back to top
Homeગુજરાતસુરતમાં અકસ્માત સર્જી બે લોકોના જીવ લેનાર નબીરો ઝડપાયો:ફાર્મ હાઉસમાં યુવતી અને...

સુરતમાં અકસ્માત સર્જી બે લોકોના જીવ લેનાર નબીરો ઝડપાયો:ફાર્મ હાઉસમાં યુવતી અને સાત યુવકોની દારૂની પાર્ટી થઈ, યુવતીને ઘરે મૂકવા જતા હતા’ને લોકોને ઉડાડ્યા

સુરતના આઉટર રિંગરોડ પર સાતમી ફેબ્રુઆરીની રાત્રે નબીરાએ અન્ય યુવક-યુવતી સાથે બેફામ ડ્રાઈવિંગ કરી અકસ્માત સર્જતા બે સગા ભાઈઓનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતને અંજામ આપનાર મુખ્ય આરોપી કીર્તનની ધરપકડ કરવામાં આવી છે. હજુ ટાટા હેક્સા કારમાં પાછળ સવાર એક યુવક અને યુવતી પોલીસના હાથે ચડ્યા નથી. જો કે, ઘટના સ્થળેથી જૈમિશ નામનો યુવક ઝડપાઈ જતા તેની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સાતમી ફેબ્રુઆરીએ એક યુવતી અને સાત યુવકોએ એક ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી કરી હોવાનું સામે આવ્યું છે. દારૂની પાર્ટી કર્યા બાદ યુવતીનું વાહન બગડી જતાં નબીરો અને અન્ય બે યુવકો જ્યારે યુવતીને તેના ઘરે મૂકવા જતા હતા ત્યારે અકસ્માત સર્જ્યો હતો. કીર્તનને પોલીસે રેલવે સ્ટેશન નજીકથી દબોચ્યો
7મી ફેબ્રુઆરીએ અકસ્માત સર્જયા બાદ ફરાર થયેલા કિર્તન ડાખરાની પોલીસ શોધખોળ કરી રહી હતી. કારમાં પાછળની સીટ પર સવાર જૈમિશ નામનો આરોપી શનિવારે જ ઝડપાઈ જતા પોલીસ સમક્ષ પોપટ બની ગયો હતો અને ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી કરી હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે કિર્તનનું લોકેશન ટ્રેસ કરતા તે રેલવે સ્ટેશન નજીક હોવાનું જાણવા મળતા પોલીસે ત્યાં પહોંચી તેને દબોચી લીધો હતો. કેમેરા જોતા જ બે હાથ જોડી નાટક કર્યું
હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપી કીર્તન ઝડપાયા બાદ મીડિયા સમક્ષ આવતા બંને હાથ જોડીને મીડિયા સમક્ષ ઉભો રહ્યો હતો અને રડવાનું શરૂ કરી દીધું હતું. મીડિયાના કેમેરા સમક્ષ મૌન રહીને કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આપ્યા વગર બે હાથ જોડીને રડતો ઉભો રહ્યો હતો. ઘટનાને અંજામ આપવાનું કોઈ દુઃખ ચહેરા ઉપર દેખાતું ન હતો પરંતુ જાણે માત્ર સહાનુભૂતિ મેળવવા માટે ડ્રામા કરતો હોય તેવું દેખાતું હતું. ઘટના અંગે પ્રશ્ન પૂછવાનો મીડિયા પ્રયાસ કર્યો હતો પરંતુ તે કોઈ ઉત્તર આપતો ન હતો. આરોપીનું મેડીકલ પરીક્ષણ કરાશે
લસકાણા પી.આઈ કુલદીપસિંહ ચાવડાએ જણાવ્યું કે આરોપીની શોધખોળ ચાલી રહી હતી જે આ અકસ્માત થયો છે તેની આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. તેના મિત્રોના મળેલા નિવેદન પરથી સ્પષ્ટ થયું હતું કે કીર્તન મુખ્ય આરોપી છે. કીર્તન નશાની હાલતમાં હોવાનું પણ જણાય આવ્યું હોવાનું મિત્રોએ કહ્યું હતું. અલગ અલગ ચાર ટીમ બનાવવામાં આવી હતી. સર્વેલન્સની ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સના મદદથી કીર્તન સુરત રેલવે સ્ટેશનની આસપાસ હોવાનું જણાય આવ્યું હતું. તેમણે ત્યાં પહોંચીને મુખ્ય આરોપી કીર્તનને ઝડપી પાડ્યો છે. હવે આરોપીનું મેડીકલ તપાસ માટે લઈ જવામાં આવશે. નબીરાએ અકસ્માત સર્જતા બે સગાભાઈનાં મોત
મળતી માહિતી પ્રમાણે, 7 ફેબ્રુઆરીની રાત્રે લગ્નપ્રસંગમાંથી 48 વર્ષીય અશ્વિનભાઈ સાપોલિયા અને તેના 42 વર્ષીય નાનાભાઈ કમલેશ સાપોલિયા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ સાથે જ ધર્મેશભાઈ જાસોલિયા પત્ની ધર્મિષ્ઠાબેન અને પાંચ વર્ષના પુત્ર યજ્ઞ સાથે લગ્નપ્રસંગમાંથી ઘરે પરત ફરી રહ્યાં હતાં. આ બંને પરિવારના સભ્યો બાઈક પર આઉટર રિંગરોડ ખાતે આવેલા વાલક બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન નબીરો કીર્તન ડાખરા પૂરપાટ ઝડપે આવ્યો હતો અને ડિવાઈડર કુદાવીને સામેની સાઈડથી આવી રહેલા સાપોરિયા અને જાસોલિયા પરિવારના પાંચ સભ્યોને અડફેટે લીધા હતા. જે પૈકી બંને સગા ભાઈ અશ્વિનભાઈ અને કમલેશનું મોત નીપજ્યું હતું. ચારે જાસોલીયા પરિવારના સભ્યો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાંથી મહિલા અને બાળક બંને ગંભીર હોવાથી આઈસીયુમાં સારવાર હેઠળ છે. આ પણ વાંચોઃ ‘પીધેલાએ અકસ્માત કરી મારા દીકરા છીનવી લીધા’ અકસ્માત સર્જાયો ત્યારે કારમાં કીર્તન સહિત ચાર લોકો સવાર હતા
મોડી રાત્રે બનેલી આ ઘટનામાં બાઈકો ઊડી ગયાં હતાં. જ્યારે ટાટાની હેક્સા કારને પણ ખૂબ નુકસાન પહોંચ્યું હતું. જોકે અકસ્માત સમયે કારમાં એક યુવતી સહિત ચાર લોકો સવાર હતા. જે પૈકી યુવતી અને બે યુવકો અકસ્માત બાદ ભાગી જવામાં સફળ થયાં હતાં. જ્યારે વધુ દારૂના નશામાં રહેલો જૈમિશ ભીંગરાડિયા દોડી આવેલા લોકોના હાથે ઝડપાઈ ગયો હતો. લોકોએ તેને દારૂના નશામાં જોતા રોષ પણ જોવા મળ્યો હતો. ત્યારબાદ ઘટનાની જાણ થતાં દોડી આવેલી પોલીસને યુવકને લોકોએ સોંપી દીધો હતો. લસકાણા પોલીસ દ્વારા સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી હતી. કીર્તન ડાખરા કાર ડ્રાઈવ કરતો હતો
પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા કારના માલિક મનોજ ડાખરા હોવાનું સામે આવ્યું હતું. અને આકાર તેમનો દીકરો કીર્તન ડાખરા ચલાવતો હોવાની જાણ થઈ હતી. રાત્રે જ લસકાણા પોલીસ દ્વારા હીરાબાગ ખાતે આવેલા વિઠ્ઠલનગર તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે કીર્તન અને તેના પિતા બંને મળી આવ્યા ન હતા. ત્યારબાદ સવારે પણ તેમના ઘરે તપાસ કરવામાં આવી હતી ત્યારે પણ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ સાથે જ બંને પાસે રહેલા મોબાઇલ ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યા છે. જેથી તેમને શોધવાના પોલીસે ચક્રો ગતિમાન કરી દીધાં છે. આ પણ વાંચોઃ બે ભાઈઓની સાથે અર્થી ઊઠતા પરિવારજનોમાં આક્રંદ છવાયો કામરેજના ફાર્મમાં દારૂની પાર્ટી થઈ હતી
કારમાં સવાર અને લોકોએ પકડીને પોલીસને સોંપેલા જૈમિશ ભીંગરાડિયાની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં જૈમિશ ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. ગત સાત ફેબ્રુઆરીના રોજ સવારના સમયે કીર્તન, જૈમિશ, એક યુવતી સહિત આઠ જેટલા યુવાનો કામરેજ ખાતે આવેલા યુનિવર્સલ વિકેન્ડ હોમ્સ એન્ડ વિલા નામના ફાર્મ હાઉસમાં ગયાં હતાં. જેમાં કાર કીર્તન ડાખરાની હતી. જૈમિશ અને એક યુવતી ઈલેક્ટ્રિક મોપેડ પર ફાર્મ હાઉસ સુધી પહોંચ્યા હતા. સવારથી સાંજ સુધી આ તમામ આઠ યુવાનોએ દારૂની પાર્ટી કરી હતી અને મોજમજા કરી હતી. જૈમિશ અને યુવતીનું ઈવી બાઈક બંધ પડતા કારમાં બેઠાં હતાં
રાત્રિ થતા જૈમિશ અને યુવતી ઈલેક્ટ્રિક બાઈક પર પરત ફરી રહ્યાં હતાં જ્યારે અન્ય કીર્તન સહિતના યુવાનો કારમાં ઘર તરફ નીકળ્યા હતા. જૈમિશની ઇલેક્ટ્રિક બાઈક રસ્તામાં જ બંધ પડી જતા તેણે કીર્તનને કોલ કર્યો હતો. તેથી કીર્તને કહ્યું હતું કે તમે ત્યાં જ ઊભા રહો અને બાઈક ત્યાં મૂકી દો આપણે કારમાં ઘરે આવી જઈએ. ત્યારબાદ કીર્તન, જૈમિશ, એક યુવતી અને અન્ય એક યુવક કારમાં પરત ફરી રહ્યાં હતાં. કાર કીર્તન ચલાવી રહ્યો હતો. દરમિયાન રાત્રિના સમયે વાલક બ્રિજ પર પસાર થતાં સમયે કાર ડિવાઈડર કુદાવીને રોંગ સાઈડમાં જતી રહી હતી. જેમાં સામેથી આવતા બાઈક ચાલકોને અડફેટે લેતા બેનાં મોત નીપજ્યા હતા. યુવતી વરાછા વિસ્તારની રહેવાસી
ફાર્મ હાઉસમાં એક યુવતી અને સાત જેટલા યુવાનો દ્વારા દારૂની પાર્ટી કરવામાં આવી હતી. જૈમિશ પૂછપરછમાં જણાવ્યા બાદ લસકાણા પોલીસ દ્વારા કામરેજ ખાતે આવેલા યુનિવર્સલ વિકેન્ડ હોમ્સ એન્ડ વિલા નામના ફાર્મ હાઉસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે આ ફાર્મ હાઉસ બંધ હોવાનું જાણવા મળ્યું હતું. આ સાત યુવાનો સાથે આવેલી એક યુવતી પણ વરાછા વિસ્તારની અને નોકરી કરી રહી છે. ઘરેથી નોકરી પર જવાનું કહીને અને નોકરી પર કંઈ કામ હોવાનું કહી આ યુવાનો સાથે તે પાર્ટી કરવા ગઈ હતી. જૈમિશ સામે દારૂનો કેસ કરવામાં આવ્યો
લસકાણા પોલીસ દ્વારા ઝડપાયેલા જૈમિશ સામે દારૂ પીધેલાનો કેસ કરવામાં આવ્યો છે.આ સાથે જ તેમની સાથે ફાર્મ હાઉસમાં પાર્ટી કરનાર અન્ય યુવકોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. આ સાથે જ કારચાલક કીર્તનને ઝડપી પાડવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. લસકાણા પોલીસના પી.આઈ કે એન ચાવડા દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. શું કહી રહી છે પોલીસ?
લસકાણા પીઆઈ કેએ ચાવડાએ જણાવ્યું હતું કે, અકસ્માત કરનાર કારમાં એફએસએલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ આરટીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવશે. કારની સ્પીડ 100 થી 130 વચ્ચે હોવાની સંપૂર્ણ શક્યતા છે. આ બાબતે જૈમિશ અને તેની સાથે રહેલી યુવતીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. યુવતી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે કીર્તન તેમને લઈને ઘરે મૂકવા જઈ રહ્યો હતો ત્યારે ખૂબ જ સ્પીડમાં ચલાવી રહ્યો હતો. જેથી યુવતીએ તેને સ્પીડમાં ન ચલાવવા માટે પણ ટકોર કરી હતી અને અમારે ઘરે પહોંચવાની ઉતાવળ નથી તેવું પણ કહ્યું હતું. જોકે તેને અવગણીને કીર્તને સ્પીડમાં કાર ચલાવવાનું ચાલુ રાખ્યું હતું અને આ અકસ્માત સર્જાયો હતો. વધુમાં જણાવ્યું હતું કે, ફાર્મ હાઉસથી પરત ફરતા સમયે અને ચારેયે અકસ્માત સર્જાયો ત્યારે કારમાં આગળની સાઈડ કીર્તન અને એક યુવક બેસેલો હતો. જ્યારે પાછળની સાઈડ જૈમિશ અને યુવતી બંને બેસેલા હતાં. અકસ્માત બાદ કીર્તન અને તેનો મિત્ર પહેલા બહાર નીકળ્યા હતા અને ત્યારબાદ યુવતી બહાર નીકળી હતી. જોકે જૈમિશ દારૂના નશામાં હોવાથી અને થોડી કપાળના ભાગી ઈજ થઈ હોવાથી ભાગી શક્યો ન હતો અને લોકોએ તેને દારૂના નશામાં જ ઝડપી પાડ્યો હતો. જૈમિશે પણ દારૂ પીધાની કબૂલાત આપી છે અને કીર્તનને પણ દારૂ પીધો હોવાનું પણ જણાવ્યું છે. આ સાથે જ અન્ય પાંચ જેટલા એ પણ દારૂ પીધો હોવાનું જૈમિશે કબૂલ કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments