અમદાવાદ વડોદરા એકસપ્રેસ વે પર શુક્રવાર બપોરે 3 વાગ્યા પહેલા અમદાવાદ નિષ્ઠુર દંપતિ 5 વર્ષના ઓરમાન પુત્રને માર મારીને કારમાં વાસદ લાવ્યા બાદ ઉતારી રફુચકર થઇ ગયું હતું. હાલ આણંદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કનૈયા ઉદયની માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ સંભાળ રાખી રહી છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બાળકે કાલી ઘેલી ભાષમાં તુટક તુટક વાત કરી પોતાની વેદના જણાવી હતી. મારી મમ્મીનું નામ લક્ષ્મી છે. પિતાનુ નામ ઉદય છે જ્યારે મામાનું નામ શિવમ છે. અમદાવાદમાં રહેતો હતો. મારી બીજી મમ્મી સાથે ઘણા સમયથી રહું છું.પરંતુ પહેલી મમ્મી કયાં રહે છે. તે ખબર નથી. જો કે હુ મમ્મી પપ્પા સાથે રહું છે. પરંતુ મારી બીજી મમ્મી મને ઘરની બહાર જાઉં તો ઘરમાં લાવીને દરરોજ મારતી હતી. ઘરમાં કંઇ વસ્તુ પડે તો પણ મને મારતી હતી. ઘરની બહાર જવા દેતી ન હતી. દરરોજ મને લાકડાંના દંડા વડે મારતી હતી. સવાર સાંજ જમવાનું આપતી હતી. પરંતુ મારે જોઇ તે વસ્તુ લઇ આપતી ન હતી. તેમજ પપ્પા ઘરે આવે ત્યારે મમ્મી ફરિયાદ કરે તો મને મારતાં હતા. કાલે સવારે મને મારી મમ્મી અને પપ્પાએ લાકડાના દંડા વડે પગ મારમાર્યો હતો. જેથી રડતો હતો તેથી મમ્પી પપ્પા ગુસ્સે થઇ ગયા હતા. બપોરે મને કારમાં બેસાડી લઇ આવ્યાં હતા. રસ્તામાં પણ મારતા હતા. તેમજ કોઇ જગ્યાએ કારમાં ઉતારી ચાલ્યા ગયા. એક ટેમ્પોવાળા કાકા મને રોડ પર જોઇને ઉભા રહી ગયા અને કોઇને ફોન કર્યો હતો. ત્યાર બાદ દવાખાનાની ગાડી આવેની મને દવાખાને મૂકી ગઇ, પોલીસ કાકાએ મને પૂછયુ તે મે કહ્યુ છે, મને માતા- પિતા મારતા હોવાથી મારે ઘેર પાછા નથી જવું. – ઇજાગ્રસ્ત બાળક કનૈયા ઉદય આણંદનું માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ તરછોડાયેલા બાળકની પડખે ઉભું રહ્યું
આણંદ માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ ભૂખ્યાને ભોજન અને નિરાધરોને આશ્ર્રય આપવાનું સેવાનું કામ કરે છે. માનવતા ચેરીટેબલ ટ્રસ્ટના સકીલભાઇને જાણ થતાં તેઓ આણંદ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. બાળકની સાથે રહીને તેની તમામ સારવાર તેમજ ખાવાપીવા સહિતની વ્યવસ્થા કરી છે. તેમજ બાળકને વારંવાર પુછપરછ કરીને તેના મા બાપની ભાળ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા છે. પોલીસે ઘાટલોટિયા ચોકડી સુધીના સીસીટીવી ચેક કર્યાં
બાળકના કહેવા મુજબ કાળા રંગની કાળ હતી તેમ જણાવતાં પોલીસે તેના મા-બાપને શોધી કાઢવા માટે બપોરે 1 થી સાંજના 4 વાગ્યા સુધી ઘાટલોટિયા ચોકડી સુધી તમામ 30થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. પણ કોઇ કડી મળી ન હતી. જેથી વાસદ પોલીસે ચિલ્ડ્રન હોમ મદદથી બાળકની પુછપરછ કરતા તેનું નામ કનૈયો, માતાનું નામ લક્ષ્મી ,પિતાનું નામ ઉદય અને મામાનું નામ શિવમ હોવાનું જણાવે છે. અમદાવાદ ખાતે રહે છે તેટલું જણાવે છે. તેને અમદાવાદ કયાં વિસ્તારમાં રહે છે તે પણ યાદ નથી. જેથી પોલીસે તેનું સરનામું શોધવામાં પણ તકલીફ પડી રહી છે. – જે કે ડોડીયા પીઆઇ વાસદ પોલીસ સ્ટેશન