back to top
Homeગુજરાતપાલનપુર-અમદાવાદ હાઈવે પર કારે બાઈકને ટક્કર મારી:પોલીસ બોર્ડવાળી કારમાંથી દારૂની બોટલો મળી,...

પાલનપુર-અમદાવાદ હાઈવે પર કારે બાઈકને ટક્કર મારી:પોલીસ બોર્ડવાળી કારમાંથી દારૂની બોટલો મળી, બાઈક ચાલકનું મોત; ચાલક ફરાર

પાલનપુર-અમદાવાદ હાઈવે પર વડગામના ભરકાવાડા પાટિયા પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. પોલીસ બોર્ડવાળી કારે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. મૃતક વડગામ તાલુકાના ઢેલાણા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે અકસ્માત સર્જનાર કારમાંથી દારૂની બોટલો મળી આવી છે, જે ચિંતાજનક બાબત છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કાર ચાલક પોલીસ કર્મચારી અથવા તેમના સંબંધી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. છાપી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને કાર ચાલકની ઓળખ તેમજ ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ બોર્ડવાળી કારમાંથી દારૂ મળવાની ઘટનાએ વિસ્તારમાં ભારે રોષ ફેલાવ્યો છે અને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. પોલીસે આ સમગ્ર મામલે ઝડપી તપાસ કરી દોષિત સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments