back to top
Homeમનોરંજનપ્રિયંકાના ભાઈના લગ્નમાં જીજાજી મહેફિલ જમાવી:નિક જોનસે હિન્દી ગીત 'તુ માન મેરી...

પ્રિયંકાના ભાઈના લગ્નમાં જીજાજી મહેફિલ જમાવી:નિક જોનસે હિન્દી ગીત ‘તુ માન મેરી જાન’ ગાયું, નણંદ-ભાભી ઝૂમી ઉઠ્યા; સંગીત સેરેમનીના વીડિયો વાઈરલ

પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરાના લગ્ન ફંક્શન શરૂ થઈ ગયા છે. ગઈકાલે રાત્રે પ્રિયંકાના પતિ નિક જોનાસ પણ સેલેબ્રેશનમાં જોડાયા. નિક જોનાસ ગુરુવારે મુંબઈ પહોંચ્યા હતા અને રાત્રે તેણે તેના સાળાના સંગીત સેરેમનીમાં મહેફિલ જમાવી હતી. આ પ્રસંગે નિક જોનાસે બોલિવૂડ ગીતો પણ ગાયા હતા. પ્રિયંકા ચોપરા સાથે નિકના ડાન્સ પર્ફોર્મન્સે લોકોનું દિલ જીતી લીધું હતું. જીજાજી નિક જોનસે મહેફિલ જમાવી
સિંગગથી દુનિયાભરના લોકોના દિલ જીતી લેનારા નિક જોનાસે ગુરુવારે રાત્રે પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરાની સંગીત સેરેમનીમાં પણ પર્ફોર્મન્સ કર્યું હતું. તેણે હિન્દી ગીત ‘તુ માન મેરી જાન’ ગાયું હતું. આ સાંભળીને જ એક્ટ્રેસ અને તેની ભાભી ખુશીથી ઝૂમી ઉઠ્યાં હતાં. સંગીત ફંક્શનની ખાસ ઝલક… નણંદ-ભાભીનો ડાન્સ અમેરિકન સિંગર નિક જોનાસે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા
સંગીત સેરેમનીના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, જેમાં નિક જોનાસે એક અદ્ભુત સિંગગ પર્ફોર્મન્સ કર્યુ હતુ. હાથમાં ગિટાર સાથે, અમેરિકન સિંગરે પોતાના ગીતથી ત્યાં હાજર લોકોના દિલ જીતી લીધા. નિકના પિતા પોલ કેવિન જોનાસ (પાપા જોનાસ) સિન્થેસાઇઝર પર તેની સાથે જોવા મળ્યા. પિતા અને પુત્રના આ પર્ફોર્મન્સે ત્યાં હાજર બધાના દિલ જીતી લીધા. પ્રિયંકાના સાસુએ પણ હાથ પર મહેંદી લગાવી
પ્રિયંકા ચોપરાની સાસુ પણ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. તે ભારતીય લગ્ન અને ટ્રેડિશનનો ખૂબ આનંદ માણતા જોવા મળ્યા. પ્રિયંકાના સાસુએ પણ હાથ પર મહેંદી લગાવી. એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામમાં કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં એક્ટ્રેસ અને તેની પુત્રી માલતીએ પણ મહેંદી લગાવી હતી. ખબર સંબંધિત આ સમાચાર પણ વાંચો… હલ્દી-મહેંદીમાં ‘દેશી ગર્લ’ પ્રિયંકાનો ટ્રેડિશનલ અવતાર, સાસુની સાડી સરખી કરતી જોવા મળી ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા હંમેશા હેડલાઇન્સમાં રહે છે. પ્રિયંકા ચોપરા હાલમાં ભારતમાં છે અને હાલમાં તેના ભાઈ સિદ્ધાર્થ ચોપરાના લગ્ન ફંકશનમાં હાજરી આપી રહી છે. પ્રિયંકાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. પીસી પોતાના ‘દેશી ગર્લ’ અંદાજમાં જોવા મળી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments