back to top
Homeસ્પોર્ટ્સચેમ્પિયન્સ ટ્રોફી માટે ICCએ સોંગ રિલીઝ કર્યું:આતિફે 'જીતો બાઝી ખેલ કે' ગીત...

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ICCએ સોંગ રિલીઝ કર્યું:આતિફે ‘જીતો બાઝી ખેલ કે’ ગીત ગાયું; કહ્યું- ભારત-પાકિસ્તાન મેચનો રોમાંચ અલગ હોય છે

ICCએ શુક્રવારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ઑફિશિયલ સોંગ ‘જીતો બાજી ખેલ કે’ રિલીઝ કર્યું. આ સોંગ પ્રખ્યાત ગાયક આતિફ અસલમે ગાયું છે. અબ્દુલ્લા સિદ્દીકીએ આ ગીતનું નિર્માણ કર્યું છે, જ્યારે અદનાન ઢુલ અને અસફંદયાર અસદે સોંગના શબ્દો લખ્યા છે. ICCએ સોશિયલ મીડિયા X પર લખ્યું, ‘રાહ પૂરી થઈ. અમારી સાથે ચેમ્પિયન્સ ટ્રોફીનું સોંગ ગાઓ. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન પાકિસ્તાન અને UAEમાં રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 15 મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 23 ફેબ્રુઆરીએ રમાશે. મ્યુઝિક વીડિયોમાં પાકિસ્તાની સંસ્કૃતિ
જીતો બાઝી ખેલ ગીતના મ્યુઝિક વીડિયોમાં પાકિસ્તાનની શેરીઓ, બજારો અને સ્ટેડિયમની ઝલક જોઈ શકાય છે. આમાં નાના છોકરાઓ મેચ રમતા જોવા મળે છે. આ ગીત ચાહકો માટે સ્ટ્રીમિંગ ઓડિયો પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. ભારત-પાકિસ્તાન મેચનો ઉત્સાહ હંમેશા અલગ હોય છે: આતિફ
આ ગીતનો ભાગ બનવા અંગે આતિફ અસલમે કહ્યું, ‘મને ક્રિકેટ પ્રત્યે ખૂબ જ ઉત્સાહ છે અને હું હંમેશાથી ઝડપી બોલર બનવા માંગતો હતો. રમત પ્રત્યેના મારા જુસ્સા અને સમજણને કારણે, હું ચાહકોનો ઉત્સાહ ખૂબ સારી રીતે અનુભવી શકું છું. ખાસ કરીને ભારત-પાકિસ્તાન મેચનો ઉત્સાહ હંમેશા અલગ હોય છે. એટલા માટે હું ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ઑફિશિયલ સોંગનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.’ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઉત્સાહ વધી રહ્યો છે: અનુરાગ દહિયા
ગીત લોન્ચ સમયે, ICCના ચીફ કોમર્શિયલ ઑફિસર અનુરાગ દહિયાએ જણાવ્યું હતું કે, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઉત્સાહ વધી રહ્યો છે. આજે અમને આ ગીત લોન્ચ કરતા આનંદ થાય છે. ઇવેન્ટ શરૂ થવામાં 12 દિવસ બાકી છે ત્યારે, ચાહકો એક એવા ગીતની અપેક્ષા રાખી શકે છે જે પાકિસ્તાનની ઓળખ અને ચેમ્પિયન્સ ટ્રોફીની સાચી ઉજવણીનું પ્રતિનિધિત્વ કરે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ડિરેક્ટર અને PCBના ચીફ ઓપરેટિંગ ઓફિસર સુમૈર અહેમદ સૈયદે જણાવ્યું હતું કે, આતિફ અસલમે PSL માટે ઘણા હિટ ગીતો આપ્યા છે, અને અમને વિશ્વાસ છે કે આ ગીત પણ ખૂબ જ હિટ થશે. અમને આશા છે કે બધા ચાહકો તેમની ટીમોને સમર્થન આપવા અને આ ટુર્નામેન્ટને ઐતિહાસિક બનાવવા માટે સ્ટેડિયમમાં પહોંચશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments