ફૂટબોલની વિશ્વ સંચાલક સંસ્થા, FIFAએ પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશન (PFF)ને તેના બંધારણમાં સુધારો કરવામાં નિષ્ફળ જવા બદલ સસ્પેન્ડ કરી દીધું છે. 2017 પછી આ ત્રીજી વખત છે જ્યારે પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ફેડરેશન (FIFA)એ કહ્યું- ‘જ્યાં સુધી PFF તેના બંધારણમાં જરૂરી ફેરફાર નહીં કરે ત્યાં સુધી પાકિસ્તાન સસ્પેન્ડ રહેશે.’ પાકિસ્તાની અખબાર ધ ડોનના અહેવાલ મુજબ, નવી ચૂંટાયેલી PFF કોંગ્રેસે FIFAના ફેરફારો કરવાનો ઇનકાર કર્યો હતો. FIFAએ નિવેદનમાં લખ્યું- PFF તેના બંધારણમાં સુધારો કરવામાં નિષ્ફળ ગયા બાદ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યું છે. જે નિષ્પક્ષ અને લોકશાહી ચૂંટણી સુનિશ્ચિત કરશે. જ્યારે FIFA અને AFCના PFF બંધારણને સ્વીકારે ત્યારે જ તેને દૂર કરવામાં આવશે. પાકિસ્તાની ફૂટબોલ 2019 થી એક એડહોક કમિટી દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે
જૂન 2019 થી એક સમિતિ પાકિસ્તાનમાં ફૂટબોલ ચલાવી રહી છે. તેની નિમણૂક FIFA દ્વારા કરવામાં આવી હતી. આ સમિતિને ચૂંટણીઓ યોજવા અને દેશના ફૂટબોલ માળખામાં ફેરફાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું પરંતુ તેઓ તેમ કરવામાં નિષ્ફળ ગયા. સમિતિના પ્રમુખ મલિકે ચેતવણી આપી હતી
સમિતિના અધ્યક્ષ હારૂન મલિકે આ અઠવાડિયાની શરૂઆતમાં સંસદીય પેનલને ચેતવણી આપી હતી કે 15 ફેબ્રુઆરી તેમના કાર્યકાળનો છેલ્લો દિવસ હશે અને જો પાકિસ્તાન બંધારણીય સુધારા લાગુ નહીં કરે તો તેને સસ્પેન્શનનો સામનો કરવો પડી શકે છે.