back to top
Homeભારતદિલ્હીમાં ભગવો, નેતાઓની પ્રતિક્રિયા:ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ-આપ પર નિશાન સાધ્યું, કેજરીવાલની હાર પર...

દિલ્હીમાં ભગવો, નેતાઓની પ્રતિક્રિયા:ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ-આપ પર નિશાન સાધ્યું, કેજરીવાલની હાર પર સ્વાતિ માલીવાલનું ટ્વિટ- અહંકાર તો રાવણનો પણ ન ટક્યો

આજે દિલ્હીમાં મતગણતરીનો દિવસ છે. મતગણતરી ચાલી રહી છે. શરૂઆતનાં વલણો ભાજપની તરફેણમાં આવી રહ્યાં છે. અત્યારસુધીના આંકડા મુજબ, ભાજપ 32 બેઠક પર આગળ છે, જ્યારે AAP માત્ર 14 બેઠક પર આગળ છે. મતગણતરી દરમિયાન જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કોંગ્રેસ અને AAP પર નિશાન સાધ્યું છે. વાંચો નેતાઓની પ્રતિક્રિયા… સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ‘મહાભારત’ સિરિયલનું એક દૃશ્ય શેર કરતાં ઓમર અબ્દુલ્લાએ ફક્ત આટલું જ લખ્યું, ‘આપસમાં લડો!’… સ્પષ્ટ છે કે તેઓ દિલ્હીમાં કોંગ્રેસ અને AAP દ્વારા અલગ-અલગ ચૂંટણી લડવાના નિર્ણયનો ઉલ્લેખ કરી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં ‘ઇન્ડિયા’ બ્લોક કામ કરતું નથી
કોંગ્રેસ અને AAP કેન્દ્રમાં ઇન્ડિયા બ્લોકનો ભાગ છે, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં આ ગઠબંધન કામ કરતું નથી. પહેલા હરિયાણામાં અને પછી દિલ્હીમાં કોંગ્રેસ અને AAP એકબીજા સામે લડી અને બંને જગ્યાએ ભાજપને ફાયદો થયો. એક્ઝિટ પોલ સાચા સાબિત થઈ રહ્યા છે
દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. પરિણામો પહેલાં જાહેર થયેલા એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું હતું કે આ વખતે દિલ્હી ભાજપ માટે દૂર નથી, એટલે કે એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી મળવાનું કહેવામાં આવ્યું હતું. શરૂઆતનાં વલણોમાં એક્ઝિટ પોલ સાચા સાબિત થઈ રહ્યા હોય એવું લાગે છે. કેજરીવાલની હાર પર સ્વાતિ માલીવાલનું ટ્વિટ અન્ના હજારેએ કહ્યું- હું સમજાવતો રહ્યો, પણ તેઓ દારૂને લઈને આવ્યા દિલ્હી ચૂંટણીના વલણો પર અન્ના હજારેએ કહ્યું કે ચૂંટણી લડતી વખતે ઉમેદવાર માટે શુદ્ધ આચરણ, શુદ્ધ વિચારો, નિર્દોષ જીવન અને બલિદાન હોવું મહત્ત્વપૂર્ણ છે. જો કોઈ ઉમેદવારમાં આ ગુણો હોય, તો મતદારોને તેમના પર વિશ્વાસ હોય છે. હું તેમને વારંવાર કહેતો રહ્યો, પણ તેમના ધ્યાનમાં ન આવ્યું અને તેઓ દારૂ લઈને આવ્યા. દારૂ એટલે ધન-સંપત્તિ સાથે સંબંધ ભાજપની જીત જોતાં ભાજપ કાર્યકર પુનિત વોહરા ભાવુક થયા, જુઓ વીડિયો… લક્ષ્મીનગર મતવિસ્તારના ભાજપના ઉમેદવારે શું કહ્યું
આ આદરણીય મોદીજીનો વિજય છે જેમના આશીર્વાદથી લોકોએ નક્કી કર્યું છે કે ભાજપ દિલ્હીમાં સરકાર બનાવશે. લક્ષ્મી નગર મતવિસ્તારના લોકો અને ભાજપના કાર્યકરોએ મને ઘણો ટેકો આપ્યો. ભરત બોઘરાએ કહ્યું- સ્પષ્ટ રાજનીતિ વિકાસની રાજનીતિને દિલ્લીની જનતાએ મહત્વ આપ્યું
દિલ્લી વિધાનસભાની ચૂંટણી પરિણામ અંગે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, દિલ્લીની જનતાનો હું આભાર માનું છું. સ્પષ્ટ રાજનીતિ વિકાસની રાજનીતિને દિલ્લીની જનતાએ મહત્વ આપ્યું છે. ભ્રષ્ટાચારથી ભરેલ ભરપૂર ચહેરો, પરંતુ પોતાની જાતને અલગ ચિતરી સમગ્ર દેશની જનતાને ગેરમાર્ગે દોરતા હતા એવી ખોટી રાજનીતિનો અંત આવ્યો છે. મોદી સાહેબે 10 વર્ષમાં દેશમાં કરેલ કામો, મોદી સાહેબની ગેરેન્ટી જોઈ મોદી ગેરેન્ટી ઉપર દિલ્લીની જનતાએ ભરોસો મુક્યો છે. દિલ્લી દેશનો મુગટ છે વિકાસની મુખ્ય ધારામાં આવી દિલ્લી વિકસિત દિલ્લી નવું દિલ્લી બનશે. દિલ્લીની જનતાએ મુક્ત બની જાકારો આપ્યો
તેમને વધુમાં જણાવ્યું હતું કે, 27 વર્ષ પછી ભાજપની સરકાર રાજધાની દિલ્લીમાં બની રહી છે, તેની પાછળના મુખ્ય બે કારણો છે. જે સરકાર છેલ્લા 10 વર્ષથી દિલ્લીની જનતાને મૂર્ખ બનાવતી હતી, ગેરમાર્ગે દોરી છેતરપિંડી કરી રહી હતી તેમાંથી દિલ્લીની જનતાએ મુક્ત બની તેને જાકારો આપ્યો છે. મોદી સાહેબે 10 વર્ષમાં કરેલા કામો અને પોતાનું જીવનની એક એક ક્ષણ દેશને આપી દીધી છે. માટે એ નેતૃત્વને દિલ્લીની જનતાએ માન આપ્યું છે. મોદી સાહેબે અને ભાજપ પક્ષે આપેલ ગેરેન્ટીના આધારે દિલ્લીની જનતાનું જીવનધોરણ બદલી જશે. ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોની મદદ કેન્દ્ર સરકાર કરી રહી છે અને હવે દિલ્લીની જનતાના સપના પણ દિલ્લીની ભાજપ સરકાર જરૂર પૂર્ણ કરશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું- દિલ્હીના દિલમાં મોદીજી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દિલ્હીના વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત પર કહ્યું કે, આજનો દિવસ ખાસ છે. કારણ કે દિલ્હીવાસીઓએ દેશનું દિલ જીતી લીધું. દિલ્હીના દિલમાં મોદીજી છે. મોદીજીની આગેવાનીમાં દેશ વિકાસ કરી રહ્યો છે. દિલ્હીના લોકોએ ડબલ એન્જિન સરકાર માટે રેકોર્ડ મતદાન કરી જીત અપાવી છે. દિલ્હીના લોકોએ એવા લોકોને મત આપ્યો નથી જેમણે સેનાને લઈને સવાલ ઉઠાવ્યા હતા. જેમને લોકોની આસ્થા પર શંકા કરી હતી, એવા લોકોની અહીં જગ્યા નથી. હવે દિલ્હીના લોકોને ડબલ એન્જિનની સરકાર મળશે. દિલ્હીવાસીઓએ આજે દેશભરના લોકોનું દિલ જીતી લીધું છે. દિલ્હીના લોકોને આજાદી મળી છે અને સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. દિલ્હી ચૂંટણીના પરિણામને લઈ વિજય રૂપાણીએ શું કહ્યું… દિલ્હી વિધાનસભાની ચૂંટણી અંગે તેમણે કહ્યું કે, શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ આગળ વધી રહી છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા વાયદાઓ ખોટા સાબિત થઈ રહ્યા છે. દિલ્હીના લોકોનું માનવું છે કે, દિલ્હી 10 વર્ષ પાછળ જતી રહી છે. આમ આદમી પાર્ટીએ ખોટી રેવડીઓ અને ખોટા વાયદા કરી ખાલી લોકોને છેતરવાનું જ કામ કર્યું છે, દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી છે. હવે દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપનું શાસન આવશે. રમેશ ટીલાળાએ દિલ્હી ચૂંટણી પર પ્રતિક્રિયા આપી રમેશ ટીલાળાએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકસિત ભારત પર કામ કરી રહ્યા છે. જેમાં મારો દેશ સમૃદ્ધ અને વિકસિત બને તેમજ દરેક નાગરિક સમૃદ્ધ થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેને લઈને દિલ્હીમાં સંપુર્ણ બહુમતીથી ભાજપની સરકાર બને તેવું લાગી રહ્યું છે. અગાઉની સરકારે ખૂબ જ ભ્રષ્ટાચાર કર્યા છે. અને દિલ્હીનો વિકાસ ન થાય તેવી કામગીરી કરી છે. જેને લઈ દિલ્હીનો વિકાસ ઇચ્છતી જનતાએ ભારતીય જનતા પાર્ટીનો સ્વીકાર કર્યો છે. લોકો સમજી ચુક્યા છે કે ભાજપ જ દિલ્હીનો વિકાસ કરી શકે છે. આ કારણે લોકોએ ભાજપને વિજયી બનાવવાનો નિર્ણય કર્યો હોય તેવું લાગી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments