back to top
Homeગુજરાતચોરીના ઇરાદે આવેલા શખ્સે વૃદ્ધાની કરી કરપીણ હત્યા:ખાટલામાં સુતેલા 85 વર્ષીય મહિલા...

ચોરીના ઇરાદે આવેલા શખ્સે વૃદ્ધાની કરી કરપીણ હત્યા:ખાટલામાં સુતેલા 85 વર્ષીય મહિલા જાગી જતાં લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યા

ધોળકા તાલુકાના ચલોડા ખાતે 85 વર્ષીય વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. સીમ વિસ્તારમાં આવેલા 360 ફાર્મ ખાતે આ કરપીણ હત્યાની ઘટના ઘટી હતી. તા.7ની મોડીરાત્રિના સમયે આરોપી ચોરીના ઇરાદે આવ્યો હતો, પરંતુ ઘરની બહાર ખાટલામાં સુતેલા વૃદ્ધા અચાનક અવાજ થતાં જાગી ગયા હતા. તેમણે ચોરને પડકાર કરતા જ ચોર વૃદ્ધા પર તૂટી પડ્યો હતો. આરોપીએ વૃદ્ધાને ગંભીર ઇજાઓ પહોંચાડતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. આ હત્યાની ઘટના બાદ આજુબાજુના લોકો જાગી જતાં આ ઇસમને ઝડપી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. ખાટલામાં સુતેલા મહિલા જાગી જતાં વિરોધ કર્યો
મળતી માહિતી મુજબ, ધોળકાના ચલોડા ખાતે 85 વર્ષીય વૃદ્ધની કરપીણ હત્યાની ઘટના સામે આવી હતી. ચલોડાના સીમ વિસ્તારમાં આવેલા 360 ફાર્મહાઉસ ખાતે તા.7/2/25ની મોડીરાત્રિએ કાળુ ઠાકોર ચોરીના ઇરાદે ઘૂસ્યો હતો. જો કે, અવાજ થતાં ફાર્મહાઉસમાં ઘરની બહાર સુતેલા તખીબેન ઠાકોર જાગી ગયા હતા. તેમણે આ અજાણ્યા વ્યક્તિને પડકાર્યો હતો. પકડાઇ જવાના ડરથી વૃદ્ધાને મોતને ઘાટ ઉતાર્યાં
પકડાઈ જવાના ડરથી આરોપી લાકડી વડે વૃદ્ધા પર તૂટી પડ્યો હતો, જેમાં તખીબેનને ગંભીર ઇજા થતાં તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. ત્યાર બાદ ચોરે અન્ય એક મકાનની દીવાલને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જે કે, તે સમયે અન્ય લોકો જાગી જતાં આ ઇસમને પકડી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. લોકો જાગી જતાં આરોપીને ઝડપી પોલીસને હવાલે કર્યો
ધોળકા ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિના જણાવ્યા મુજબ, મોડીરાત્રિના 3 વાગ્યા આસપાસ આરોપીએ ફાર્મહાઉસમાં જઈ બહાર સુતેલા વૃદ્ધા પર લાકડી વડે હુમલો કરી તેમની હત્યા કરી હતી. ત્યાર બાદ બાજુના મકાનની દીવાલ પર લાકડીના ઘા મારતાં અન્ય લોકો જાગી ગયા હતા અને આ ઇસમને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે અગમ્ય કારણોસર ફાર્મ હાઉસ ખાતે વૃદ્ધા પર હીચકારો હુમલો કરી હત્યા નિપજાવવા સબબ ગુનો નોંધ્યો છે. આરોપીની વધુ પૂછપરછ પોલીસ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments