back to top
Homeગુજરાતસુરતમાં કારે છ લોકોને ઉડાવ્યા, બે સગા ભાઈનાં મોત:બેફામ આવતી કારે ડિવાઇડર...

સુરતમાં કારે છ લોકોને ઉડાવ્યા, બે સગા ભાઈનાં મોત:બેફામ આવતી કારે ડિવાઇડર કૂદી 5 વાહનને અડફેટે લીધાં; 4ને ઇજા, કારમાં સવાર યુવતી સહિત ચાર નશામાં હોવાનો આક્ષેપ

સુરતના આઉટર રિંગ રોડના વાલક બ્રિજ ઉપર 7 ફેબ્રુઆરીની મોડીરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતા કારચાલકે કાર ડિવાઈડર કૂદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક પાંચ વાહનોને હડફેટે લઈ છ વ્યક્તિને ઉડાવી હતી. આ ઘટનામાં છ ઈજાગ્રસ્તમાંથી એકનું ઘટનાસ્થળે, જ્યારે એકનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ગંભીર રીતે ઘવાયેલી ચાર વ્યક્તિની સારવાર ચાલી રહી છે. બન્ને મૃતકો સગા ભાઈ છે અને મૂળ ગીર સોમનાથના વતની છે. મળતી માહિતી પ્રમાણે, અકસ્માત સર્જનાર કારનો માલિક મનોજકુમાર કાળુભાઈ ડાંખરા છે અને તેનો પુત્ર કિર્તન ડાંખરા કાર ચલાવતો હતો. મૃતકના પરિજનના જણાવ્યાં મુજબ, કારમાં એક યુવતી અને ત્રણ યુવકો સવાર હતાં. કારની સ્પીડ 130થી 150 હતી અને કારમાં સવાર તમામે ડ્રિંક કરેલું હતું. ઈજાગ્રસ્ત છ લોકોમાંથી બે સગા ભાઈએ દમ તોડ્યો
મળતી મુજબ, સુરતના આઉટર રિંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ ઉપર મોડીરાત્રે પૂરપાટ ઝડપે દોડતી કાર નં. જીજે-05-આરએફ-0317ના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ પહોંચી ગઈ હતી. કારચાલકે સામેથી આવતા એક પછી એક કુલ પાંચ વાહનોને ઉડાવી છ વ્યક્તિને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તે પૈકી બે સગા ભાઈ કમલેશ બાલુભાઈ સાપોલિયા (ઉં.વ.42) અને અશ્વિનભાઈ બાલુભાઇ સાપોલિયા (ઉં.વ.48)નું સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી તેમની સારવાર ચાલી રહી છે. કારચાલક અકસ્માત સર્જી ફરાર
અકસ્માતમાં કારનો આગળના ભાગનો ખુરદો વળી ગયો હતો. આ સાથે જ અડફેટે આવેલા વાહનોનો પણ કડુચલો બોલી ગયો હતો. બનાવની જાણ થતા લસકાણા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. બનાવને પગલે લોકો પણ એકત્ર થઈ ગયા હતા. અકસ્માત સમયે કારમાં ચાર જેટલા યુવાનો સવાર હતા. તે પૈકી પાછળ બેસેલા એક યુવાનને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો, જ્યારે ચાલક અને અન્ય યુવકો ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે, અકસ્માત સર્જનાર કારનો માલિક મનોજ ડાખરા છે અને તેનો પુત્ર કિર્તન ડાખરા કાર ચલાવતો હતો. આવા નરાધમોને કડકમાં કડક સજા થવી જોઈએઃ મગનભાઈ સૂતરિયા
ઘટનાસ્થળે પહેલા પહોંચનાર મગનભાઈ સૂતરિયાએ જણાવ્યું હતું કે, અમને ફોન આવ્યો હતો કે તમારા પરિવારજનોનું એક્સિડન્ટ થયું છે. હું બ્રિજ પર પહોંચ્યો ત્યારે એમને પોલીસવાળા જવા દેતા ન હતા. તમામ લોકોને ત્યાં અટકાવી દેવામાં આવ્યા હતા. જેના પગલે અમે આગળથી યુ-ટર્ન લઈને ગયા હતા, ત્યારે બાઈકોની હાલત જોતા ખૂબ જ ગંભીર માહોલ હતો. પહેલી નજરે જ એવું લાગ્યું કે આ અકસ્માતમાં જે અડફેટે આવ્યા છે તે કોઈ બચ્યું જ નહીં હોય! આગળ જતા અમારા પરિવારના બે લોકો ગંભીર હાલતમાં હતા અને એક તો ત્યાં જ મરી ગયો હતો. તેના નાના ભાઈ બચી શકે એવી હાલત હતી એટલે તેને લઈને જતા હોસ્પિટલમાં તેનું પણ મોત થયું. જે કાર પૂરપાટ આવેલી હતી તે ખૂબ જ તૂટી ગઈ હતી. આવા નરાધમોને કડકમાં કડક સજા થવી જોઈએ. કારમાં સવાર લોકોએ ડિંક કરેલું હતું, સ્પીડ 150 સુધીની હતીઃ મહેશભાઈ
મહેશભાઈ સાપોલિયા (મૃતકોના પિતરાઈ ભાઈ)એ જણાવ્યું હતું કે, મારા બંને ભાઈ લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે સામેથી આવતી કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ધસી આવી હતી અને મારા બંને ભાઈ સહિત અન્ય ચારને અડફેટે લીધા હતા. આ કારચાલકો અને તેમાં સવારે તમામે ડ્રીંક કરેલું હતું અને કારની સ્પીડ 130થી લઈને 150 સુધીની હતી. આવી રીતે કાર ચલાવનારા સામે સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ. અમારા પરિવારને વેર-વિખેર કરી નાખ્યો છે, પણ બીજાનો પરિવાર ન થાય તે રીતે કાર્યવાહી કરવી જોઈએ. મૃતક ભાઈઓ મૂળ ગીર સોમનાથના
મળતી માહિતી પ્રમાણે, મૂળ ગીર સોમનાથ અને સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા શાશ્વત લક્ઝરીયામાં 48 વર્ષીય અશ્વિનભાઈ બાલુભાઈ સાપોલિયા પરિવાર સાથે રહેતા હતા. અશ્વિનભાઈ નાના ભાઈ કમલેશ, પત્ની, એક દીકરો અને એક દીકરી સાથે અહીં રહેતા હતા. અશ્વિનભાઈ રત્નકલાકાર તરીકે કામ કરતા હતાં, જ્યારે કમલેશભાઈ નોવેલ્ટીની દુકાન ચલાવીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થતા હતા. આ પરિવાર પહેલા ધરમનગર રોડ પર રહેતું હતું. બાર દિવસ પહેલા જ અહીં ફ્લેટ રાખ્યો હતો અને અહીં રહેવા આવ્યા હતા. લગ્નપ્રસંગમાંથી ઘરે પરત ફરતી વખતે રસ્તામાં કાળ ભેટ્યો
ગતરોજ (7 ફેબ્રુઆરી) અશ્વિનભાઈ અને તેના ભાઈ કમલેશ બંને મોટા વરાછા ખાતે એક સંબંધીના લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી રાત્રિના સમયે પરત ફરી રહ્યા હતા. દરમિયાન આઉટર રીંગ રોડ પર આવેલા વાલક બ્રિજ પરથી પસાર થતા સમયે સામેથી આવતી એક કાર ડિવાઇડર કુદીને તેમની તરફ આવી હતી અને તેમને અડફેટે લઈ લીધા હતા. અશ્વિનભાઈ અને કમલેશભાઈની બાઈકને અડફેટે લેતા દૂર સુધી ફેંકાઈ ગયા હતા. અશ્વિનભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કમલેશભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત થયું હતું. આ સાથે જ અન્ય ચાર લોકોને પણ ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments