બજેટમાં રાજકોષીય શિસ્ત જાળવીને વપરાશ વધારવાના પગલાંની જાહેરાત કર્યા બાદ હવે અર્થતંત્રને વેગ આપવા માટે પગલાં લેવાનો કેન્દ્રીય બેંકનો વારો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ લગભગ પાંચ વર્ષ બાદ રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. અગાઉ કોવિડ મહામારી દરમિયાન 2020માં આરબીઆઈએ રેપોરેટ ઘટાડ્યો હતો. ત્યારબાદથી સતત વૃદ્ધિ સાથે રેપો રેટ 6.50% પર સ્થિર રહ્યો હતો. નવા ગર્વનર સંજય મલ્હોત્રાના નેતૃત્વમાં છેલ્લા બે વર્ષથી સ્થિર રેપો રેટ 6.50% થી ઘટી 6.35% થયો છે. આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટાડાની જાહેરાત સાથે જ શેરબજારમાં ઉથલપાથલ જોવા મળી હતી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હવે ચાઈના સાથેનું ટેરિફ યુદ્વ શરૂ થઈ ગયા સામે અમેરિકાના બેસેન્ટે ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો લાવવાના નિવેદન અને યુરોપના દેશોમાં જર્મનીના ફેકટરી ઓર્ડરોમાં વૃદ્વિ સાથે બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની શકયતા અને સોસાયટી જનરલ તેમ જ એસ્ટ્રાઝેનેકા પ્લેક. સહિતના અપેક્ષાથી સારા કોર્પોરેટ પરિણામોની પોઝિટીવ અસકે વૈશ્વિક બજારોમાં તેજીથી વિપરીત ભારતીય શેર બજારોમાં આજે સતત નવી મોટી ખરીદીમાં સાવચેતી સામે ફોરેન ફંડો-વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ફરી મોટી વેચવાલી રૂ.3550 કરોડની કરી હતી. ફંડોએ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી તેજીને વેપાર હળવો કરતાં માર્કેટબ્રેડ્થ ફરી પોઝિટીવમાંથી નેગેટીવ બની હતી. કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, ઓટોમોબાઈલ, એફએમસીજી, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી રહી હતી. ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડો ઉછાળે વેચવાલ હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ગઈકાલે તેજી બાદ આજે ઉછાળે પ્રોફિટ બુકિંગ થયું હતું. અમેરિકા-ચાઈના વચ્ચે ટેરિફ વોર તીવ્ર બનવાના એંધાણ વચ્ચે આજે મેટલ-માઈનીંગ શેરોમાં પણ વેચવાલી રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4064 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2402 અને વધનારની સંખ્યા 1520 રહી હતી, 142 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 04 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 10 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23614 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23474 પોઈન્ટના પ્રથમ અને 23404 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23676 પોઈન્ટ થી 23737 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23808 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 50354 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 50088 પોઈન્ટ પ્રથમ અને 49808 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 50474 પોઈન્ટ થી 50534 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 50606 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ( 2733 ) :- BKT ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2677 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2660 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2747 થી રૂ.2753 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2780 ઉપર તેજી તરફી ધ્યાન…!!
એસીસી લિ. ( 2012 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1970 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1944 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.2023 થી રૂ.2050 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
મુથૂટ ફાઈનાન્સ ( 2254 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની સેક્ટરનો આ સ્ટોક રૂ.2288 આસપાસ વેચવાલી થકી રૂ.2220 થી રૂ.2208 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2308 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
ઈન્ફોસીસ લિ. ( 1910 ) :- રૂ.1944 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1953 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1890 થી રૂ.1873 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1960 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!! બજારની ભાવિ દિશા…
મિત્રો, અમેરાકના ઈકોનોમિક ગ્રોથ અને ફુગાવાની ચિંતાઓના વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે. વિદેશી રોકાણકારો પણ સતત વેચવાલ રહ્યા છે. જેથી માર્કેટમાં ટૂંકાગાળાની વોલેટિલિટી જોવા મળી શકે છે. આની વૈશ્વિક અર્થતંત્ર ઉપર પણ અસર થઈ રહી છે, જેના ભાગરૂપે ભારતીય અર્થતંત્ર ઉપર પણ અસર થઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન, કેનેડા, મેક્સિકો પર ટેરિફ લાદવાની જાહેરાત કરતાં રૂપિયો ગગડ્યો છે. ડૉલર સામે રૂપિયો આજે વધુ 39 પૈસા તૂટી 87.46ની ઓલટાઇમ નીચી સપાટીએ પહોંચ્યો છે. વૈશ્વિક સ્તરે ટ્રેડ વોર શરુ થવાની ભીતિ સાથે ફોરેક્સ માર્કેટમાં હલચલ વધી છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર શરુ થતાં રોકાણકારો હાલ સાવચેતીનું વલણ દર્શાવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક કાર્યક્રમમાં ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો પર પણ ઊંચો ટેરિફ લાદવાની ધમકી આપી હતી. જેના લીધે ભારત પર પણ ટેરિફનું જોખમ વધ્યું છે. ડૉલર સામે રૂપિયો છેલ્લા કેટલાક દિવસોથી ગગડતાં આયાત મોંઘી થવાની શક્યતા છે.જેની સાથે વિદેશમાં હરવા-ફરવા અને અભ્યાસ મોંઘો થશે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને સોનાના ભાવ વધશે. આયાત થતી કોમોડિટીના ભાવો આસમાને પહોંચતાં મોંઘવારી વધશે. દેશમાં વિદેશી રોકાણ પણ ઘટશે. રૂપિયામાં નોંધાઈ રહેલો કડાકો અટકાવવા માટે આરબીઆઇની દખલ આવશ્યક બની છે. ડૉલર સામે રૂપિયો મોંઘો બનતાં વિદેશથી ડૉલર મોકલવામાં ફાયદો થશે. તેમજ મેડિકલ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં ફાયદો થશે. નિકાસકારોની આવક વધશે. આઇટી, ફાર્મા ક્ષેત્રે ડૉલરમાં કમાણી વધશે.