ભારતના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ડિપ્રેશન અને આત્મહત્યાનું પ્રમાણ વધતું રહ્યું છે. ખૂબ જ મોટી પ્રતિસ્પર્ધા, વિદ્યાર્થીઓમાં સંવાદસીનતાની સ્થિતિ, ભણવાની સાથે બીજા ક્ષેત્રોમાં પણ ટોપ કરવાની ઈચ્છા અને નોકરીમાં ભારી ભરખમ પેકેજ પાછળની દોડમાં વધારે પડતી ઝડપ જોવા મળે છે. તેનું કારણ દેશમાં પ્રતિષ્ઠિત ભારતીય સંસ્થાઓમાં વિદ્યાર્થીઓમાં ડિપ્રેશનના અનેક કિસ્સાઓ જોવા મળ્યા છે. આ કારણે આત્મહત્યાની ઘટનાઓ વધવા લાગી છે. ડિપ્રેશન માટે પરીક્ષા જ નહીં પણ બીજા અનેક કારણો જવાબદાર ગણવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર ડૉ. યોગેશ જોગસણ અને ડૉ. ધારા દોશીએ 1300 જેટલા વિદ્યાર્થીઓનો સરવે કર્યો અને કારણો શોધ્યા જેમાં કેટલાક મહત્વનાં તારણો બહાર આવ્યાં છે. માતા-પિતાની ઊંચી અપેક્ષાને કારણે 63% અને પરીક્ષાના ભયને કારણે 34% વિદ્યાર્થીઓ ડિપ્રેશન અનુભવે છે. 50% વિદ્યાર્થીને ભણ્યા પછી સારી જોબ નહીં મળે તો?ના વિચારથી ડિપ્રેશન પરિવાર સાથે વધુ સમય ગાળવો, કસરત-યોગ કરો
મનોવિજ્ઞાનના પ્રોફેસરો જણાવે છે કે, ડિપ્રેશનથી પીડિત દર્દીઓએ સારી જીવનશૈલીનું પાલન કરવું જોઈએ અને યોગ્ય ખાનપાનનું પાલન કરવું જોઈએ જેમ કે વ્યક્તિએ તેના પરિવાર અને મિત્રો સાથે વધુ સમય પસાર કરવો જોઈએ. તમારા મનની વાત કોઈ ખાસ મિત્રને જણાવવી જોઈએ. ડિપ્રેશનમાંથી બહાર આવવા દિનચર્યામાં કસરત, યોગ અને ધ્યાનને સ્થાન આપવું જોઈએ.