબ, તેના દ્વારા હાથ ધરવામાં આવેલા મંજૂર પ્રોજેક્ટ્સની સંખ્યા 2017-18માં 44થી ઘટીને 2020-21માં 25 થઈ ગઈ છે. 2021-22ના NAAC મૂલ્યાંકનના સમયગાળામાં, પ્રોજેક્ટ્સ માટે મંજૂર ગ્રાન્ટ પાંચ વર્ષમાં સૌથી વધુ રૂ.25.02 કરોડ હતી, પરંતુ પ્રોજેક્ટ્સની સંખ્યા 42 હતી. મહત્ત્વની બાબત છે કે, કાયમી અને રેગ્યુલર શિક્ષકો જ પી.એચડી માર્ગદર્શક બની શકે છે. લગભગ 775 શિક્ષકોની ભરતી બાકી છે, પરંતુ 2019થી કોઈ પ્રમોશન થયું નથી. પીએચડી સ્કોલર્સની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. કેટલાક પ્રોફેસરો લાયક હોવા છતા ઇન્ટરવ્યુ થયા નથી જેથી ભરતી થઈ શકતી નથી. કઈ ફેકલ્ટીમાં કેટલી જગ્યાઓ ખાલી